You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભુજ કૉલેજ કેસ : 'આ વિદ્યાર્થિનીઓ રેપપીડિતા જેવા ટ્રોમામાંથી પસાર થશે'
- લેેખક, મીના મહેતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહિલા પર રેપ થયા બાદ જે ટ્રોમામાંથી પસાર થાય છે તેવા જ ટ્રોમામાં કચ્છની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓ આ મહિલાઓ પસાર થશે. કપડાં ઉતારીને જે વિદ્યાર્થીઓના માસિકધર્મની તપાસ કરવામાં આવી છે તેમની પર માનસિક રેપ જ થયો છે.
તેમને આખી જિંદગી આ દ્રશ્યો તેમની નજર સમક્ષ દેખાશે.
કચ્છમાં વિદ્યાર્થિનીઓ સાથે થયેલી ઘટના ખૂબ જ ખરાબ છે.
આવી રીતે વિદ્યાર્થિનીઓને જાહેરમાં ઉભી રાખીને પુછવું અને તેની તપાસ કરવી એ યોગ્ય બાબત નથી.
આપ વિદ્યાર્થિનીઓને સાઇડ પર ઊભી રાખીને પૂછી શકો છો? તમે આ મહિલાઓને શાંતિથી એકાંતમાં પૂછી શકો છો? મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે.
ધાર્મિક સંસ્થા હોય તો તેના નિયમોને ધ્યાનમાં રાખી કહી શકો છો કે આપણી સંસ્થામાં આ રીતે પાળવામાં આવે છે તો તમારે પાળવું જોઈએ. પરંતુ આ લોકોએ કરેલું કામ યોગ્ય નથી.
વિપરિત મોટાએ કહેવું જોઈએ કે તમે સાચું બોલી જાવ.
પહેલાંના સમયમાં મહિલાઓએ શારીરિક શ્રમ વધારે થાય તેવાં ઘણાં કામ કરવાનાં થતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેના કારણે મહિલાઓ માટે આકરું કામ કરવું અઘરું બની જતું માટે માસિકધર્મમાં હોય ત્યારે મહિલાઓને આરામ આપવામાં આવતો હતો.
ત્યારબાદ તેનો ધર્મના આધારે અમલ કરાવવામાં આવ્યો. પરંતુ હવે આપણે ઘણું આગળ નીકળી ગયા છીએ. હવે પહેલાં જેવું નથી.
તમારે માસિકધર્મ પાળવો કે નહીં તે તમારી અંગત પસંદગી છે. પરંતુ આ પ્રકારે તમે કોઈ મહિલાને ઉભી રાખી તપાસો એ સંપૂર્ણપણે ખરાબ બાબત છે.
ત્યારબાદ તેનો ધર્મના આધારે અમલ કરાવવામાં આવ્યો, પરંતુ હવે આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ, પહેલાં જેવી સ્થિતિ નથી.
માસિકધર્મ પાળવો કે નહીં એ મહિલાની અંગત પસંદગીનો વિષય છે. આ મામલે આ રીતે મહિલાને ઊભી રાખીને તપાસવી તેને કેવી રીતે ઉચિત ગણાવી શકાય?
શું માસિકધર્મમાં હોય તે સ્ત્રી પાપડને અડે તો પાપડ લાલ થઈ જાય છે? શું જે મહિલા પાસેથી શાકભાજી ખરીદો છો તેને પૂછો છો કે તમે પિરિયડ્સમાં છો કે નહીં?
માસિકધર્મવાળી મહિલા અથાણાંને અડે તો તે બગડતું નથી પરંતુ ભીનો ચમચો નાખો તો બગડે છે. પિરિયડ અંગે લોકોની માનસિકતા કૂવાના દેડકા જેવી જ છે.
આ બધી વિદ્યાર્થિનીઓ હજુ તો બાળક છે. છોકરીઓ રેપ થયા પછી જે માનસિક તણાવમાંથી પસાર થાય છે એટલા જ માનસિક તણાવમાંથી આ વિદ્યાર્થિનીઓ પસાર થશે.
મહિલાઓને પોતાના પ્રત્યે નફરત થઈ જશે. અનેક મજબૂરીઓને કારણે આવી ઘટનાઓ સામે મહિલાઓ ખૂલીને બોલતી નથી.
રેપ અંગેનો ફકરો પણ હું વાંચી શકું નહીં આ આવી જ ઘટના છે.
પિરિયડ્સને લઈને ઘણી બધી જાગૃતતા લાવવાની જરૂરિયાત છે. આ અંગે બહુ ઓછી ચર્ચા ચાલી રહી છે. મોટી ડંફાસો મારવાથી આ વસ્તુનું સમાધાન નહીં આવે.
સાત વર્ષથી પૅડ માટે હું કૅમ્પેન કરું છું છતાં પણ લોકો તેને પ્રાધાન્ય આપતા નથી.
આજે પણ હું જે છોકરીઓને પૅડ આપું છું તેમને આવતા મહિને નહીં આપું તો તે છોકરીઓ પૅડ ખરીદશે નહીં. તેમનાં માતા તેને પૅડ નહીં લાવી આપે.
(લેખિકા સુરતમાં છેલ્લાં સાત વર્ષથી સૅનિટરી પૅડના વિતરણ અને જાગૃતિ માટે કામ કરે છે. તેઓ 'પૅડ દાદી'ના નામથી જાણીતાં છે. લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
(બીબીસી ગુજરાતીના જીગર ભટ્ટ સાથે થયેલી વાતચીતના આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો