You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસમાં ફરી વરસશે
આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ફરી સામાન્યથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
એવી જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ જિલ્લાના અલગઅલગ વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.
તેમજ ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
મમતા બેનરજી નરેન્દ્ર મોદીને મળશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે.
મમતા બેનરજીએ નવી દિલ્હી જતાં અગાઉ પત્રકારોને કહ્યું કે તેઓ વડા પ્રધાન મોદી સાથે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વાત કરશે.
તેમજ રાજ્યના નામ બદલવાથી લઈને સાર્વજનિક બૅન્કોનું વિલય, ઍર ઇન્ડિયા, બીએસએનએલ અને રેલવેનો મુદ્દો પણ ઉઠાવશે, કેમ કે ત્યાં વધુ સમસ્યાઓ છે.
મમતા બેનરજીએ આ મુલાકાતને તેમની દિલ્હીયાત્રાના નિયમિત કામકાજનો ભાગ પણ ગણાવી હતી.
'સાવરકર PM હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત'
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો એ સમયે સાવરકર દેશના વડા પ્રધાન હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થાત.
ઠાકરેએ 'સાવરકર : ઇકોજ ફ્રૉમ અ ફરગૉટન પાસ્ટ' નામના પુસ્તક-વિમોચન સમયે આ વાત કરી હતી.
આ સમય દરમિયાન શિવસેના પ્રમુખે વીર સાવરકરને 'ભારતરત્ન' આપવાની માગને પણ રિપીટ કરી હતી.
અમેરિકા સાથે વાતચીતના દરવાજા ખુલ્લા : તાલિબાન
અફઘાન તાલિબાનના મુખ્ય વાર્તાકારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં જંગની સમાપ્તિ અમેરિકા અને તાલિબાન બંનેના હિતમાં છે.
બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તાલિબાનના મુખ્ય વાર્તાકાર શેર મોહમ્મદ અબ્બાસે ભાર દઈને કહ્યું કે વાતચીત "અફઘાનિસ્તાનમાં શાંતિનો એકમાત્ર રસ્તો" છે.
આ મહિનાની શરૂઆતમાં એવું લાગતું હતું કે તાલિબાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ જશે, જેથી અફઘાનિસ્તાનમાં 18 વર્ષથી ચાલ્યો આવતો સંઘર્ષ ખતમ થઈ જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાલિબાની નેતાઓ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળવા માટે આઠ સપ્ટેમ્બરે કૈમ્પ ડેવિડ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
પરંતુ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 6 સપ્ટેમ્બરે થયેલા તાલિબાની હુમલામાં એક અમેરિકન સૈનિક અને અન્ય 11 લોકોનાં મૃત્યુ બાદ ટ્રમ્પે શાંતિવાર્તા રદ કરી દીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો