નેપાળ ભારતની સરહદે વધારશે ચોકીઓ, વાતચીતની શક્યતા નહિવત્ - Top News

મોદી અને ઓલી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે કહ્યું છે કે નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ ભારતના પ્રદેશને પોતાનો ગણાવી નેપાળના નવા નકશા માટે બંધારણીય ફેરબદલના લીધેલા નિર્ણયથી હવે આ મામલે વધુ વાતચીતની શક્યતા હાલ રહી નથી.

ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે નેપાળના વડા પ્રધાને એકપક્ષીય રીતે આ પગલું લેતા મોદી સરકારે પણ આ મામે કડક વલણ અખત્યાર કર્યું છે.

શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહમાં ભારતના પ્રદેશો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ તરીકે દર્શાવતા નવા નકશાને મુદ્દે વોટિંગની કાર્યવાહી થતા અને આ મુદ્દે ઉપલા ગૃહમાં પણ આ અઠવાડિયે પ્રસ્તાવિત કાર્યવાહી બાદ મોદી સરકારે પણ પાછલા અઠવાડિયાઓમાં જોવાયેલા વલણ કરતા વધુ કડક વલણ હવે લીધું છે એમ અહેવાલ જણાવે છે.

અહેવાલ પ્રમાણે સરકારના સૂત્રોએ ઓળખ જાહેર ન કરવાની શરતે આ ટિપ્પણી કરી હતી જે સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે પક્ષના એક સંબોધન દરમિયાન આ મામલે કરેલી ટિપ્પણીથી અલગ છે, રક્ષામંત્રીએ કહ્યું હતું કે વાતચીતથી આ મુદ્દો ઉકેલાશે.

ભારત-નેપાળ વચ્ચે સરહદી વિવાદ વચ્ચે હિંદુસ્તાન ટાઇમ્સનો અહેવાલ કહી રહ્યો છે કે નેપાળે સરહદ પર ચોકીઓ વધારવાની યોજના બનાવી છે.

અહેવાલ પ્રમાણે નેપાળે પોતાની સરહદ પરની આર્મ્ડ પોલીસ ફૉર્સને સરહદ પર વધુ 100 ચોકીઓ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ જાણકારી નેપાળ સાથેની સરહદ પર ભારત તરફથી તૈનાત શસસ્ત્ર સીમા દળ અને કેન્દ્રિય જાસૂસી એજન્સીઓને મળી છે.

line

અમિત શાહનો દિલ્હીમાં કોવિડ-19 વૉર્ડ્સમાં સીસીટીવી મૂકવાનો આદેશ

શાહ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે રાજધાની દિલ્હીમાં કોવિડ-19 માટે ફાળવાયેલી તમામ હૉસ્પિટલોનાં કોવિડ-19 વૉર્ડ્સમાં સીસીટીવી મૂકવાનો આદેશ આપ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમિત શાહે દિલ્હીના મુખ્ય સચિવને એમ પણ નિર્દેશ આપ્યા છે કે હૉસ્પિટલોમાં વૈકલ્પિક કેન્ટિનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે જેથી એક કૅન્ટીન જો સંક્રમણને કારણે બંધ કરવી પડે તો બીજી કેન્ટિનમાંથી દરદીઓને જમવાનું મળી રહે.

અહેવાલ પ્રમાણે ગૃહમંત્રીએ ગઈકાલે દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હૉસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ત્યાં વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

અમિત શાહે કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓની સારવાર કરી રહેલા ડૉકટરોની માનસિક સજ્જતા માટે કાઉન્સિલિંગનું પણ સૂચન કર્યું છે.

દિલ્હીમાં કોવિડ-19 મહામારીની વણસી રહેલી પરિસ્થિતિ મામલે ગઈ કાલે તેમણે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી.

line

એપ્રિલ-મેમાં GSTની આવકમાં 56 ટકાનો ઘટાડો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ બે મહિનામાં કુલ GST આવક રૂપિયા 94,323 કરોડ રહી છે જે ગત નાણાંકીય વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલી આવક કરતાં 56 ટકાનો ઘટાડો બતાવે છે. ગત નાણાંકીય વર્ષમાં આ સમયગાળામાં GSTની આવક 2, 14, 154 કરોડ હતી.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે દેશવ્યાપી લૉકડાઉનને કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિના બે સૂચક માપદંડો, GSTની આવક અને ડીઝલનો વપરાશ બંનેમાં એપ્રિલ-મેના બે મહિનામાં અનુક્રમે 56 ટકા અને 42 ટકાનો ઘટાડો થયો છે.

કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે 25 માર્ચથી લાગુ કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનને કારણે આ ઘટાડો અપેક્ષિત હતો. પરંતુ અહેવાલ પ્રમાણે નાણાં મંત્રાલયના અધિકારીએ એક ઓળખ ન આપવાની શરતે જણાવ્યું કે, મે મહિનામાં એપ્રિલ કરતા GSTની આવકમાં વધારો જોવા મળ્યો છે જે અર્થવ્યવસ્થામાં ગતિવિધિ અને સુધારાનો સંકેત છે.

અહેવાલ કહે છે કે એપ્રિલમાં GSTની આવક 32172 કરોડ રૂપિયા હતી જે પાછલા વર્ષ કરતા 72 ટકા ઓછી હતી. જોકે, મેમાં આવકમાં નોંધપાત્ર વધારો થયો અને આવક 62151 કરોડ રૂપિયા થઈ. અલબત્ત, તે ગત વર્ષના મે મહિનાની 1,00,289 કરોડ રૂપિયાની આવકની સરખામણીએ 38 ટકા ઓછી છે.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસની મહામારી દરમિયાન સેક્સવર્કરોની સ્થિતિ શું છે?
line

ઍક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે નવસારીમાં ખેડૂતોની જમીનનું સંપાદન શરૂ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

વડોદરા-મુંબઇ ઍક્સપ્રેસ વે માટે નવસારી જિલ્લામાં જમીન સંપાદનનું કામ શરૂ કરી દેવાયું છે અને આ માટે ખેડૂતોને વળતરની નોટિસ પણ મોકલવામાં આવી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે નવસારી જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતોને બે મહિનાનો સમય આપ્યો છે

અહેવાલ પ્રમાણે મોટા ભાગની જમીન ખેતીલાયક છે અને ફળદ્રુપ પટ્ટામાં આવે છે. નવસારીના સંપાદન અધિકારીને ટાંકતા અહેવાલ કહે છે કે નવસારી જિલ્લામાં 22 ગામોની 454 હૅક્ટર જમીન આ ઍક્સપ્રેસ-વે પ્રોજેક્ટ માટે સંપાદન હેઠળ છે.અત્યાર સુધી 17 ગામોના ખેડૂતોને વળતરની નોટિસ મોકલી આપવામાં આવી છે.

અઠવાડિયા પહેલા હાઇવે ઑથોરિટીએ ભરૂચ જિલ્લોના જૂના દિવા ગામમાં પણ જમીન સંપાદનમાં બળજબરીની વાત સામે આવી હતી અને વિરોધ કરનાર 35 ખેડૂતોની અટકાયત કરવામાં થઈ હતી એમ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારનો આ અહેવાલ જણાવે છે.

નવસારીના વછારવાડ ગામના એક ખેડૂત શૈલેષ પટેલને આ અહેવાલમાં ટાંકવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું કે તેમને આપવામાં આવતું વળતર ઘણું ઓછું છે. તેમને તેમની 2.3035 હૅક્ટર ખેતીલાયક જમીન માટે 1.21 લાખ રુપિયાનું વળતર આપવામાં આવ્યું છે.

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો