Vodafone Idea : મોબાઇલમાં આવી મોંઘવારી, પ્લાન 50 ટકા મોંઘા થશે

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા 4 વર્ષમાં પહેલી વાર મોબાઇલ સેવાના દરમાં વોડાફોન-આઇડિયાએ વધારો કર્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ વોડાફોન અને આઇડિયાએ રવિવારે મોબાઇલ સેવાના નવા દરની જાહેરાત કરી છે.

આ નવી જાહેરાત મુજબ પ્રિ-પેઇડ ગ્રાહકો માટે ડેટા અને કૉલ ચાર્જિસ 50 ટકા જેટલા મોંઘા થઈ જશે.

આ ઉપરાંત પીટીઆઈના જણાવ્યા મુજબ અન્ય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની ભારતી ઍરટેલે પણ મોબાઇલ કૉલ અને ડેટાના ભાવમાં 42 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે.

મોબાઇલ સેવા અને ડેટા નેટવર્ક પરનો આ વધારો 3 ડિસેમ્બરથી લાગુ થઈ જશે.

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Reuters

આ ઉપરાંત વોડાફોન અને આઇડિયા અન્ય સર્વિસ પ્રોવાઇડર કંપનીને થનારા આઉટ ગોઇંગ કૉલ પર 6 પૈસા પ્રતિમિનિટ ચાર્જ કરશે.

જાણીતી મોબાઇલ સેવા કંપની વોડાફોન આઇડિયા લિમિટેડે આજે પ્રિ-પેઇડ અને પૉસ્ટ પેઇડના નવા પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન સમગ્ર દેશમાં 3 ડિસેમ્બરથી લાગુ થશે.

કંપનીએ અનલિમિટેડ કૅટેગરીમાં નવા પ્લાન જાહેર કર્યા છે જે 2 દિવસથી લઈને 28 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડિટીવાળા છે. આ પ્લાન પણ 41.2 ટકા મોંઘા બનશે.

આ મુજબ હવે વાર્ષિક અનલિમિડેટ પ્લાન જે હાલ 1,699 રૂપિયાનો હતો તે 2.399 રૂપિયાનો થઈ જશે. એવી જ રીતે અન્ય પ્લાન પણ મોંઘા બનશે.

એનડીટીવીના એક સમાચાર મુજબ અન્ય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરટેલે પણ સેવા દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઍરટેલ સેવાઓનો દર 42 ટકા જેટલો વધારશે એવું એનડીટીવીનો અહેવાલ જણાવે છે. ઍરટેલનો વધારો પણ 3 ડિસેમ્બરથી લાગુ થશે.

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક

ભારતીય બજારમાં ઍરટેલ અને વોડાફોન-આઇડિયાની લગભગ અડધાથી ઉપર હિસ્સેદારી છે.

અગાઉ વોડાફોન-આઇડિયા તથા ઍરટેલે ચાલુ આર્થિક વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર એમ ત્રણ મહિનામાં 10 અબજ ડૉલરનું નુકસાન થયાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વોડાફોન આઇડિયા પર 1.17 લાખ કરોડનું ભારણ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો