થોડા હજાર રૂપિયામાંથી અબજોપતિ બનનારી કેન્ડ્રાની કહાણી

    • લેેખક, જેમ્સ જેફ્રી
    • પદ, બિઝનેસ સંવાદદાતા, બીબીસી

પ્રૅગ્નન્સીના છેલ્લા દિવસોમાં કેન્ડ્રા સ્કૉટને આરામ કરવાનું કહેવામાં આવ્યું હતું.

એ વખતે તેને આ બિઝનેસનો વિચાર આવ્યો. પોતાના પહેલા બાળકની રાહ જોતાંજોતાં ઘરે આરામ કર્યા સિવાય તેમણે જ્વેલરી ડિઝાઇન કરવાનું શરૂ કર્યું.

28 વર્ષની ઉંમરમાં બિઝનેસ શરૂ કરવા માટે તેમના પાસે માત્ર 500 ડૉલર એટલે કે લગભગ 33 હજાર રૂપિયા જ હતા.

તો પણ આટલી રકમમાં જ તેમણે બિઝનેસ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો. ઘરે ઘરે જઈને ઘરેણાં વેચ્યાં

પોતાના પુત્રના જન્મ બાદ સ્કૉટે નિર્ણય કર્યો કે ઘરની બહાર જઈને તે ઇયરિંગ્સ અને ઘરેણાં વેંચવાનું શરૂ કરશે.

આ રીતે શરૂ થયો અબજોનો બિઝનેસ

44 વર્ષની સ્કૉટ કહે છે, "જ્યારે મેં મારું પહેલું કલેક્શન બનાવ્યું તો બાળકના બૅલ્ટ સાથે સૅમ્પલ્સ બાંધીને હું વેંચવા માટે નીકળી પડી."

"પછી હું મારા સૅમ્પલ્સ વેચવાં માટે ઘરે ઘરે ગઈ. પહેલા જ દિવસે મેં મારો બધો જ સામાન વેંચી દીધો અને ત્યાંથી મારો બિઝનેસ શરૂ થયો."

આજે તેમનાં નામ પર કેન્ડ્રા સ્કૉટ ડિઝાનઇન નામની કંપની છે. જેની માર્કેટ પ્રાઇઝ હાલ એક અબજ ડૉલરની થઈ ગઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમની પોતાની મિલકત લગભગ 500 મિલિયન ડૉલર એટલે ભારતના રૂપિયામાં જો ગણતરી કરીએ તો 33 અબજ 72 કરોડ 75 લાખ રૂપિયા થવા જાય છે.

વર્ષ 2017માં ફૉર્બ્સ મૅગેઝિને અમેરિકાની સૌથી અમીર મહિલાઓમાં તેમનું નામ 36માં ક્રમે મૂક્યું હતું.

સ્કૉટને આ યાદીમાં ગાયિકા ટેલર સ્વિફ્ટ અને બિયૉન્સેની ઉપર મૂકવામાં આવ્યાં હતાં.

સ્કૉટનો જન્મ અમેરિકાના વિસ્કૉન્સનમાં થયો હતો. તેઓ ત્યાં જ મોટા થયાં અને 18 વર્ષની ઉંમરમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ટેક્સાસ જતાં રહ્યાં.

જોકે, એક વર્ષ બાદ જ તેમણે યુનિવર્સિટી છોડી દીધી.

ત્યારબાદ લગભગ એક દાયકા બાદ તેમણે પોતાનો બિઝનેસ ફેલાવ્યો.

તેમણે મહિલાઓને કિમોથેરાપી દરમિયાન આરામ આપવા માટે આરામદાયક ટોપી બનાવવાની શરૂઆત કરી.

કૅન્સરથી પીડિત તેમના પિતાએ કેવી પીડા સહન કરી હતી એ તેમણે જોઈ હતી. અહીંથી જ તેમણે પ્રેરણા લીધી હતી.

સ્કૉટે આ કામમાંથી થયેલા નફાનો એક હિસ્સો ત્યાંની સ્થાનિક હૉસ્પિટલમાં દાન કરી દીધો હતો.

આ આઇડિયાએ બનવ્યાં અબજોના માલકણ

સ્કૉટ જણાવે છે કે જ્વેલરી સ્ટાર્ટ-અપનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેને લાગ્યું કે બજારમાં સારા ઘરેણાંની કિંમતોમાં મોટું અંતર છે.

બજારમાં કાં તો બહુ મોંઘા ઘરેણાં હતાં અથવા તો સૌથી ખરાબ પ્રકારનાં હતાં. સ્કૉટે આ બંને વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરી હતી.

એટલે તેમણે એક યોજના બનાવી કે તેઓ મણિ કે સ્ટોનની સારી ગુણવતાવાળાં ઘરેણાં બનાવવાની કોશિશ કરશે.

જેથી જે મહિલાઓને ઘરેણાં ખરીદવા હશે તે સસ્તી કિંમતમાં સારા ઘરેણાં મેળવી શકશે.

તેઓ કહે છે, "તેનાથી કોઈ ફરક નથી પડતો કે કોઈ મહિલા કેટલી અમીર છે. દરેક મહિલા સુંદર દેખાવા માગે છે."

સમગ્ર અમેરિકામાં વિસ્તર્યો બિઝનેસ

શરૂઆતમાં તેમણે આભૂષણોને કેવળ જથ્થાબંધ વેચવાનું શરૂ કર્યું હતું.

તેમણે પોતાની દુકાન ખોલવાને બદલે અન્ય દુકાનદારોને પોતાની બનાવટ વેચવાનું શરૂ કર્યું હતું.

કેન્ડ્રા સ્કૉટની ડિઝાઇન ધીરે ધીરે વધવા લાગી અને તેનો વેપાર ચાલી નીકળ્યો.

2010માં તેણે કંપનીની શરૂઆત કરી અને તેની પહેલી શાખા ઑસ્ટિનમાં ખોલી હતી.

સ્કૉટ કહે છે કે બિઝનેસ માટે તે સૌથી બુનિયાદી સમય હતો અને તેમને વિશ્વાસ હતો કે તેમના જ્વેલરી સ્ટોર કરતાં અલગ હશે.

આજે સમગ્ર અમેરિકામાં તેમનો બિઝનેસ વિસ્તરી ચૂક્યો છે. તેમનાં 80 રિટેલ સ્ટોર છે અને એક વેબસાઇટ પણ છે. તેઓ વિશ્વભરમાં આભૂષણો પહોંચાડે છે.

તેમની કંપનીમાં અત્યારે 2000 કર્મચારીઓ છે. જેમાં 96 ટકા મહિલાઓ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો