હૈદરાબાદ દુષ્કર્મકેસ: શા માટે આ ભારતીય પુરુષો લઈ રહ્યા છે મહિલાઓના સન્માનની ટ્રેનિંગ?

રાજૂ, કાંતા અને ઓંકાર

ઇમેજ સ્રોત, CHHAVI GOYAL

ઇમેજ કૅપ્શન, પોતાના માતા- પિતા રાજૂ અને કાન્તા સાથે ઓમકાર
    • લેેખક, એલેન મર્ફી
    • પદ, બીબીસી ફ્યૂચર

18 વર્ષના ઓંકાર પોતાનો ગુસ્સો મોટાભાગે નાની બહેન ઋતુ પર ઊતારતા હતા, પણ તેના મમ્મી કાંતાનું કહેવું છે કે ઓંકાર હવે ઋતુ સાથે ધીરજથી વાત કરે છે અને તેને આદર પણ આપે છે.

ઓંકાર હવે ઘરનાં કામમાં મદદ પણ કરે છે. કાંતા કહે છે, "કોઈ મહેમાન આવે છે ત્યારે ઓંકાર ચા બનાવી આપે છે."

"એ સાફ-સફાઈ જેવાં ઘરનાં અન્ય કામ પણ કરે છે."

"હવે તેનું વર્તન અમારા મહોલ્લાના અન્ય છોકરાઓ કરતાં એકદમ અલગ થઈ ગયું છે. તે બહુ જ સારો વ્યવહાર કરી રહ્યો છે."

ઓંકાર પૂણેના એ 5,000થી વધારે છોકરા પૈકીના એક છે, જેઓ ઍક્શન ફૉર ઇક્વાલિટી (એએફઈ) કાર્યક્રમમાં સામેલ થયા છે.

આ કાર્યક્રમની શરૂઆત ઇક્વલ કૉમ્યુનિટી ફાઉન્ડેશન (ઈસીએફ) દ્વારા 2011માં કરવામાં આવી હતી..

આ કાર્યક્રમનો હેતુ મહિલાઓ પર થતી હિંસા કિશોર વયના છોકરાઓ મારફત અટકાવવાનો છે.

ઈસીએફનાં કાર્યવાહક નિર્દેશક ક્રિસ્ટિના ફર્ટાડો કહે છે :

"જાતીય સમાનતા માટે લડવું એ નદીના પ્રચંડ પ્રવાહનો મુકાબલો કરવા જેવું છે."

"અમે મહિલાઓને લાંબા સમયથી જણાવી રહ્યા છીએ કે તેમણે તેમનાં હકો માટે લડવું બહુ જ જરૂરી છે."

"અનેક મહિલાઓને હિંસા તથા અપમાનના દુષ્ચક્રમાંથી બહાર લાવવામાં અમને સફળતા પણ મળી છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ક્રિસ્ટિના એમ પણ કહે છે, "આ સમસ્યાનું નિરાકરણ માત્ર મહિલાઓને કેન્દ્રમાં રાખીને કરીએ, ત્યારે સમાજની વ્યાપક વિચારધારાના પ્રચંડ પ્રવાહમાં તો કોઈ ફરક પડતો નથી, કારણ કે આખરે તો ભણેલી-ગણેલી અને સશક્ત મહિલાઓ હિંસા અને અપમાન કરતા પુરુષોની સાથે જ રહેવાની છે."

જોકે, એએફઈ હેઠળ 13થી 17 વર્ષની વયના છોકરાઓ 43 સપ્તાહના કોર્સમાં સામેલ થાય છે.

આ કોર્સમાં છોકરાઓને મહિલાઓ સાથે હિંસા ન કરવાનું અને જાતીય ભેદભાવ ન આચરવાનું શીખવવામાં આવે છે.

જેથી છોકરાઓ તેમની આસપાસની મહિલાઓ તથા છોકરીઓને બરાબર સમજે અને તેમની સાથે યોગ્ય વર્તન કરે.

line

મહિલાઓ વિરુદ્ધ હિંસા અને આંકડા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, મહિલાઓ સામેની હિંસા આખી દુનિયામાં ફેલાયેલો ભયંકર રોગ છે.

વિશ્વની 70 ટકા મહિલાઓએ તેમના નજીકના સાથીઓના દ્વારા શારીરિક કે યૌન હિંસાનો ભોગ બનવું પડતું હોવાનું અનેક કિસ્સામાં જાણવા મળ્યું છે.

દુનિયામાં રોજ 137 મહિલાની તેમના નજીકના સાથીઓ અથવા પરિવારના સભ્યો દ્વારા હત્યા કરવામાં આવે છે.

ભારતમાં મહિલાઓ સામેની હિંસાનું સૌથી મોટું ઉદાહરણ ડિસેમ્બર-2012માં જોવા મળ્યું હતું.

એ વખતે બનેલી એક ઘટનામાં 23 વર્ષની એક યુવતી પર ચાલતી બસમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

એ પછી મહિલાઓ વિરુદ્ધની હિંસા સામે વ્યાપક આંદોલન થયું હતું.

અત્યારે પણ હૈદરાબાદમાં બનેલી ઘટનાને લોકો દિલ્હીના 'નિર્ભયા પ્રકરણ' સાથે સરખાવી રહ્યા છે.

આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં લેતાં 'ઍક્શન ફૉર ઇક્વાલિટી' જેવા કાર્યક્રમોનું મહત્ત્વ વધી જાય છે.

પૂણે જેવા રૂઢિચુસ્ત શહેરમાં જાતીય સમાનતા જેવો પાયાનો કાર્યક્રમ શરૂ કરવો એ સામા પ્રવાહે તરવા જેવું છે.

એમાં પણ આવા કાર્યક્રમોનું કેન્દ્ર છોકરાઓને બનાવવા એ તો વધારે પડકારજનક છે.

line

યૌન શોષણ વિરુદ્ધ અવાજ

ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઓંકાર જેવા ઓછી આવક ધરાવતા પરંપરાગત સમુદાયોમાં છોકરાઓ અને છોકરીઓ બન્ને પુરાણા રીતરિવાજથી બંધાયેલાં હોય છે.

તેમને એવું શિખવાડવામાં આવ્યું હોય છે કે ઘરનાં કામ કરવાં એ મહિલાઓની જ જવાબદારી છે.

તેમને એવું પણ શિખવાડવામાં આવે છે કે કોઈ પણ મહિલાનું શાબ્દિક, શારીરિક કે યૌનશોષણ કરવા માટે પુરુષ સ્વતંત્ર છે તથા પુરુષે એવું કરવા બદલ કોઈ સજા ભોગવવી પડશે નહીં.

અલબત, એએફઈ કાર્યક્રમના સંચાલકો એવા લોકો હોય છે, જેઓ કિશોરોનો આદર્શ હોય છે. કિશોરો તેમનું અનુકરણ કરતા હોય છે. આ યુવકો છે, જેઓ આયુષ્યનો બીજો દાયકો પાર કરી ચૂક્યા છે.

ઈસીએફના કાર્યક્રમમાં સામેલ થવાની શરત એ છે કે દરેક યુવકે 60 ટકા વર્ગ ભરવા પડશે અને એક સામુદાયિક કાર્યક્રમ ઍક્શન પ્રોજેક્ટના અમલમાં પણ સામેલ થવું પડશે. આવા કાર્યક્રમનો હિસ્સો બનતા 80 ટકા યુવકો પાસ થઈ જતા હોય છે.

18 વર્ષનો અક્ષય એએફઈ કાર્યક્રમમાં 2014માં એક સ્વયંસેવક તરીકે સામેલ થયા હતા, પરંતુ પછી તેઓ જાતે તેમાં અભ્યાસ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ તેમણે તેમના બે ભાઈઓને પણ આ કાર્યક્રમમાં સામેલ કર્યા હતા. તેમણે જ્યારથી આ કાર્યક્રમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ત્યારથી તેઓ તેમના મહોલ્લાના અન્ય છોકરાઓના રોલ મૉડેલ બની ગયા છે.

line

પરિવર્તનની પહેલ

અક્ષય

ઇમેજ સ્રોત, Chhavi Goyal

ઇમેજ કૅપ્શન, અક્ષયે 2014માં એએફઈના કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ઓંકારનાં માતાની માફક અક્ષયનાં મમ્મી સુજાતા પણ જણાવે છે કે તેમના પુત્રોમાં આવેલા આ પરિવર્તનને તેમણે સ્પષ્ટપણે અનુભવ્યું છે.

