હાથણીની હત્યા : આરોપીએ કહ્યું, 'વિસ્ફોટક નારિયેળમાં હતો, અનનાસમાં નહીં'

હાથણી

ઇમેજ સ્રોત, MOHAN KRISHNAN

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે

કેરળમાં ગર્ભવતી હાથણીના મોતનો મામલામાં કેરળ પોલીસ અને વનવિભાગની સંયુક્ત ટીમે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

એક પોલીસ અધિકારીએ આ મામલાની પુષ્ટી કરી છે અને એ પણ જણાવ્યું છે કે આ મામલામાં બે અન્ય લોકોની શોધ ચાલુ છે. પલ્લકડ જિલ્લાના પોલીસ અધીક્ષક જી. સિવાવિક્રમે બીબીસીને જણાવ્યું, "આરોપી રબરની ખેતરમાં મજૂરીનું કામ કરતો હતો. જોકે, તેમણે હાથણી સાથે શું કર્યું તેની જાણ હજી સુધી થઈ શકી નથી. આ મામલે હજી તપાસ ચાલી રહી છે."

આરોપીની એક દિવસ પહેલાં પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી અને શુક્રવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ મામલામાં બે શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા અને આ એક શખ્સને પૂછપરછ માટે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો.

આરોપીને તપાસકર્તા ટીમ ઘટનાસ્થળ પર લઈ ગઈ અને ત્યાંથી મળેલી જાણકારી બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસ અધિકારીએ કહ્યું, "આરોપીએ એ વાતની પુષ્ટિ કરી છે કે જે ચીજ માટે વિસ્ફોટ રાખવામાં આવ્યો હતો તે અનનાસમાં નહીં નારિયલમાં હતો. તેનું નામ વિલ્સન છે."

જોકે, પોલીસે હજી એ વાત સ્પષ્ટ નથી કરી કે તેનું પૂરું નામ આ જ છે કે બીજું કંઈ.

સિવાવિક્રમે કહ્યું, "જાનવરોને ખેતરોથી દૂર રાખવાં આ વિસ્તારમાં લોકો માટે એ સામાન્ય વાત છે કે તેઓ નારિયેળ, અનનાસ, નારિયળ કે જૅકફ્રૂટનો ઉપયોગ કરે છે."

કેરળના મુખ્ય વાઇલ્ડ લાઇફ વૉર્ડન આઈએફએસ સુરેન્દ્ર કુમારે બીબીસીને જણાવ્યું, "એવું લાગી રહ્યું છે કે વિસ્ફોટક રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ જંગલી સુવરોને ખેતરોથી દૂર રાખવાનો હતો. જોકે, બે અન્ય આરોપીની ધરપકડ બાદ જ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે. "

તેમણે કહ્યું, "અમને ત્યારે જાણ થશે કે વિસ્ફોટક માટે નારિયેળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે અનનાસનો, જ્યારે બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. એમાંથી એક ફરાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એ તે જ છે જેણે વિસ્ફોટક ભરીને ત્યાં રાખ્યો હતો."

line

ત્રણ દિવસ બાદ થયું હતું મૃત્યુ

હાથણી

ઇમેજ સ્રોત, MOHAN KRISHNAN

કેરળમાં પલ્લકડ જિલ્લાના મન્નારકડમાં વિસ્ફોટકથી ભરેલું ફળ ખાવાને કારણે 27 મેના રોજ એક ગર્ભવતી હાથણીનું મોત થઈ ગયું હતું. પીડાને કારણે હાથણી નદીમાં જતી રહી હતી અને ત્યાં પાણીમાં ઊભા ઊભા જ તેનું મોત થઈ ગયું હતું.

અધિકારીઓએ શરૂઆતમાં હાથણીની ઈજા વિશે કોઈ જાણકારી આપી ન હતી, કારણ કે નદીમાં ઊભેલા હાથણી કોઈને તેની પાસે આવવા દેતી ન હતી.

વનવિભાગના કર્મચારીઓએ જ્યારે તેને બહાર કાઢવાની કોશિશ કરી તો તે પોતાની જગ્યાએથી પાણીમાંથી હલી પણ નહીં. ત્રણ દિવસ સુધી પાણીમાં ઊભા રહ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું.

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વનવિભાગની રેપિટ રેસ્ક્યુ ટીમના એક સભ્ય મોહન કૃષ્ણનને ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે હાથણી ઇજાગ્રસ્ત થઈ હતી.

તેનું નીચેનું જડબું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. તેનાથી રાહત મેળવવા માટે તે પાણીમાં મોઢું નાખીને ઊભી રહી હતી.

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, પશુક્રુરતા નિવારણ અધિનિયમ અને વિસ્ફોટક કાયદા અંતર્ગત આ મામલે વનવિભાગ અને પોલીસ વિભાગે અલગ અલગ કેસ દાખલ કર્યા છે.

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો