સાઇબેરિયામાં બરફમાંથી મળ્યું 18 હજાર વર્ષ જૂનું ગલૂડિયું

ઇમેજ સ્રોત, Love Dalen
સાઇબેરિયામાં 18 હજાર વર્ષ જૂના એક ગલૂડિયું મળી આવ્યું અને આશ્ચર્યમાં પડેલાં સંશોધકો એ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે કે આ શ્વાન છે કે વરુ છે.
રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં યાકૂત્સ્ક પાસે આ ગલૂડિયું મળી આવ્યું હતું.
સાઇબેરિયા દુનિયામાં સૌથી ઠંડા વિસ્તારોમાંથી એક છે.
સંશોધકો પ્રમાણે આ ગલૂડિયું જ્યારે મૃત્યુ પામ્યું હશે, ત્યારે તે બે મહિનાનું રહ્યું હશે, તે રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં પર્માફ્રૉસ્ટમાં અદ્ભુત રીતે સંઘરાયેલું રહ્યું.
તેની રુંવાટી,નાક અને દાંત યથાવત્ છે.
ડીએનએ સિક્વેન્સિંગ તકનીકથી પણ તે કઈ પ્રજાતિનું છે તે હજી જાણી શકાયું નથી.
વૈજ્ઞાનિકો કહે છે કે એવું માની શકાય કે આ પ્રજાતિ વરુ અને આધુનિક શ્વાનનું સંમિશ્રણ હોઈ શકે છે.
રેડિયો કાર્બન ડેટિંગ મારફતે જાણી શકાયું કે મૃત્યુ સમયે ગલૂડિયાની ઉંમર કેટલી હતી અને તેના કેટલા સમયથી બરફમાં દબાયેલું હતું. જિનોમ વિશ્લેષણથી જાણી શકાયું કે તે નર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Sergey Fedorov
સ્વીડનમાં સેન્ટર ફૉર પેલિયોજિનેટિક્સમાં સંશોધક ડેલ સ્ટૅન્ટૉન સમાચાર ચેનલ સીએનએનને કહ્યું કે ડીએનએ સિક્વન્સિંગથી મળતાં તારણો એ તરફ ઇશારો કરે છે કે આ ગલૂડિયું વરુ અને શ્વાનના એક સરખાં વડવાની પ્રજાતિનું હોય શકે છે.
તેમણે કહ્યું, "અમારી પાસે તેને લગતો પુષ્કળ ડેટા છે, જેનાથી અમે જાણી શકશું કે તે કઈ પ્રજાતિનું છે."
એક અન્ય સંશોધક લવ ડેલને ટ્વીટ કર્યું, "શું આ વરુનું બચ્ચું હોઈ શકે અથવા મળી આવેલો સૌથી જૂનો શ્વાન?"

ઇમેજ સ્રોત, Sergey Fedorov
વૈજ્ઞાનિકો ડીએનએ સિક્વન્સિંગ પર કામ કરતા રહેશે અને પરિણામથી શ્વાનની પ્રજાતિની ઉત્ક્રાંતિ વિશે જાણી શકાશે.
તેને 'ડૉગોર' નામ આપવામાં આવ્યું છે, સ્થાનિક યાકૂત ભાષામાં જેનો અર્થ છે 'મિત્ર' અને તેની સાથે એક સવાલની શરૂઆત થઈ છે કે 'તે શ્વાન છે કે વરુ?'

ઇમેજ સ્રોત, Love Dalen
જોકે માનવામાં આવે છે કે શ્વાન એ વરુ પ્રજાતિમાંથી આવ્યા છે, પરંતુ એ અંગે હજુ વિવાદ છે કે શ્વાનને પાળવાનું ક્યારથી શરૂ થયું હતું.
2017માં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે માનવે 20થી 40 હજાર વર્ષો પૂર્વ શ્વાનને પાળવાનું શરૂ કર્યું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












