You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસ દ્વારા નોંધાવાયેલી FIRના મામલામાં અર્ણવ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટની રાહત
કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા વિરુદ્ધ અપશબ્દ બોલવાના મામલે પત્રકાર અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ કૉંગ્રેસ દ્વારા દેશભરમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ સામે અર્ણવે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે.
સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને ત્રણ અઠવાડિયાં માટે ધરપકડથી વચગાળાની રાહત આપી છે. અર્ણવ ગોસ્વામી સામે ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ થયેલી છે.પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરના મૉબ લિન્ચિંગ મામલે અર્ણવના શોમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કરાયેલી 'આપત્તિજનક ભાષા'ને લઈને એફઆઈઆર થઈ છે.જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એમઆર શાહની બેન્ચે અર્ણવની અરજી પર વીડિયો કૉન્ફરન્સથી સુનાવણી કરી હતી.અર્ણવે દેશનાં ઘણાં રાજ્યોમાં થયેલી એફઆઈએર રદ કરવાની માગ કરી હતી. અર્ણવ ગોસ્વામી તરફથી સિનિયર વકીલ મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ ભટનાગરે દલીલ કરી હતી. મુંબઈના પોલીસ કમિશનર અર્ણવ ગોસ્વામીને સુરક્ષા પૂરી પાડશે.અર્ણવ ગોસ્વામી તરફથી દલીલ કરતાં મુકુલ રોહતગીએ કહ્યું કે તેમના ક્લાયન્ટ સામે જે ફરિયાદ દાખલ કરાઈ છે, તેનો કોઈ આધાર નથી.રોહતગીએ કહ્યું કે તેમની સામે દાખલ થયેલી એફઆઈઆર પ્રેસની સ્વતંત્રતા દબાવવા માટે છે. "ટીવી પર રાજકીય ચર્ચા થશે, સવાલ પુછાશે."મુકુલ રોહતગીની દલીલનો જવાબ દેતાં સિનિયર વકીલ અને કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતાના નામે તમે સાંપ્રદાયિક નફરત ન ફેલાવી શકો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણવ ગોસ્વામી સામે એફઆઈઆર દાખલ કરી છે.
ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાને પત્ર લખી પોલીસ ફરિયાદ કરી છે.
એમણે આઈપીસીની કમલ 117, 120બી, 153, 153એ, 295એ, 298, 500, 504, 505, 506 અને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટ મુજબ ફરિયાદ કરી છે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલાની શરૂઆત અર્ણવ ગોસ્વામીએ ટીવી કાર્યક્રમમાં સોનિયા ગાંધી અંગે કરેલી એક ટિપ્પણી બાદ થઈ
એ પછી રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણવ ગૌસ્વામીએ કૉંગ્રેસ પર હુમલા કરવાનો આરોપ મૂક્યો હતો.ઘટના ઘટી એ જ દિવસે મોડી રાતે તેઓએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો અને આ આરોપ લગાવ્યો છે.અર્ણવે દાવો કર્યો છે કે જ્યારે તેઓ મુંબઈમાં ઑફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે લોકોએ તેમના પર હુમલો કર્યો.આ વીડિયોમાં હુમલાનો આરોપ લગાવતાં અર્ણવે કહ્યું, "હું ઑફિસથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તા બાઇકસવાર બે ગુંડાએ હુમલો કર્યો. હું મારી કારમાં પત્ની સાથે હતો. હુમલાખોરોએ કાચ તોડવાનો પ્રયાસ કર્યો. તેઓ કૉંગ્રેસના ગુંડા હતા."
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આ મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે.અર્ણવ ગૌસ્વામી પર આરોપ છે કે તેઓએ પોતાના ટીવી પ્રોગ્રામમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કૉંગ્રેસના ઘણા નેતાઓએ અર્ણવ ગૌસ્વામીની ભાષાને લઈને સવાલ ઉઠાવ્યા છે.અર્ણવ ગૌસ્વામીએ વીડિયોમાં આરોપ લગાવ્યો કે તેમના પર હુમલો કરનારા લોકો યૂથ કૉંગ્રેસના કાર્યકરો હતા.અર્ણવ આ વીડિયોમાં આરોપ લગાવે છે કે આ હુમલાખોરોને 'કૉંગ્રેસના મોટા હોદ્દોદારો'એ આદેશ આપીને મોકલ્યા હતા કે મને 'સબક' શીખવે.પાંચ મિનિટના આ વીડિયોમાં અર્ણવ કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ હુમલો કરે છે અને તેમને આ મામલે 'જવાબદાર' ઠેરવે છે. તેમજ એવું પણ કહે છે કે જો તેમની સાથે કંઈ પણ થશે તો તેના માટે માત્ર ને માત્ર સોનિયા ગાંધી જ જવાબદાર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીએસ સિંહદેવનો આરોપ છે કે પોતાની ચેનલના એક કાર્યક્રમ દરમિયાન અર્ણવે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા માટે જાણીજોઈને ભડકાઉ નિવેદન આપ્યું અને સોનિયા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો.
પાલઘરમાં મૉબ લિન્ચિંગ સંબંધિત એક લાઇવ ટીવી કાર્યક્રમમાં અર્ણવ ગૌસ્વામીએ સોનિયા ગાંધીનું નામ લઈને કેટલાય સવાલો કર્યા હતા.
અર્ણવે કહ્યું હતું, "જો કોઈ મૌલવી કે પાદરીની આ રીતે હત્યા થઈ હોત તો શું મીડિયા, સેક્યુલર ગૅંગ અને રાજકીય પાર્ટીઓ આજે શાંત હોત? જો પાદરીઓની હત્યા થઈ હોત તો 'ઇટાલીવાળી એન્ટોનિયા માઇનો', 'ઇટાલીવાલા સોનિયા ગાંધી' આજે ચૂપ રહેત?"
મહારાષ્ટ્રના પાલઘરમાં સુરત જઈ રહેલા બે સાધુ અને તેમના ડ્રાઇવરની ટોળાંએ માર મારીને હત્યા કરી હતી. ટોળાંને તેમની પર ચોર હોવાની શંકા હતી.
અર્ણવના આ નિવેદન બાદ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલમનાથે પણ તેમની નિંદા કરી છે.
તો રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે અર્ણવ સામે કાર્યવાહીની માગી કરી છે અને તેઓએ એડિટર્સ ગિલ્ડને તેમની સામે કડક પગલાં ભરવાં કહ્યું છે.
કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ અર્ણવના આ નિવેદનની નિંદા કરી છે.
તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું- "આ બેહદ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક ન્યૂઝએન્કર સોનિયા ગાંધીનાં મૂલ્યો પર સવાલો ઉઠાવી રહ્યા છે. પોતાના જીવનનો પચાસ વર્ષથી વધુ સમય તેઓ ભારતમાં વિતાવી ચૂક્યાં છે. તેઓએ ઇજ્જત અને કઠોરતાથી પોતાના પ્રિયજનોનાં બલિદાન આપીને એ સાબિત કર્યું છે કે ભારતીય હોવાનો મતલબ શું છે."
તો કર્ણાટકના મુખ્ય મંત્રી રહી ચૂકેલા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ અન્ય ભારતીયની જેમ જ ભારતીય છે.
સોનિયા ગાંધીનો મે 1999નો એક વીડિયો ટ્વીટ કરીને તેઓએ લખ્યું- "સોનિયા ગાંધી અર્ણવ ગૌસ્વામીથી વધુ ભારતીય છે. એક તરફ અર્ણવે ઝેર ઓકીને દેશની ચોથી જાગીરને કમજોર કરી છે, તો સોનિયા ગાંધીએ દેશની એકતા અને ભાઈચારા માટે કામ કર્યું છે."
"પત્રકારત્વ એક સન્માનજનક કામ છે, તેના માધ્યમથી લોકો લોકંતત્રના ત્રણ સ્તંભ વિશે જાણી શકે છે અને વિચારી શકે છે. પરંતુ અર્ણવ ગૌસ્વામી અને રિપબ્લિક ટીવી એ વાતનું ઉદાહરણ છે કે પત્રકારત્વ કેવી રીતે ન કરવું જોઈએ."
કૉંગ્રેસની તીખા પ્રતિક્રિયા પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સોનિયા ગાંધી પર હુમલો કર્યો છે
તેઓએ કહ્યું, "સોનિયા ગાંધીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ભગવાન રામનું કોઈ અસ્તિત્વ નથી. સોનિયા ગાંધી ન રામને પસંદ કરે છે, ન રામભક્તોને."
ભાજપ આઈટી સેલના પ્રમુખે કહ્યું કે કૉંગ્રેસ સાચું બોલવા પર અર્ણવ ગૌસ્વામી પર હુમલો કરી રહી છે.
તેઓએ ટ્વિટર પર લખ્યું- વિકી કેબલ અનુસાર વર્ષ 2013માં સોનિયા ગાંધી ઓડિશા અને કર્ણાટકમાં બજરંગદળ પર રોક લગાવવાની માગ કરી રહ્યાં હતાં. પરંતુ એમકે નારાયણનના એમ કહેવાથી તેઓ પાછાં હઠ્યાં હતાં કે તેમની કોશિશ ઈસાઈ લોકોના ધર્માંતરણના વિરોધમાં હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો