You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ છે ગુજરાતના હસન સાફિન, જે દેશના સૌથી યુવા IPS અધિકારી બન્યા
હસન સાફિનના રૂપમાં દેશને સૌથી યુવા IPS અધિકારી મળ્યા છે, જેઓ ગુજરાતના છે અને ગુજરાતમાં જ પોસ્ટિંગ મળશે. હસન સાફિનની ઉંમર 22 વર્ષ છે અને તેઓ 23 ડિસેમ્બરથી જામનગરમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટનું પદ સંભાળશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હસન સાફિન પાલનપુર સ્થિત કાણોદરના મૂળ વતની છે.
ગત વર્ષે હસને 570ની રૅન્ક સાથે IPSની પરીક્ષા પાસ કરી હતી.
હસને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરીને જિલ્લા રજિસ્ટ્રાર બનવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. પરંતુ તેમના મનમાં IPS બનવાની ઇચ્છા હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતા હસને જણાવ્યું:
"મેં ફરી પરીક્ષા આપી પણ હું પાસ ન કરી શક્યો એટલે મેં નક્કી કર્યું કે હવે હું IPS અધિકારી બનીને દેશની સેવા કરીશ."
UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઑફ ઇંડિયા) દ્વારા સંઘીય લોકસેવાની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં પોલીસ (IPS) સહિતની સેવાઓ માટે ભરતી કરવામાં આવે છે.
આ સેવા મારફત દેશના કેન્દ્રશાસિત પ્રદેશો તથા રાજ્યોમાં તહેનાત પોલીસદળના ઉચ્ચ અધિકારીઓની ભરતી કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વનું છે કે હસનના માતાપિતા હીરાઉદ્યોગમાં કારીગર તરીકે કામ કરે છે અને તેમણે હસનને ભણાવવા માટે ખૂબ ભોગ આપવો પડ્યો હતો.
ભણવાનો ખર્ચ વધી જતા હસન સાફિનનાં માતા હોટેલમાં તેમજ લગ્નમાં જઈને રોટલી વણવાનું પણ કામ કરતાં હતાં કે જેથી હસન સાફિનના ભણતરમાં કોઈ ખામી ન રહી જાય.
તેમણે કહ્યું કે ભારત સરકારે જે રીતે મોટાપાયે ઉગ્રવાદી હુમલાઓનો જવાબ આપ્યો છે તે ઉદાહરણસ્વરૂપ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો