You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રિલાયન્સ : અબજોનું સામ્રાજ્ય ધરાવતી એ કંપની જે મુકેશ અંબાણીની કંપનીમાં કરશે રોકાણ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં એ જાહેરાત કરી કે સાઉદી અરબની જાણીતી કંપની અરામકો આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલના 20 ટકા શેર ખરીદશે. જેનું મૂલ્ય 75 અબજ ડૉલર છે.
મુકેશ અંબાણીએ કહ્યું, ''મને એ જાહેરાત કરતાં ઘણી ખુશી થાય છે કે રિલાયન્સના ઇતિહાસમાં સૌથી મોટા વિદેશ રોકાણને લઈને સહમતી સધાઈ છે. રિલાયન્સ અને સાઉદીની અરામકો લાંબા સમય પછી ભાગીદારી માટે સંમત થઈ છે.''
આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલનો કારોબાર પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુનો છે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે, જેની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિન 14 લાખ બેરલ છે.
અંબાણીએ કહ્યું કે અરામકો પાંચ લાખ બેરલ તેલ દરરોજ રિલાયન્સ કંપનીની જામનગર રિફાઇનરીમાં મોકલશે. કહેવાય છે કે આ ભારતની વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ છે.
અરામકો કંપની વિશે જાણો
અરામકો સાઉદી અરબની દુનિયાની સૌથી વધુ પ્રોફિટ કરતી બિઝનેસ કંપની છે.
આ કંપનીની સ્થાપના અમેરિકન તેલ કંપનીએ કરી હતી. અરામકો એટલે કે અરબી અમેરિકન ઑઇલ કંપનીનું સાઉદીએ 1970ના દશકમાં રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
આ કંપનીનો નફો ગત વર્ષે 111.1 બિલિયન ડૉલરનો હતો.
વર્ષ 2018માં એપલની કમાણી 59.5 અબજ ડૉલર હતી. એટલે કે તેણે 2018માં એપલ કંપનીને ઓવરટેક કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ અન્ય તેલ કંપનીઓ જેવી કે રૉયલ ડચ શેલ અને એક્સોન મોબિલને પણ પાછળ રાખી દીધી હતી.
અરામકોએ પોતાની કમાણીને સાર્વજનિક કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ક્ષમતા કેટલી છે.
કમાણીનો આંકડો દર્શાવીને કહેવાઈ રહ્યું છે કે અરામકો અને સાઉદી અરબ દોલત મેળવવા માટે આક્રમક રૂપ અપનાવી શકે છે.
અરામકોને આ પૈસાથી સાઉદી અરબમાં આધિપત્ય ધરાવતી પેટ્રોકેમિકલ કંપનીઓને ખરીદવા માટે પણ મદદ મળશે.
આ પેટ્રોકેમિકલ કંપનીના ચૅરમૅન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે અને આ સોદો 69 અબજ ડૉલરનો છે.
અરામકોનો આઈપીઓ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030ના એ પ્રોગ્રામનો ભાગ છે, જે અંતર્ગત તેઓ તેલ પર નિર્ભર સાઉદી અર્થવ્યવસ્થાને તેમાંથી મુક્ત કરવા માગે છે.
સાઉદીમાં શાહી પરિવાર માટે અરામકોનું એક તેલ કંપની કરતાં પણ વધુ મહત્ત્વ છે.
2018માં અરામકોને સાઉદીની સરકારે 160 અબજ ડૉલર આપ્યા હતા. મૂડીનું કહેવું છે કે તેલના વધુ ઉત્પાદનથી અરામકોને કમાણી થઈ છે. અરામકો પાસે દુનિયાનું સૌથી મોટું તેલક્ષેત્ર છે અને બહુ ઓછી કિંમતમાં તેલ મળી રહે છે.
અરામકોની ક્ષમતા બાદ સાઉદી અરબના મોટા તેલક્ષેત્રની માહિતી પણ સામે આવી છે. સાઉદી અરબના પૂર્વ વિસ્તારમાં ઘવાર સૌથી મોટું તેલક્ષેત્ર છે, જે 193 કિલોમિટરમાં ફેલાયેલું છે.
ઘવારમાં સાઉદી અરબનો કુલ તેલનો અડધો ભાગ આવેલો છે. અહીં હજુ પણ 48 અબજ બેરલ તેલ છે.
અરામકો કંપનીના એક દસ્તાવેજ પ્રમાણે તેણે ગત વર્ષે 355.9 બિલિયન ડૉલરનો નફો મેળવ્યો હતો. આ કંપની દરરોજ 10.3 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે.
સોમવારે અરામકોની કમાણીની વાત બહાર આવી એ આધારે વિશ્લેષકોનું કહેવું છે કે આ એકથી દોઢ ટ્રિલિયન ડૉલરની કંપની છે.
ક્રાઉન પ્રિન્સ સલમાન ઇચ્છે છે કે અરામકો બે ટ્રિલિયન ડૉલરની કંપની બને. ભારતની અર્થવ્યવસ્થા હાલમાં પાંચ ટ્રિલિયન ડૉલરની છે.
કહેવાય છે કે અરામકોને લઈને કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે મતભેદો હતા. આથી ક્રાઉન પ્રિન્સ ઇચ્છે તો પણ તેનું લિસ્ટિંગ ન કરાવી શક્યા.
ક્રાઉન પ્રિન્સ તેના પાંચ ટકા શેર વેચવા માગે છે, જ્યારે કિંગ સલમાન તેમની સાથે સહમત નથી.
1980થી સાઉદી અરબમાં અરામકોનું સ્વામિત્વ છે. 1982થી કંપની પાસે તેલભંડારની જાણકારી હતી, જેને ગોપનીય રાખી હતી.
જો અરામકો શેરબજારમાં લિસ્ટિંગના નિયમોનું પાલન કરશે તો તેણે તેલભંડાર વિશે પણ જાણકારી સાર્વજનિક કરવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો