ગણપતિ અંગે ચાની આ બ્રાન્ડની ઍૅડ સોશિયલ મીડિયા પર વિવાદોમાં કેમ ઘેરાઈ?

ઇમેજ સ્રોત, YouTube Grab
'નમાઝ અદા કરને વાલા હાથ, બપ્પા કી મૂર્તિ સજાયેંગે તો હૈરાની તો હોગી હી...'
'યે હી કામ ક્યૂં..?'
'ભાઈજાન... યે ભી તો ઇબાદત હૈ..'
આ ઍડ્વર્ટાઇઝમૅન્ટને લીધે હિંદુસ્તાન યુનિલીવર કંપની ફરી એક વખત ચર્ચામાં આવી છે.
ગણેશચતુર્થીના દિવસે ટ્વિટર અને ફેસબુક પર #BoycottRedLabel સાથે લોકો પોસ્ટ કરી રહ્યા છે.
આ વખતે કંપની રેડ લેબલ ચાના વિજ્ઞાપનને કારણે ટ્રોલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સનું કહેવું છે કે આ પ્રકારની ઍડ્વર્ટાઇઝમૅન્ટ થકી હિંદુ ધર્મની છબી ખરાબ કરવામાં આવી રહી છે.
આ મામલે અભિનેત્રી પાયલ રોહતગીએ પોતાનો વીડિયો ટ્વીટ કરીને રોષ ઠાલવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હિંદુઓ સેક્યુલર વિચારો સાથે જ જન્મે છે, છતાં દુષ્પ્રચાર થઈ રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જ્યારે વિવેક વર્મા નામના યૂઝરે લખ્યું છે કે બે ધર્મ વચ્ચે પ્રેમ ભાવનાને દર્શાવતી આ એક સુંદર ઍડ્વર્ટાઇઝમૅન્ટ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે, આ ઍડ્વર્ટાઇઝમૅન્ટ રેડ લેબલે ગત વર્ષે ગણેશચતુર્થીના અવસર પર રિલીઝ કરી હતી, પરંતુ આજે ફરી ગણેશચતુર્થીએ તે ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ પહેલાં હોળી વખતે પણ સર્ફ ઍક્સેલના વિજ્ઞાપનના કારણે કંપની ટ્રોલ થઈ હતી અને તેના પર પણ હિંદુઓની ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ લાગ્યો હતો.

શું છે ઍડ્વર્ટાઇઝમૅન્ટમાં?

ઇમેજ સ્રોત, YouTube Grab
રેડ લેબલ ચાની આ ઍડ્વર્ટાઇઝમૅન્ટમાં દેખાડવામાં આવી રહ્યું છે કે ગણેશચતુર્થી પહેલાં એક ગ્રાહક ભગવાન ગણેશની મૂર્તિ લેવા માટે પહોંચે છે.
મૂર્તિકાર જ્યારે ગણેશની મૂર્તિ દેખાડે છે તો ગ્રાહક ચાર ભૂજાવાળી મૂર્તિ માટે પૂછે છે. ત્યારે મૂર્તિકાર કહે છે કે આ અભયમુદ્રાની મૂર્તિ છે. સાથે જ મૂર્તિકાર કોઈને ચા લાવવા કહે છે.
આ દરમિયાન ગ્રાહક મૂષક સાથે ગણપતિ બપ્પાની મૂર્તિ માગે છે.
જ્યારે મૂર્તિકાર બપ્પાની મૂર્તિ બતાવે છે તો ગ્રાહક કહે છે કે હા બપ્પા તેમના વાહન સાથે છે.
ત્યારે મૂર્તિકાર કહે છે કે તે મૂષક છે. તમે જાણો છો મૂષક કોણ છે? મૂષક બપ્પાનું વાહન બનતા પહેલાં એક અસૂર હતો.

ઇમેજ સ્રોત, YouTube Grab
આ દરમિયાન મૂર્તિકાર અઝાનનો અવાજ સાંભળીને ટોપી પહેરી લે છે, જેના કારણે ગ્રાહકને થોડી હિચકિચાહટનો અનુભવ થાય છે અને કહે છે, 'આજે કંઈક કામ છે, હું કાલે આવું છું.'
તેના પર મૂર્તિકાર કહે છે, 'ભાઈજાન, ચા તો પીને જાઓ.' ચા પીવા દરમિયાન જ બન્ને વચ્ચે વાતચીત થાય છે.
મૂર્તિકાર કહે છે, "નમાઝ અદા કરતા હાથ બપ્પાની મૂર્તિ સજાવશે તો આશ્ચર્ય તો થશે જ ને? તેના પર મૂર્તિ ખરીદનાર યુવક કહે છે કે આ જ કામ કેમ? તો મૂર્તિકાર કહે છે, આ પણ તો ઇબાદત છે."
મૂર્તિકારની આ વાતથી પ્રભાવિત થઈને ગ્રાહક ગણપતિ બપ્પાની મૂર્તિ ખરીદી લે છે.

શું કહે છે લોકો?
કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ સવાલ કરી રહ્યા છે કે દર વખતે શિખામણ હિંદુઓને જ કેમ આપવામાં આવે છે?
ટ્રોલર્સે કંપનીની આ ઍડ્વર્ટાઇઝમૅન્ટને હિંદુવિરોધી ગણાવી રેડ લેબલ ચાને બૉયકૉટ કરવા અભિયાન ચલાવ્યું છે.
સોશિયલ મીડિયા યૂઝર્સ કંપની પર ફેક સેક્યુલરિઝમને આગળ વધારવાના આરોપ લગાવી રહ્યા છે.
પદ્મશ્રી ઍવૉર્ડ સન્માનિત ટી. વી. મોહનદાસ પાઈએ ટ્વીટ કરીને કહ્યું છે કે રેડ લેબલ ચાની ઍડ્વર્ટાઇઝમૅન્ટમાં હિંદુઓનું અપમાન કરવામાં આવ્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તો કેટલાક યૂઝર્સે કહ્યું છે કે આ પ્રકારની જાહેરાતથી બે સમુદાયો વચ્ચે અંતર વધી રહ્યું છે અને નવા વિવાદ ઊભા થઈ રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
એક યૂઝરે લખ્યું છે કે પહેલાં સર્ફ એક્સેલ અને હવે રેડ લેબલ ચાની ઍડ્વર્ટાઇઝમૅન્ટથી કંપની હિંદુઓને શાંતિના પાઠ અને મુસ્લિમોને પ્રેમ કરવાના પાઠ ભણાવી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
એક તરફ લોકો આ જાહેરાતને હિંદુ ધર્મ પર હુમલા તરીકે જુએ છે અને રેડ લેબલ ટીના બહિષ્કારની વાત કરે છે.
ત્યારે બીજી તરફ કેટલાક લોકોએ ઍડ્વર્ટાઇઝમૅન્ટના સમર્થનમાં પણ ટ્વીટ કર્યાં છે.
કર્નિકા નામનાં યૂઝરે લખ્યું છે કે આખરે રેડ લેબલ ચાની જાહેરાતમાં ખોટું શું છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
નિખિલ રેડ્ડી ગુડુર નામના યૂઝરે આ ઍડ્વર્ટાઇઝમૅન્ટ બદલ કંપનીનો આભાર પણ માન્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
આ તરફ પ્રાકૃત ચૌહાણ નામના યૂઝર સવાલ કરી રહ્યા છે કે આખરે લોકોને થઈ શું ગયું છે કે લક રેડ લેબલના બહિષ્કારની વાત કરે છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
અત્યાર સુધી હિંદુસ્તાન યુનિલીવર તરફથી આ વિરોધ મામલે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો