મોડાસાના સાયરાનો દલિત યુવતીનો કેસ એ ગૅંગરેપ કે મર્ડર નથી : ગુજરાત પોલીસ SIT

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર અને બાદમાં કથિત હત્યાના મામલે પોલીસે કહ્યું છે કે પીડિતા સાથે દુષ્કર્મનાં પુરાવા મળ્યા નથી.

પોલીસે કહ્યું છે કે ફૉરેન્સિક રિપોર્ટ પ્રમાણે દુષ્કર્મ થયું હોવાનું જણાયું નથી.

ફૉરેન્સિક રિપોર્ટ મુજબ પીડિતાના વસ્ત્રો કે શરીરના કોઈ અંગ ઉપર વીર્ય કે લાળની હાજરી મળી નથી.

જાન્યુઆરીમાં સામે આવેલ આ કેસને લઈને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચા થઈ હતી. તેની તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી હતી અને ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી.

સીઆઈડી ક્રાઇમના વિશેષ તપાસ દળના વડા ગૌતમ પરમારે કહ્યું કે, ફૉરેન્સિક અને પોસ્ટમૉર્ટમના આધારે થયેલી તપાસમાં દુષ્કર્મ થયું હોવાના પુરાવા નથી મળ્યા.

મોડાસામાં રહેતાં એક દલિત યુવતી પહેલી જાન્યુઆરીએ ગુમ થયાં બાદ પાંચ જાન્યુઆરીએ તેમનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

આ કેસની ફરિયાદ પોલીસે 7 જાન્યુઆરીએ નોંધી હતી. જોકે ત્યાં સુધી આખા રાજ્યમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળ્યો હતો.

line

આ હત્યા નહીં આત્મહત્યા

પોલીસ અધિકારી

પોલીસનું કહેવું છે કે શરીર પર થયેલી ઈજા, પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને ફૉરેન્સિક તપાસ, મોબાઇલથી સ્પષ્ટ થાય છે કે પીડિતાને સામૂહિક દુષ્કર્મ કર્યા પછી હત્યા કરીને ઝાડ પર લટકાવવામાં આવી તે વાતની પૃષ્ટિ થઈ નથી.

પોલીસ મુજબ મોબાઇલ કૉલ રિકૉર્ડિંગની વાતચીત, એસએમએસ અને કૉલ ડિટેઇલ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

પોલીસે કહ્યું કે, તમામ સાંયોગિક પુરાવાઓ અને તપાસના આધારે મૈત્રી સંબંધ બાંધી પીડિતાનો પીછો છોડાવવા મિત્ર વર્તુળમાં બદનામ થાય તેવું કૃત્ય કરી, તરછોડી પીડિતાને અત્યંત હતાશ મનોદશામાં મૂકી આત્મહત્યા કરવા માટે પ્રેરણા કરવા માટે આરોપી બિમલ ભરવાડ સામે કેસ નોંધવામાં આવશે.

પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓ દર્શન ભરવાડ તથા જીગર પરમારને ક્લીન ચિટ આપી છે.

પોલીસે કહ્યું કે પીડિતા સાથે તેમની મૈત્રી હતી પરંતુ તેમનો આ કેસમાં તેમની કોઈ ભૂમિકા જણાતી નથી.

પોલીસે પીડિતાની બહેનને ટાંકીને કહ્યું કે, આ કેસમાં ફરાર થયેલ એક આરોપી સતીષ ભરવાડ નામનો કોઈ શખ્સ છે જ નહીં. પોલીસનું કહેવું છે કે બિમલ ભરવાડે યુવતીથી સંતાઈ રહેવા માટે પીડિતાને સતીશ ભરવાડ તરીકેનું નામ મોબાઇલ ફોનમાં સેવ કરવા માટે કહ્યું હતું તેવું પીડિતાનાં બહેનનું કહેવું છે.

પોલીસ પ્રમાણે બિમલ ભરવાડનું લગ્ન થયેલું હતું પરંતુ તેના પીડિતાની સાથે પણ સંબંધ હતો અને પીડિતાએ બધી વાત બિમલનાં પત્નીને કરી દેવાની ધમકી આપી હતી.

line

શું હતો કેસ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મોડાસામાં રહેતાં 19 વર્ષનાં એક દલિત યુવતી પહેલી જાન્યુઆરીથી લાપતા થયાં હતાં.

તેમના પરિવારજનોએ 2 જાન્યુઆરીથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની શરુઆત કરી હતી, પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો.

પરિવારજનોએ આ છોકરીને એક કારમાં અમુક શખ્સોએ અપહરણ કરી રહ્યા હોય, તે દર્શાવતો વીડિયો આપ્યા છતાં પણ પોલીસે યોગ્ય કામગીરી કરી ન હોવાનો દાવો કર્યો હતો.

એ પછી 4 જાન્યુઆરીએ પરિવારજનોને પોલીસ સ્ટેશનની હદનો સવાલ દર્શાવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનથી મોડાસા ગ્રામીણ પોલીસ સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી.

5 જાન્યુઆરીએ લાપતા થયેલાં યુવતીનો મૃતદેહ પાસેના જ એક વેરાન રસ્તા પર એક જૂના વડ પર લટકતો જોવા મળ્યો હતો.

મોડાસામાં પોલીસ

એ પછી દલિત સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારજનો અને લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી 4 આરોપીઓ ઉપરાંત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સામે પણ ફરિયાદ નોંધવાની માગણી કરી હતી.

આખરે 7 જાન્યુઆરીએ ફરિયાદ નોંધવામાં આવી હતી.

FIRમાં મૃતકના પરિવારજનોએ જે વિગતો નોંધાવી છે, તે પ્રમાણે 3 જાન્યુઆરીએ પરિવારજનોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં નોંધાયું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. રબારીએ પરિવારજનો વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને ખબર છે કે તેમની દીકરી ક્યાં છે.

પરિવારજનોના કહેવા મુજબ એન. કે. રબારીએ તેમને કહ્યું હતું કે તેમની દીકરીએ તેમના જ સમાજના એક છોકરા સાથે લગ્ન કરી લીધાં છે, અને તે જ્યાં છે ત્યાં સુરક્ષિત છે.

તેમણે પરિવારજનોને એ પણ કહ્યું હતું તે દીકરીની સલામતીની જવાબદારી તેમની છે.

જોકે, તેના બે દિવસ બાદ આ છોકરીનો મૃતદેહ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફરિયાદ મુજબ બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર નામના શખ્સો આરોપી બનાવાયા હતા અને આ તમામ લોકો મોડાસાના રહેવાસી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો