કોરોના વાઇરસ : રામાયણના પુનઃપ્રસારણ પાછળ મોદી સરકારની રાજકીય ગણતરી?

ઇમેજ સ્રોત, RAMANAND SAGAR PRODUCTIONS
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે શુક્રવારે (તા.27 માર્ચ)ના ટ્વીટ કરીને જાહેર કર્યું કે 'લોકલાગણી'ને માન આપીને દૂરદર્શન દ્વારા શનિવારથી ધારાવાહિક 'રામાયણ'નું પુનઃપ્રસારણ કરવામાં આવશે.
આ સિવાય જાવડેકરે ડી.ડી. ભારતી ઉપર બપોરે 12 વાગ્યે તથા સાંજે સાત વાગ્યે દરરોજ 'મહાભારત'ના બે ઍપિસોડ દર્શાવવાની જાહેરાત કરી. શનિવારે સવારે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે દરેક કેબલ ઑપરેટર માટે દૂરદર્શનનું પ્રસારણ કરવું જરૂરી છે અને જો તેઓ પ્રસારિત ન કરે તો તેમની ફરિયાદ પણ કરી શકાશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્ર સરકાર દ્વારા તા. 25મી માર્ચથી 21 દિવસ માટે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી. જેમણે 1980નો દાયકો જોયો હશે, તેમને યાદ હશે કે કેવી રીતે આ ધાર્મિક ધારાવાહિકોના પ્રસારણ સમયે 'કર્ફ્યુ' જેવો માહોલ સર્જાઈ જતો.
આ સાથે જ ફરી એક વખત ચર્ચા ઊભી થઈ છે કે જે રીતે રામજન્મભૂમિ-આંદોલન સમયે ધારાવાહિકે જે 'માહોલ' ઊભો કર્યો હતો, તેવું જ વાતાવરણ પુનઃપ્રસારણ કરીને વર્તમાન મોદી સરકાર રામમંદિરના નિર્માણ માટે કરવા માગે છે કે કેમ?


- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

'રામાયણ' અને 'મહાભારત' જ કેમ?

ઇમેજ સ્રોત, Ramanand Sagar Productions
અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશીકર કહે છે:
"પબ્લિક બ્રૉડકાસ્ટર હોવાને નાતે 21 દિવસના લૉકડાઉનના સમય દરમિયાન જનતાને માહિતી આપવાની સાથે મનોરંજન પૂરું પાડવું એ દૂરદર્શનની ફરજ છે."
લગભગ અઢી દાયકાથી કૉમ્યુનિકેશન સાથે સંકળાયેલા ડૉ. કાશીકરના મતે બંને મૅગા સિરિયલ 'મૂલ્ય સાથે મનોરંજન' પૂરું પાડે છે અને તેની લોકપ્રિયતા અગાઉ અનેક વખત પુરવાર થઈ ચૂકી છે.
દૂરદર્શન પાસે 'બુનિયાદ' અને 'નુક્કડ' જેવી ક્લાસિક સિરિયલના વિકલ્પ પણ છે, પરંતુ તે કદાચ આજની પેઢીને ન આકર્ષે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
બીજી બાજુ, 'રામાયણ' અને 'મહાભારત' એમ બંને સિરિયલમાં 'અસત્ય પર સત્યના વિજય'ની વાત હોવાથી તે અબાલવૃદ્ધ સૌકોઈને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. તેઓ પુનઃપ્રસારણની પાછળ સરકારની રાજકીય ગણતરીની શક્યતાને નકારે છે.
બીબીસી ગુજરાતીએ જ્યારે ડૉ. કાશીકર સાથે વાત કરી, ત્યારે તેઓ દૂરદર્શન ઉપર પ્રસારિત 'રામાયણ' સિરિયલ જ જોઈ રહ્યા હતા.
'રામાયણ'એ ટેલિવિઝન પર ધારાવાહિકનું સ્વરૂપ ધારણ કર્યું, તે પહેલાં નૃત્યનાટિકા, કઠપૂતળી કે 'રામલીલા'ના સ્વરૂપમાં ગ્રામીણ ભારતમાં તેનું મંચન થતું, જેમાં મનોરંજન અને બોધ પણ રહેતા.
1987- '88 દરમિયાન 45 મિનિટનો એક એવાં 78 એપિસોડનું પ્રસારણ થયું હતું.
રામાયણ, રથયાત્રા અને અયોધ્યા
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું,
"દૂરદર્શનની બંને સિરિયલ 'રામાયણ' અને 'મહાભારત' પ્રત્યે જનતાનો પ્રતિસાદ ભાવનાત્મક હતો, પરંતુ પાછળથી તેનો ઉપયોગ રાજકીય રીતે થયો હતો."
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા તેની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીને તેમાં તક દેખાઈ. રામમંદિર-આંદોલને વધુ વેગ પકડ્યો.
પ્રો. શાહ ઉમેરે છે, "1980ના દાયકાના અંતભાગમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા (સપ્ટેમ્બર-ઑક્ટોબર 1990) જે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ સુધી દોરી ગઈ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં મીડિયા સ્ટડીઝના પ્રોફેસર અરવિંદ રાજગોપાલના મતે, "ભારત બિનસાંપ્રદાયિક દેશ છે એટલે સરકારી પ્રસારણકર્તા 'દૂરદર્શન' દ્વારા ધર્મવિશેષ માટે પક્ષપાત ન રાખી શકે."
"પરંતુ જ્યારે સરકારે 'રામાયણ'નું પ્રસારણ કરવાનું નક્કી કર્યું, ત્યારે દાયકાઓ જૂની પ્રથા તૂટી ગઈ. આ ધારાવાહિકે દેશ એક હોવાની ભાવના ઊભી કરી, જે હિંદુ જાગૃતિના વિચારને પ્રતિપાદિત કરે છે."
ડિસેમ્બર-1992માં અયોધ્યા ખાતે 16મી સદીમાં નિર્મિત બાબરી મસ્જિદને તોડી પડાઈ. જેના પગલે ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં કોમી હિંસા ફાટી નીકળી, જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યાં.
માર્ચ-1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ થયાં, જેમાં 300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં અને 140 થી વધુ ઘાયલ થયા. સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું કે દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીઓએ મુંબઈ બ્લાસ્ટ્સમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, જે 'ડિસેમ્બર-1992ના બદલા'ની કાર્યવાહી હતી.
રામ કે નામ

ઇમેજ સ્રોત, Ramanand Sagar Productions
રામજન્મભૂમિ-આંદોલન સમયે દેશભરમાં હિંદુવાદી સંગઠનોના સ્વયંસેવકો ધારાવાહિક 'રામાયણ'ના રામ અને લક્ષ્મણના પરિધાન ધારણ કરીને 'અયોધ્યામાં એક ઈંટ' અને 'એક રૂપિયો આપનો' જેવા અભિયાન ચલાવ્યાં.
ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવનારા અરૂણ ગોવિલે એ પછીની ચૂંટણીઓમાં ભાજપ-કૉંગ્રેસ માટે પ્રચાર કર્યો. એવી ચર્ચા હતી કે ગત લોકસભા ચૂંટણી દરમિયાન તેઓ ઇંદૌરની બેઠક ઉપરથી કૉંગ્રસના ઉમેદવાર બનશે.
સિરિયલમાં સીતાનું પાત્ર ભજવનારાં દીપિકા ચિખલિયા બરોડાની બેઠક ઉપરથી ભાજપની ટિકિટ ઉપર સંસદસભ્ય બન્યાં.
એ લોકસભામાં જ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી પણ ગુજરાતની સાબરકાંઠા બેઠક ઉપરથી ભાજપની ટિકિટ ઉપર સંસદસભ્ય બન્યા.

રામ, રામાયણ અને રાજ
એ સમયની કૉંગ્રેસ સરકારે 'રામાયણ'નું પ્રસારણ કર્યું હોવાની વાત આગળ કરીને મત માગ્યા હતા,પરંતુ તેનો ખાસ્સો લાભ ભાજપને થયો.
અયોધ્યામાં બાબરી મસ્જિદધ્વંસના ચાર વર્ષમાં વર્ષ 1996માં પ્રથમ વખત ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર બની. ત્યારબાદ 2014 અને 2019માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પૂર્ણ બહુમતવાળી સરકાર બની.
વર્તમાન ગૃહપ્રધાન દેશના ઘડવૈયાઓએ 'રામરાજ'ની કલ્પના કરી હતી અને મોદી સરકાર તેને સાકાર કરવા માટે કાર્યરત છે.
વર્ષ 2019માં સર્વોચ્ચ અદાલતે હિંદુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપતાં, અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ પ્રશસ્ત થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અયોધ્યામાં 'ભવ્ય રામમંદિર'ના નિર્માણની વાત કરી ચૂક્યા છે.
એકતાનો આડકતરો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
શું બંને ધારાવાહિકોનાં પુનઃપ્રસારણ દ્વારા મંદિરનિર્માણ માટે જુવાળ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ?
પ્રો. શાહના મતે, "દલિત, અધર બૅકવર્ડ ક્લાસ તથા બ્રાહ્મણ મતોને એક કરીને ઉત્તર પ્રદેશ તથા કેન્દ્રમાં ભાજપને સત્તા મળી છે. પરંતુ દેશની સામે બેકારી, બીમાર અર્થતંત્ર અને કોરોના જેવી અનેક સમસ્યાઓ જડબું ફાડીને ઊભી છે."
"કોરોના સામે કેન્દ્ર સરકારે પગલાં ભર્યાં છે, પૅકેજ જાહેર કર્યું છે, પરંતુ તે પર્યાપ્ત છે કે કેમ તથા તેની કી અસર થઈ, તેની સમીક્ષા લૉકડાઉન પછી જ થઈ શકશે."
ગુજરાતમાં જિગ્નેશ મેવાણી તથા ઉત્તર પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદનાં નેતૃત્વમાં દલિતોનો રાજ્ય તથા કેન્દ્ર સરકાર પ્રત્યેનો અસંતોષ વધી રહ્યો છે, ત્યારે સમસ્યાઓને કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
પ્રો. શાહ માને છે, 'હિન્દુમતોને એક રાખવાનું કામ સંઘ અને ભાજપ અવિરતપણે કરતા રહ્યા છે અને કરતા રહેશે, આ ધારાવાહિક પણ એ દિશાનું જ એક અપ્રત્યક્ષ પગલું છે. આ એક ઉભરો છે, જો કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું તો ટૂંકસમયમાં સમી જશે.'
ક્રેઝની કહાણીઓ

ઇમેજ સ્રોત, Ramanand Sagar Productions
પ્રો. રાજગોપાલે ગતવર્ષે બીબીસીને જણાવ્યું, "ઉત્તર ભારતમાં રામાયણનાં પ્રસારણ સમયે જનજીવન ઠપ થઈ જતું. સ્ટેશન પર ટ્રેનો ઊભી રહી જતી, બસો અટકી જતી અને મુસાફરો ઉતરી જતાં. રસ્તા ઉપર જ્યાં ક્યાંય ટીવી જોવાં મળે ત્યાં મોટી સંખ્યામાં એકઠાં થઈ જતાં."
"કશું સંભળાતું કે દેખાતું ન હોય તો પણ, ત્યાં હાજર રહેવું મહત્ત્વપૂર્ણ હતું."
બીબીસી સંવાદદાતા સૌતિક બિશ્વાસના કહેવા પ્રમાણે, "એ સમયે રવિવારે સવારે રસ્તા સૂમસામ ભાસતાં, દુકાનો બંધ રહેતી. સિરિયલ શરૂ થાય તે પહેલાં લોકો સ્નાન ઇત્યાદિ પતાવીને ટીવીને હાર ચડાવતા."
બીબીસીના રાહુલ વર્માએ 2019માં લખ્યું કે મારા દાદી 'રામાયણ'નાં પ્રસારણ પહેલાં ઘરમાં દીવા-અગરબતી કરતાં અને પૂજાપાઠનો ક્રમ પતાવી લેતાં. પ્રસાણર પહેલાં તેઓ ઘરમાં જમીન ઉપર ખુલ્લાંપગે બેસતાં અને માથે ચુન્ની ઓઢતાં. પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે આ કાર્યક્રમને માણતી.
રામ, રામાયણ અને રામરસ
- રામાયણ સિરિયલ પહેલાં ખાસ નોંધ દ્વારા જણાવવામાં આવતું હતું કે 'આ ધારાવાહિક માટે અલગ-અલગ રામાયણ'નો આધાર લેવામાં આવ્યો છે.
- 14 વર્ષના વનવાસ બાદ રામ, સીતા તથા લક્ષ્મણના અયોધ્યામાં પુનરાગમનને હિંદુ, જૈન તથા શીખ દિવાળીના તહેવાર તરીકે ઉજવે છે. ગુજરાતમાં હિંદુઓ દિવાળીના બીજા વર્ષને નવવર્ષ તરીકે ઉજવે છે.
- રામાયણનું કેન્દ્રવર્તી પાત્ર રામ છે, જે હિન્દુ માન્યતા પ્રમાણે, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા.
- મહાભારતની મધ્યવર્તી કહાણી કૌરવો અને પાંડવોની છે, પરંતુ તેમાં કૃષ્ણની ભૂમિકા ચાવીરૂપ છે. હિન્દુઓની માન્યતા છે કે તેઓ વિષ્ણુનો આઠમો અવતાર હતા.

ફરી રામરસને જગાડશે રામાયણ?

- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો

એ સમયે કેન્દ્ર સરકારને અધીન દૂરદર્શન દ્વારા રામાનંદ સાગર દ્વારા નિર્મિત-નિર્દેશિત 'રામાયણ'ના પ્રસારણ સમયે રસ્તા ઉપર સોંપો પડી જતો.
લોકો સપરિવાર ટીવી સામે ગોઠવાઈ જતાં અને જેમની પાસે પોતાનું ટીવી ન હતું, તેઓ પાડોશી કે સગાંસબંધીના ઘરે જઈ સિરિયલ નિહાળતાં.
1980ના દાયકામાં જ્યારે પ્રથમ વખત રામાયણનું પ્રસારણ થયું, ત્યારે આઠથી દસ કરોડ લોકો તેને નિહાળતા, મતલબ કે સરેરાશ આઠમાંથી એક વ્યક્તિ.
1980ના દાયકામાં દૂરદર્શન ઉપર 'રામાયણ ' સમાપ્ત થઈ, તે પછી તા. 7મી ઑગસ્ટ 1988ના દિવસે અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ' (પેજ નંબર 16) ઉપર શૈલજા બાજપેયીએ લખ્યું :
"અગાઉ ક્યારેય નથી થયું અને કદાચ ભવિષ્યમાં થશે પણ નહીં થાય. કન્યાકુમારીથી કાશ્મીર અને ગુજરાતથી લઈને ગોરખપુર સુધી લાખો-કરોડો લોકોએ ઊભાં-ઊભાં કે ઘૂંટણભેર સિરિયલ જોઈ છે."
ઉદારીકરણ પહેલાંનાં એ સમયમાં જનતા પાસે સરકાર દ્વારા નિયંત્રિત દૂરદર્શન એકમાત્ર મનોરંજનનું સાધન હતું. એટલે 'રામાયણ' રાષ્ટ્રવ્યાપી કામણ પાથરી શક્યું હતું.
આજે અનેક ચેનલ, સોશિલ મીડિયા પ્લૅટફૉર્મ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હૉટસ્ટાર જેવી ઍપ્સની ભરમાર વચ્ચે 'રામાયણ'નો ક્રેઝ જનતામાં યથાવત્ છે કે કેમ, તે જોવું રહ્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












