કોરોના વૅક્સિન: ગુજરાતમાં રેમડેસિવિયરનું પરીક્ષણ થશે, ભારતને કેવી રીતે મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા
અમેરિકાએ દાવો કર્યો છે કે Covid-19ના ઉપચાર માટે રેમડેસિવિયર દવા અસરકારક સાબિત થતી હોવાના 'સ્પષ્ટ' પુરાવા છે.
ગુજરાત સરકારે રાજ્યની પાંચ મેડિકલ કૉલેજમાં રેમેડેસિવિયર, લૉપિનાવીર, ઇન્ટરફૅરોન, હાઇડ્રૉક્સીક્લોરોક્વિન કે ક્લોરોક્વિનના ક્લિનિકલ-સોલિડારિટી ટ્રાયલને મંજૂરી આપી છે.
જેમાં બી.જે. મેડિકલ કૉલેજ ખાતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) તથા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ને મંજૂરી આપી છે.
આ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ (અમદાવાદ), ન્યૂ સિવિલ હૉસ્પિટલ (સુરત), ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી (GMERS, વડોદરા) તથા પંડિત દીનદયાળ મેડિકલ કૉલેજ રાજકોટ ખાતે પણ પરીક્ષણ હાથ ધરાશે.
WHO દ્વારા વિશ્વના 100 દેશોમાં કોરોના વાઇરસ વિરુદ્ધ સોલિડારિટી ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હોવાનું ગુજરાત સરકારે વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું.

રેમડેસિવિયર અને કેન્દ્ર સરકાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
30મી એપ્રિલે ભારતના આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં પણ રેમડેસિવિયર દવા વિશે પ્રશ્ન પૂછાયો હતો.
રેમડેસિવિયર વિશેના સમાચારોથી આશા જાગી છે, પરંતુ તેના વિશે ટિપ્પણી કરતા પહેલાં રાહ જોવી પડશે એમ સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું.
અગ્રવાલે જણાવ્યું કે, "દુનિયાભરમાં જુદી-જુદી દવાની ટ્રાયલ થઈ રહી છે, તેમાં રેમડેસિવિયરનો પણ સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
C"ovid-19 માટે હજીય કોઈ નિશ્ચિત ટ્રીટમેન્ટ પ્રોટોકૉલ તૈયાર થયો નથી.
રેમડેસિવિયર વિશેનો એક અભ્યાસ પ્રગટ થયો છે. જોકે અભ્યાસમાં એ સાબિત થયું નથી કે દવા 100 ટકા ઉપયોગી છે. તે બાબતમાં આગળ વધતા પહેલાં વધુ પુરાવાની રાહ જોવી રહી."
ભારતમાં કેવી રીતે મળશે દવા
દાવા પ્રમાણે રેમડેસિવિયર દવા ઉપયોગી સાબિત થશે તો આગળ શું પ્રક્રિયા થશે અને ભારતમાં આ દવા કેવી રીતે મળશે?
આઈસીએમઆરના નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું કે પ્રથમ ભારતીય દર્દીઓમાં આ દવાની ચકાસણી કરવામાં આવશે કે તેનાથી કોઈ નૅગેટિવ અસર તો નથી થતીને? તેના માટે અભ્યાસ હાથ ધરાશે.
દેશમાં કોઈ પણ નવી દવા માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાની મંજૂરી લેવાની હોય છે. મંજૂરી આપતા પહેલાં આઈસીએમઆરની ટેકનિકલ સલાહ લેવાતી હોય છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં Covid-19નો ઇલાજ શોધવા માટે 300થી વધુ અભ્યાસ ચાલી રહ્યા છે. ભારતમાં પણ ઘણી ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.
દવાની ટ્રાયલ કરનારી અમેરિકન કંપની

ઇમેજ સ્રોત, EPA
રેમડેસિવિયર ઍન્ટિવાઇરલ દવા છે, જેને ઇબોલાના ઇલાજ માટે બનાવાઈ હતી. અમેરિકાની જીલેડ નામની કંપની આ દવા બનાવે છે અને તેની ક્લિનિકલ ટ્રાયલ Covid-19 માટે કરવામાં આવી રહી છે. ભારતની સંશોધન સંસ્થા સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ (ડી.જી.) ડૉ. શેખર માંડેએ બીબીસીને જણાવ્યું:
"ભારતમાં દવા આવશે કે કેમ તે કંપનીની ધંધાકીય વ્યૂહરચના પ્રમાણે નક્કી થશે.""પ્રથમ તેના માટે મંજૂરી લેવાની રહેશે, પરંતુ ભારતમાં કેવી રીતે તેને લાવવી તે બાબત કંપની જ નક્કી કરશે."
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્લૉરોક્વિન માટે સીધો જ ભારતનો સંપર્ક કરીને દવા મગાવી હતી. તો શું ભારત તે રીતે અમેરિકાથી દવા મગાવી શકે નહીં? ડૉ. શેખર કહે છે કે બંને બાબતો જુદી છે, "હાઇડ્રોક્લૉરોક્વિન જૂની દવા છે અને તેના કોઈ પેટન્ટ નથી, પરંતુ રેમડેસિવિયર નવી દવા છે અને તેના પેટન્ટ છે.""તે પ્રમાણે હાઇડ્રોક્લૉરોક્વિન જેનરિક દવા ગણાય છે અને કોઈ પણ કંપની બનાવી શકે છે, જ્યારે આ દવા જીલેડની પ્રોપર્ટી છે.""તેથી કંપનીએ નક્કી કરવાનું કે કોણ તેનું ઉત્પાદન કરે અને વિતરણ કરે."
ભારતની કંપનીઓ બનાવી શકે છે રેમડેસિવિયર

ક્લિનિકલ ટ્રાયલમાં રેમડેસિવિયર સફળ થશે તો દુનિયાભરના દેશો સ્વાભાવિક છે કે તે દવા પોતાને ત્યાં ઇચ્છશે. એવા સંજોગોમાં કંપની પાસે વિકલ્પ છે કે સ્થાનિક કંપનીઓને પેટન્ટ આપીને દવાના ઉત્પાદનની મંજૂરી આપે. ડૉ. શેખર કહે છે કે કંપની ભારતીય ફાર્મા કંપનીઓનો સંપર્ક કરે તેવું શક્ય છે, કેમ કે ભારતની કંપનીઓની ક્ષમતા સારી છે. "ભારતીય કંપનીને પેટન્ટ આપવા માટે કંપની તૈયાર થાય તો ભારતમાં ઘણી મોટી કંપનીઓ દવા બનાવી શકે છે. તેનો આધાર જીલેડ કંપનીની વ્યૂહરચના પર આધાર રાખે છે."
ઇન્ડિયન ડ્રગ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનનાં મહા મંત્રી ધારા પટેલના જણાવ્યા અનુસાર રેમડેસિવિયર દવા માટેના પેટેન્ટ 2035 સુધીના છે. પટેલના જણાવ્યા અનુસાર, જો દવાને ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળે તો, ભારતની ત્રણ કંપનીઓ જીલેડ સાથે કરાર કરીને રેમડેસિવિયર દવાનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે.ધારા પટેલ કહે છે કે સરકાર એ પણ જોશે કે આ કંપનીઓ કિફાયતી દરે દવા બનાવી શકે છે કે કેમ. ત્યારબાદ કમ્પલસરી લાઇસન્સ આપી શકાય છે. તેઓ કહે છે કે દેશ માટે કોઈ ઉત્પાદન આવશ્યક હોય ત્યારે રાષ્ટ્રીયસ્તરે તેનો નિર્ણય લઈને કમ્પલસરી લાઇસન્સ આપવાનો હક હોય છે. બીબીસી આરોગ્ય અને વિજ્ઞાનના સંવાદદાતા જેમ્સ ગેલાઘરના અહેવાલ અનુસાર, આ દવાના ક્લિનિકલ ટ્રાયલમાં એવું જણાયું છે કે દર્દી 15 દિવસના બદલે 11 દિવસે સાજો થઈ જાય છે.
જોકે હજી ટ્રાયલ પ્રાથમિક ધોરણે છે અને તેનો વ્યાપક અભ્યાસ હજી બાકી છે. પરંતુ જાણકારો કહે છે કે આ દવા માટે થયેલા દાવા સાબિત થાય તો હાલના સંકટમાં તે મોટી રાહતના સમાચાર હશે.
તેઓ ઉમેરે છે કે આ દવા કઈ જાદુની છડી નથી. આ દવાથી લોકોની પ્રતિકારશક્તિ વધી શકે તો હૉસ્પિટલો પર બોજ ઓછો થાય અને લૉકડાઉન હઠાવી શકાય.
કઈ રીતે તૈયાર થયેલી દવા

ઇમેજ સ્રોત, Getty Images
આ દવા હકીકતમાં ઇબોલાના ઇલાજ માટે તૈયાર થઈ હતી. તે એક ઍન્ટિવાઇરલ દવા છે. વાઇરસ શરીરમાં ઘૂસે પછી પોતાની સંખ્યા વધારવામાં લાગી છે.
શરીરના કોષમાં પહોંચીને એક એન્જાઇમની મદદથી વાઇરસ પોતાની સંખ્યા વધારે છે. આ દવા આ એન્જાઇમ પર હુમલો કરીને વાઇરસની સંખ્યા વધતી રોકે છે.
અમેરિકામાં આ દવાની ટ્રાયલ 1063 લોકો પર કરવામાં આવી હતી. તેમાંથી કેટલાકને આ દવા અપાઈ હતી, જ્યારે કેટલાકને પ્લેસિબો પર રાખવામાં આવ્યા હતા.
પ્લેસિબો કોઈ દવા હોતી નથી, પણ દવા જેવા દેખાવના સામાન્ય પદાર્થો આપવામાં આવતા હોય છે, જેમ કે સાકરની બનેલી ગોળીઓ વગેરે.
કેટલીક સફળ રહી આ દવા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અમેરિકાના રાષ્ટ્રીય ઍલર્જી તથા ચેપી રોગ સંસ્થાના પ્રમુખ ડૉ. એન્થની ફાઉચીએ જણાવ્યું હતું કે ટ્રાયલના આંકડા પ્રમાણે આ દવા ઉપયોગી સાબિત થઈ રહી છે. તેમનું કહેવું છે કે આ દવા વાઇરસને વધતો અટકાવી શકે છે અને તેનાથી આપણને દર્દીઓનો ઇલાજ કરવા માટેનો માર્ગ મળી શકે છે. જોકે આ દવાને કારણે Covid-19 દર્દીઓના મૃત્યુની બાબતમાં કોઈ ફરક પડતો નથી.
રેમડેસિવિયર દવા જેમને અપાઈ તેમાં મૃત્યુનો દર આઠ ટકા હતો, જ્યારે પ્લેસિબો પર રહેલા દર્દીઓમાં મૃત્યુદર 11.6 ટકા હતો. એટલે આંકડાંકીય રીતે બહુ મહત્ત્વનો ફરક નથી. તેનો અર્થ એ થયો કે મૃત્યુદરમાં તફાવત છે તેનું કારણ શું તે વિજ્ઞાનીઓ સ્પષ્ટપણે જણાવી શકે નહીં.
કોને ફાયદો થાય છે તે પણ સ્પષ્ટ નથી. શું વગર દવાએ સાજા થઈ જનારા લોકોને આ દવા વહેલા સાજા થવામાં મદદરૂપ થઈ શકે છે? દવા નાની ઉંમરના કે મોટી ઉંમરના કયા દર્દીમાં વધારે અસરકારક છે? શું આ દવા લેવાથી આઈ.સી.યુ. (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં જવાની જરૂર નહીં પડે? આ દવા યુવાનો અને વૃદ્ધો માટે ઉપયોગી છે? આ દવા બીમાર કે તંદુરસ્ત કોના પર વધારે અસર કરે છે? ચેપના પ્રારંભના સ્તરે ઉપયોગી હોય છે કે ચેપ વધી ગયા પછી?

