પદ્મનાભસ્વામી મંદિર : દેશના સૌથી શ્રીમંત મંદિર પર ત્રાવણકોરના શાહી પરિવારનો હક સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે સોમવારે દેશના સૌથી સંપન્ન મંદિરોમાં સામેલ એવા શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રશાસન પર ત્રાવણકોરના શાહી પરિવારના અઘિકારને યથાવત રાખ્યો છે.
શ્રી પદ્મનાભસ્વામી મંદિર કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત છે.
કથિત નાણાકીય અનિયમિતતાઓના આરોપોને લઈ ઐતિહાસિક મંદિરના પ્રશાસન અને પ્રબંધનને પર છેલ્લા નવ વર્ષથી ચાલી રહ્યો હતો.
જસ્ટિસ યુ યુ લલિતની અધ્યક્ષતા વાળી બેન્ચે મંદિરના પ્રશાસન માટે નવી કમિટી ન બને ત્યાં સુધી તિરુવનંતપુરમ જિલ્લા જજ હેઠળ કમિટી બનાવી છે.
શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું પ્રબંધન ત્રાવણકોરના અંતિમ શાસકના હાથમાં 20 જુલાઈ 1991ના રોજ તેમના નિધન સુધી હતું.
જોકે એ પછી, કથિત નાણાકીય અનિયમિતતાને લઈને મંદિરના પ્રશાસન અને પ્રબંધનને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.
આ બાબતે 31 જાન્યુઆરી 2011ના કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને મંદિરનાં પ્રશાસન પર નિયંત્રણ માટે એક ટ્રસ્ટની નિમણૂક કરવાનો નિર્દેશ કર્યો હતો જે મંદિરની સંપત્તિ અને પ્રશાસનને પરંપરા અનુસાર સંભાળે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે સુપ્રીમ કોર્ટે બીજી મે 2011ના રોજ મંદિરની સંપત્તિ અને પ્રબંધનને નિયંત્રણના હાઈકોર્ટના નિર્દેશ પર સ્ટે આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને મંદિરની તિજોરી(વૉલ્ટ એ થી એફ સુધી)માં રહેલી વસ્તુઓ, આભૂષણો અને મૂલ્યવાન રત્નોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેમાંથી વૉલ્ટ-બીને સુપ્રીમ કોર્ટની મંજૂર વગર નહીં ખોલવાનું સૂચન કર્યું હતું.
2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પર પાંચ તિજોરીઓ (વૉલ્ટ) ખોલવામાં આવ્યા જેમાં એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ રહેલી હતી, આમાં મૂલ્યવાન આભૂષણો, હથિયારો, વાસણો અને સિક્કા સામેલ હતા.
દેશના સૌથી સંપન્ન વિષ્ણુ મંદિરનું પ્રબંધન લગભગ એક હજાર વર્ષ સુધી પરંપરાગત રીતે ત્રાવણકોરના શાસકોના હાથમાં હતું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