સુજાતા કહે છે, "અક્ષય ઘરની જવાબદારી સંભાળવા લાગ્યો છે. તેના ભાઈઓ પણ સમજદાર થઈ ગયા છે."

"ગયા મહિને એ લોકોએ જ ઘરનાં બધાં કામ પાર પાડ્યાં હતાં. મને કંઈ કરવાની તક જ મળી ન હતી."

અક્ષય અને ઓંકારના મહોલ્લામાં અનેક છોકરાઓ 14-15 વર્ષની ઉંમરમાં જ દારુ પીવાનું શરૂ કરી દે છે. વયસ્ક થતાં સુધીમાં તેમને દારુની લત લાગી ચૂકી હોય છે.

ભારતના ગરીબ સમુદાયોમાં દારુની લત એક ભયંકર સમસ્યા છે. જે લોકો નિયમિત દારુ પીએ છે તેઓ તેમની પત્નીઓ કે અન્ય છોકરીઓ સાથે મોટાભાગે ખરાબ વર્તન કરતા હોય છે.

આ એક એવી સમસ્યા છે જેની મહિલાઓ તથા છોકરીઓ પર અત્યંત માઠી અસર થાય છે.

શરાબી યુવકો અને છોકરાઓની અભદ્ર કૉમેન્ટ્સને કારણે છોકરીઓ ઘરની બહાર નીકળીને રમી શકતી નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

બીજી તરફ ગૃહિણીઓ તેમની સાથે કરવામાં આવતા દુરાચારની ફરિયાદ પોલીસને કરી શકતી નથી કે તેનો વિરોધ પણ કરી શકતી નથી.

તેમને એવો ડર હોય છે કે પોલીસ અધિકારી તેમની વાતનો વિશ્વાસ નહીં કરે અથવા તેમને જ દોષી ઠેરવશે.

જોકે, ઓંકાર અને અક્ષય આ કાર્યક્રમને કારણે, યૌન હિંસા કે મહિલા સાથેના ગેરવર્તન બાબતે બહુ સચેત છે.

તેઓ તેમની આસપાસ કોઈ મહિલા કે છોકરી સાથે ગેરવર્તન થતું જુએ ત્યારે તેની ફરિયાદ મહોલ્લાના વડીલોને કે પોલીસને કરે છે.

ઓંકારે અનુભવ્યું છે કે કિશોર વયની છોકરીઓ તેનો વિશ્વાસ કરે છે. ઈસીએફના અનુભવને કારણે તેમને ખબર છે કે ઓંકારને તેમનાં પ્રત્યે હમદર્દી છે અને એ તેમને અસલામતીનો અનુભવ નહીં કરાવે.

line

જાતે સમાજ બદલવાનો પ્રયાસ

બાળકો

ઇમેજ સ્રોત, CHHAVI GOYAL

અક્ષય તેની આસપાસની મહિલાઓ સાથે દુર્વ્યવહાર થતો જુએ ત્યારે તેને રોકવાનો પ્રયાસ કરે છે. અક્ષયે અમને એક ઘટનાની વાત કરી હતી. તેમાં એક શરાબીએ પહેલાં તેની પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી તેને માર માર્યો હતો. અક્ષય તેના સાથીઓને લઈને એ શરાબીના ઘરે ગયા હતા અને તેને બહાર ખેંચી કાઢ્યા હતા.

પછી અક્ષયે એ પુરુષની પત્નીને પોલીસમાં ફરિયાદ કરવા કહ્યું હતું.

અક્ષયની દરમિયાનગીરીના પરિણામે એ વ્યક્તિ શરાબની લત છોડવા માટે જાતે નશામુક્તિ કેન્દ્રમાં ગઈ હતી.

તેણે શરાબ પીવાનું ઓછું કરી નાખ્યું અને તેના હિંસક વર્તનમાં પણ મોટો ઘટાડો થયો હતો.

અક્ષય કહે છે, "છોકરીઓ નિર્બળ હોય છે એટલે ઘરની બહાર નીકળતાં ગભરાતી હોય છે એવું હું માનતો હતો."

"હવે મને સમજાયું છે કે છોકરીઓ પુરુષોના ગેરવર્તનથી બચવા માટે ઘરની બહાર નીકળતી નથી.""એ પછી હું તેમનો આદર કરવા લાગ્યો છું."

ઓંકાર તેનો અનુભવ મહોલ્લાના અન્ય છોકરાઓને જણાવી રહ્યા છે.

એ તેના એક સાથીની મદદથી 10 છોકરાને જાતીય સમાનતા અને મહિલાઓનો આદર કરવાની તાલીમ આપી રહ્યા છે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

ઓંકાર જણાવે છે કે 'છોકરીઓને મહેણાં ન મારો, ઘરના કામમાં મદદ કરો અને કોઈ મહિલા સાથે ગેરવર્તન થતું હોય તો તેની ફરિયાદ કરો.'

ઈસીએફ પ્રોગ્રામનાં એસોસિએટ સુહાસિની મુખરજી કહે છે : "અમે છોકરાઓને આગળ વધવા પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તેમને દરેક પ્રકારની મદદ કરીશું."

જોકે ઘણીવાર છોકરાઓ આ પાઠને એટલા ગંભીર ગણી લે છે કે તેઓ તેમની બહેનોને એ જણાવવા માંડે છે કે તેમણે શું પહેરવું જોઈએ અને શું નહીં. હકીકતમાં એ સમસ્યાના નિરાકરણની તાલીમ તેમને આપવામાં આવી હોય છે.

તેથી ઈસીએફ કાર્યક્રમની શરૂઆતમાં જ છોકરાઓને જણાવવામાં આવે છે કે છોકરીઓ મદદ માગે ત્યારે અથવા છોકરીઓ કે મહિલાઓ અત્યંત મુશ્કેલ હાલતમાં હોય ત્યારે જ તેમણે મદદ કરવી જોઈએ.

છોકરાઓને એ પણ જણાવવામાં આવે છે કે દરેક પગલું જાતે લેવાને બદલે તેમણે સંબંધિત અધિકારીને જાણ કરવી જોઈએ.

અક્ષયે આવી એક ઘટનાની માહિતી આપી હતી. તેના પાડોશી તેમની નાની વયની છોકરીનાં લગ્ન કરી દેવા ઇચ્છુક હતા.

અક્ષયે તેમાં જાતે દખલ કરવાને બદલે સંબંધિત અધિકારીને તેની જાણ કરી હતી અને અધિકારીઓએ આવીને તેના પાડોશીની નાની વયની છોકરીનાં લગ્ન રોકાવ્યાં હતાં.

ઈસીએફ સ્થાનિક સ્તરે જાતીય સમાનતા માટે કામ કરી રહ્યું છે, ત્યારે બ્રાઝિલમાં 'પ્રોમુંડો' નામનું સંગઠન સમગ્ર વિશ્વમાં આવો કાર્યક્રમ ચલાવી રહ્યું છે.

line

હોમેન્સ અને હોમ્બ્રેસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'પ્રોમુંડો'ની સ્થાપના બ્રાઝિલમાં 1997માં થઈ હતી. હવે તેનું વડું મથક અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં છે. આ સંગઠન ભારત તથા બ્રાઝિલ સહિતના વિશ્વના 25 દેશોમાં સક્રિય છે, તેમાં અમેરિકાથી માંડીને યુરોપના બાલ્કન દેશો પણ સામેલ છે.

'પ્રોમુંડો'ના કાર્યક્રમનું નામ છે 'પ્રોગ્રામ-એચ'. તેમાં 'એચ'નો અર્થ પોર્ટુગીઝમાં 'હોમૅન્સ' અથવા સ્પેનિશમાં 'હૉમ્બ્રેસ' એટલે કે પુરુષ થાય છે. આ કાર્યક્રમનો હેતુ શહેરી મહોલ્લાઓમાં મહિલાઓ સાથેના ગેરવર્તનને રોકવાનો છે. કાર્યક્રમમાં 10થી 24 વર્ષની વયના છોકરાઓને જાતીય સમાનતા અને મહિલાઓ સાથે સારા વર્તનના પાઠ ભણાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જોડાયેલા લોકો ચાર મહિના સુધી દર અઠવાડિયે મળે છે, તેમાં 12-12 લોકોનાં ગ્રૂપ બનાવવામાં આવે છે.

કાર્યક્રમમાં સામેલ લોકોને મહિલાઓ પરની હિંસા, તેમની જાતીય સ્વતંત્રતા અને જાતીય સમાનતાની વાતો જણાવવામાં આવે છે. છોકરાઓ તેમના ઘરના કામમાં મદદ કરે એ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.

પ્રોમુંડોના એક અહેવાલ અનુસાર, છોકરીઓને રમવાની તક ઓછી મળે છે, કારણ કે છોકરીઓનો 40 ટકા સમય, જેનું કોઈ વળતર મળતું નથી એવા કામો કરવામાં જાય છે. તેથી છોકરીઓને છોકરાઓની સરખામણીએ રમવાનો, આરામ કરવાનો કે ભણવાનો સમય ઓછો મળે છે.

મહિલાઓ અને પુરુષો વચ્ચેનો ભેદ માપવા માટે 'પ્રોમુંડો'એ 'જેમ' નામનો એક માપદંડ વિકસાવ્યો છે, 'જેમ' એટલે જેન્ડર ઇક્વિટેબલ મૅન (જીઈએમ). આ માપદંડ વડે સલામત યૌન સંબંધ, ઘરેલુ હિંસા, પરિવાર નિયોજન અને મહિલાઓ પ્રત્યેના બદલેલા દૃષ્ટિકોણને માપવામાં આવે છે.

line

સમાજમાં બદલાવની જરૂર

ડૉક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઈથિયોપિયામાં હાથ ધરાયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે 'પ્રોમુંડો'ના કાર્યક્રમમાં સામેલ થયા બાદ પુરુષો દ્વારા મહિલા પર કરવામાં આવતી હિંસાની ઘટનાઓમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

અલબત, પાયાના સ્તરે ચાલતો આ કાર્યક્રમ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, કારણ કે મહિલાઓને સમાન ન ગણવાની વિચારધારા ઊંડે સુધી પ્રસરેલી છે.

આફ્રિકાના ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગોમાં પ્રોમુંડો કાર્યક્રમમાં સામેલ થયેલા પુરુષોએ ઘરકામમાં મદદ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ પુરુષો આ વાત તેમના સાથીઓથી છૂપાવે છે, કારણ કે તેમને એવું લાગે છે કે તેમને મજાકનું કેન્દ્ર બનાવવામાં આવશે.

'પ્રોમુંડો' અને 'ઈસીએફ'ના કાર્યક્રમો દરમિયાન જોવા મળ્યું છે કે છોકરાઓનું વર્તન સુધારવાનું આસાન છે, પણ તેનો અમલ સમાજમાં કરાવવાનું બહુ મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે સમાજમાં મહિલાઓ પ્રત્યેનું વલણ બદલવા સામે જોરદાર વિરોધ છે.

આ પડકારનો સામનો કરવા માટે 'પ્રોમુંડો' અને 'ઈસીએફ' બન્ને પોતપોતાના કાર્યક્રમોમાં ફેરફાર કરી રહ્યાં છે.

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

એ ફેરફાર અંતર્ગત વર્ગોમાં છોકરાઓને પાઠ ભણાવ્યા બાદ કાર્યક્રમનો અમલ સામુદાયિક સ્તરે કરવાનો પ્રયાસ પણ થશે.

પ્રોમુંડો તો સ્કૂલો અને હૉસ્પિટલોનાં માધ્યમથી પણ જાતીય સમાનતાના પ્રચાર-પ્રસારનું કામ કરી રહી છે.

પ્રોમુંડોનાં ઉપાધ્યક્ષ જિયોવાન્ના લોરો કહે છે, "અમે યુવાનોનું વર્તન અને વલણ બદલી નાખીએ, પણ તેમણે જે સમાજમાં રહેવાનું છે તેમાં કોઈ પરિવર્તન આવ્યું નથી."

જોકે, આવા કાર્યક્રમોમાં સામેલ થયા બાદ છોકરાઓ જાતે તેમની આસપાસના વાતાવરણમાં પરિવર્તન લાવી રહ્યા છે.

તેઓ મહિલાઓ સાથે થતા ગેરવર્તનના નિરાકરણનો પ્રયાસ સામુદાયિક સ્તરે પણ કરી રહ્યા છે. આવા કાર્યક્રમોમાં સમાજની જરૂરિયાતના હિસાબે પરિવર્તન લાવીને વ્યાપક બનાવી શકાય.

બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો