You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Income Tax : ઇન્કમટૅક્સના જૂના અને નવા સ્લૅબમાં શું ફરક છે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પોતાનું બીજું બજેટ રજૂ કર્યું. તેમણે ઇન્કમટૅક્સના દરમાં કેટલાંક ફેરફાર કર્યા છે.
સરકારે કરદાતાઓને રિટર્ન ભરવા માટે બે પ્રકારના વિકલ્પ આપ્યા છે.
હવે આ કરદાતાએ નક્કી કરવાનું છે કે તે ટૅક્સમાં છૂટ મેળવવાની સાથે જૂના ટૅક્સસ્લૅબ પ્રમાણે રિટર્ન ભરે અથવા પછી છૂટછાટ વિનાના ટૅક્સવાળા નવા નિયમ હેઠળ ભરે.
બીબીસી સંવાદદાતા દિનેશ ઉપ્રેતીએ ટૅક્સ-ઍક્સ્પર્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડી. કે. મિશ્રા પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો કે સામાન્ય કરદાતા આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે.
ટૅક્સવ્યવસ્થામાં શું બદલાયું?
એક રીતે એક ગણિત તૈયાર કરવામાં આવ્યું છે. નવી સ્કીમનો લાભ એમને જ મળશે, જેમણે કોઈ પ્રકારનું રોકાણ કર્યું નથી.
સામાન્ય રીતે જે પણ આ ઇન્કમટૅક્સની સીમામાં હોય, તેઓ દસ લાખ અથવા 15 લાખ રૂપિયાની વાર્ષિક આવકના દાયરામાં આવતા હોય, તેમની પાસે કેટલીક બચત યોજનાઓ પહેલાંથી જ હોય છે.
સરકારે ફેરફારના રૂપમાં એક નવી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, આ વૈકલ્પિક વ્યવસ્થામાં એમ કહેવામાં આવ્યું છે કે પહેલાં તમે જે તમામ છૂટછાટ લેતા હતા, તે છોડી દેશો તો તમારે ટૅક્સ ઓછો આપવો પડશે.
નવી વૈકલ્પિક વ્યવસ્થામાં ચારથી પાંચ ટૅક્સસ્લૅબ બનાવી દેવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ લાખ રૂપિયાથી સાડા સાત લાખ રૂપિયાની આવક પર પહેલાં 20 ટકા ટૅક્સ ભરવાનો હતો, હવે તેને ઘટાડીને દસ ટકા કરવામાં આવ્યો છે.
આ રીતે સાડા સાત લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પહેલાં 20 ટકાના દરે ટૅક્સ ભરવાનો થતો હતો, હવે 15 ટકાના દરથી ટૅક્સ ભરવો પડશે.
દસ લાખથી 15 લાખ માટે જે સ્લૅબ પહેલાં 30 ટકાનો હતો, તેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
દસ લાખથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારે 20 ટકાના દરે ટૅક્સ આપવો પડશે અને 12.5 લાખથી 15 લાખ રૂપિયા સુધીની આવકવાળાને 25 ટકા ટૅક્સ આપવો પડશે.
15 લાખની આવક ઉપર પહેલાં પણ 30 ટકા ટૅક્સ હતો, તેને હાલ 30 ટકાના દરે ટૅક્સ આપવો પડશે, પરંતુ આ બધા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
અઢી લાખ સુધીની આવક પર પહેલાં કોઈ ટૅક્સ આપવો નહોતો પડતો, હવે પાંચ લાખ સુધીની આવક પર કોઈ ટૅક્સ આપવો નહીં પડે.
કરદાતાઓનું શું બચશે?
તમે એ સવાલ પૂછી શકો છો કે કોઈની સાડા સાત લાખ રૂપિયાની આવક હોય તો જૂની સ્કીમ અને નવી સ્કીમ મુજબ તેની બચત પર શું અસર પડશે.
માની લઈએ કે જૂની વ્યવસ્થામાં કોઈ વ્યક્તિ બચત નહોતી કરતી, તો તેમને અઢી લાખની આવક પર 20 ટકાના દરે કદાચ 50 હજાર રૂપિયાનો ટૅક્સ ભરવાનો થતો હતો.
હવે કારણ કે તે ટૅક્સ 10 ટકા કરી દેવામાં આવ્યો છે તો તેમને અઢી લાખની આવક પર 25 હજાર રૂપિયા ટૅક્સ તરીકે ભરવા પડશે.
એનો અર્થ એ થાય છે કે કરદાતાને હવે 25 હજાર રૂપિયાની બચી જશે પણ શરત એટલી જ છે કે તે કોઈ પ્રકારનું રોકાણ કરતા ન હોય તો જ આ લાભ મળે.
નવી સ્કીમ કોના માટે છે?
નાણામંત્રીએ કહ્યું કે નવી વ્યવસ્થા તેમના માટે છે જે વધારે લખવા-વાંચવા માગતા નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવા માગતા નથી.
આમ તો આ વાત સાથે સહમત થવું મુશ્કેલ છે. સવાલ એ છે કે કરદાતાઓને ટૅક્સમાંથી લાભ મળવો જોઈએ તે કોઈની પાસે જઈને મળે અથવા તેના વિના મળે.
કોઈને થોડી ફી આપીને લાભ મળી શકે છે અને આ છૂટ કોઈ એવી છૂટ નથી જેમાં ઘણી બધી જટિલતા હોય.
રોજબરોજની જિંદગીમાં તમે ટ્યૂશન-ફી આપો છો, તમે પગારવાળા કર્મચારી છો તો તમારું પ્રૉવિડન્ડ ફંડ કપાય છે.
તમે ઘર બનાવવા માટે લૉન લીધી છે તો તમે દરેક મહિને તેના હપ્તા ભરો જ છો, તેનું કોઈ કૅલ્ક્યુલેશન નથી, તમને બૅંકમાંથી એક ઇન્સ્ટન્ટ સર્ટિફિકેટ મળી જાય છે.
ઇન્કમટૅક્સ એક્ટની કલમ 80(સી) હેઠળ આ તમામ છૂટછાટ કરદાતાઓને પહેલાંથી મળતી રહે છે. હવે તમારે આ છૂટછાટને છોડવી પડશે.
આ પ્રકારે પહેલાં બૅન્કમાંથી મળતાં 10 હજાર રૂપિયા સુધીની વ્યાજ પર છૂટ મળતી હતી, વરિષ્ઠ નાગરિકોને વધારે છૂટ મળે છે.
નવી વ્યવસ્થા અપનાવવા માટે હવે એ છૂટ છોડવી પડશે. આમાં વ્યક્તિગત ટૅક્સની જવાબદારી નક્કી કરવા માટે કોઈ મોટા હિસાબ-કિતાબની જરૂર નથી.
નવી વ્યવસ્થામાં કરદાતાઓને ટૅક્સ બચાવવાનો વિકલ્પ છોડવો પડશે. મને એ લાગે છે કે જે લોકો રોકાણ કરે છે, અથવા જેનું રોકાણ પહેલાંથી જ ચાલી આવી રહ્યું છે, તે ઇચ્છશે કે તેમનું રોકાણ ચાલતું રહે અને તેમને આ નવી વ્યવસ્થામાં કોઈ ફાયદો નથી થવાનો.
હવે જે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કદાચ નવી કર વ્યવસ્થા સ્વીકારવા કેટલાક લોકોને નુકસાન થઈ જાય.
ડિવિડન્ડ-ટૅક્સ ખતમ કરવાનો અર્થ
નાણામંત્રીએ પોતાના બજેટના ભાષણમાં ડિવિડન્ડ-ટૅક્સ ખતમ કરવાની જાહેરાત કરી છે. આ ઘોષણાના કેટલાક સમય પછી શૅરબજાર તૂટી પડ્યું.
કૉર્પોરેટ જગત પહેલાંથી જ ડિવિડન્ડ-ટૅક્સનો વિરોધ કરી રહ્યું હતું. પરંતુ સરકારે આ ટૅક્સને હઠાવીને આને સામાન્ય રોકાણકર પર શિફ્ટ કરી દીધો છે.
હવે તમે આ વાતને સમજો કે કૉર્પોરેટ પાસેથી જે પણ ઇન્કમ થાય છે, તેના પર કંપનીઓ પહેલાંથી ટૅક્સ આપે છે પછી તેનું વિતરણ થાય છે.
ડિવિડન્ડ-ટૅક્સને બીજી કર વ્યવસ્થાવાળું માનવામાં આવતું હતું. એટલે કે એક જ ઇન્કમ પર બે વખત ટૅક્સ લેવામાં આવી રહ્યો હતો.
એક વખત તો કંપની કૉર્પોરેટ-ટૅક્સ આપી રહી છે, બીજી વખત જ્યારે તે પોતાના શૅરધારકોનો લાભ વેચતી વખતે ડિવિડન્ડ-ટૅક્સ કાપીને પરત કરતી હતી.
હવે સરકારે એમ કહ્યું છે કે લાભ મેળવનાર શૅરહોલ્ડર ડિવિડન્ડ-ટૅક્સ ચૂકવશે. એનો અર્થ એ થાય કે આ પૈસા પર બે વખત ટૅક્સ ચૂકવવો પડશે.
પહેલી વખત કંપની ચૂકવશે, બીજી વખત શૅરહોલ્ડર. એવું લાગે છે કે શૅરમાર્કેટને એ વાત યોગ્ય લાગી નથી. તેને ટૅક્સસિસ્ટમમાં ખાઈને ડિવિડન્ડ-ટૅક્સના મામલામાં ફેરફાર તરીકે જોવામાં નથી આવ્યો.
હા, એ છે કે કંપની પર બોજ થોડો ઓછો થયો છે પરંતુ બજારે આને બહુ હકારાત્મક લીધું નથી.
નવું ટૅક્સફૉર્મ કેવું હશે?
આશા કરવામાં આવી રહી છે કે નવું ટૅક્સફૉર્મ સામાન્ય હોવું જોઈએ. જોકે હાલ આનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
મને લાગે છે કે નવી ટૅક્સવ્યવસ્થાનું ફૉર્મ સરળ હશે કારણ કે ત્યારે જ લોકો આનો ફાયદો ઉઠાવી શકશે અને તો જ કરદાતાને કોઈ પણ ટૅક્સકન્સલ્ટન્ટ પાસે ગયા વગર સરળતાથી ટૅક્સ ભરી શકશે.
ઇન્કમટૅક્સ ભરનારની સંખ્યા વધશે?
ટૅક્સસ્લૅબમાં કોઈ ફેરફાર કે ઘટાડો કરવામાં આવ્યો નથી. આ પહેલાં ટૅક્સ ભરનાર લોકોની સંખ્યામાં મને કોઈ ખાસ ફરક દેખાતો નથી.
એ ચોક્કસ છે કે જે લોકો કોઈ રોકાણ અથવા છૂટની ઝંઝટમાં નથી પડવા માંગતા, તે નવી સ્કીમને સ્વીકારી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.