ઇમેજ સ્રોત, EPA
આ દવા વિશે વધુ માહિતી મળે તે પછી જ આ સવાલોના જવાબો મળી શકે છે. આ દવાથી લોકોની જિંદગી બચે તે સાથે લૉકડાઉન હઠાવવામાં પણ ઉપયોગી થઈ શકે છે. યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર મહેશ પરમાર કહે છે, "આ દવાને સાર્વત્રિક કરતાં પહેલાં ઘણી બાબતો સ્પષ્ટ થવી જરૂરી છે." "તેના આંકડા અને પરિણામો નિયામક સંસ્થાઓએ ચકાસવા જરૂરી છે કે જેથી દવા માટેનું લાઇસન્સ આપી શકાય. જુદા-જુદા દેશોના આરોગ્યવિભાગો દ્વારા આકલન થાય તે પણ જરૂરી છે."

ઇમેજ સ્રોત, Getty Images
"હાલની અને બીજી ટ્રાયલ્સ થાય તેના લાંબા ગાળાના આંકડા મળે તે પછી જ નક્કી થઈ શકશે કે આ દવા Covid-19નો ઇલાજ કરી શકે છે કે કેમ."
શું ફાયદો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
આ દવાના કારણે આઈ.સી.યુ.માં જવાની જરૂર ના પડે તેવું થાય તો હૉસ્પિટલોને પણ ફાયદો થશે. તેના કારણે એકબીજાથી અંતર જાળવવાની જરૂર ઓછી થઈ જાય. ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર હૉર્બી Covid-19નો ઇલાજ શોધવા માટે જહેમત કરી રહ્યા છે.
પ્રો. હૉર્બી કહે છે, "પૂરા પરિણામો આવે તેની જરૂર છે. જો આ દવાના દાવા સાબિત થાય તો બહુ સારું રહેશે અને Covid-19 સામેની લડતમાં બહુ સારા સમાચાર કહેવાશે." અમેરિકામાં આ દવાના પ્રયોગો ઉપરાંત ચીનમાં પણ તેની ટ્રાયલ થઈ હતી, જેનો અહેવાલ લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. તે અહેવાલ અનુસાર, આ દવા ઉપયોગી સાબિત થઈ નહોતી. જોકે ચીનમાં ટ્રાયલ અધૂરી રહી ગઈ હતી, કેમ કે ચીનમાં દર્દીઓની સંખ્યા લૉકડાઉન પછી ઘટવા લાગી હતી.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ચેપી રોગોના નિષ્ણાત પ્રોફેસર બાબક જાવિદ કહે છે, "આંકડા ઘણા સારા છે, અને Covid-19ની બીજી કોઈ દવા ના હોવાથી આ દવાને સ્વીકૃતિ મળી શકે છે."
"જોકે આ પરિક્ષણો દર્શાવે છે કે રેમડેસિવિયર પણ કંઈ જાદુની છડી નથી. તેના કારણે માત્ર 30 ટકા દર્દીઓને ફાયદો થયો હતો. બીજી ઘણી દવાઓનું પરિક્ષણ પણ ચાલી રહ્યું છે.
""મલેરિયા અને એચ.આઈ.વી. (હ્યુમન ઇમ્યુનોડેફિસન્સી વાઇરસ)ની દવાના પ્રયોગો પણ થઈ રહ્યા છે. આ દવાઓ વાઇરસ પર હુમલો કરવા સાથે પ્રતિકારશક્તિને વધારવા માટે ઉપયોગી થતી હોય છે. "
"ઍન્ટિવાઇરલ પ્રારંભિક તબક્કે અને ઇમ્યુન દવાઓ બીમારી પછી આપવામાં આવતી હોય છે."


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














