આ છે શક્તિ સ્વરૂપ ગણપતિ 'વિનાયકી'ની રોમાંચક કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દેવદત્ત પટનાયક
- પદ, બીબીસી ગુજરાતી માટે
એક સમયે અંધકા નામના દાનવ પાર્વતી દેવીને તેમનાં પત્ની બનાવવા ચાહતા હતા.
જ્યારે દાનવે પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાર્વતીએ મદદ માટે તેમના પતિ શિવને આહ્વાન કર્યું.
પાર્વતીનો પોકાર સાંભળીને શિવે તત્કાળ જ તેમનું ત્રિશૂળ ઉઠાવ્યું અને અંધકાનો વધ કર્યો.
અંધકા જાદુઈ શક્તિ ધરાવતો અસુર હતો. તેની પાસે એવી શક્તિ હતી કે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટીપાં પડે તેટલાં વધુ અંધકા પેદા થાય.
આથી અંધકાનો વધ કરવાનો એક જ રસ્તો હતો. જ્યારે શિવ તેને ત્રિશૂળ મારે ત્યારે લોહીનું એક પણ ટીપું જમીન પર ન પડે.
પાર્વતી જાણતાં હતાં કે દરેક દૈવી શક્તિ પુરુષ અને મહિલા સ્વરૂપે હોય છે.

દેવીઓથી સજજ યુદ્ધભૂમિ

ઇમેજ સ્રોત, Getty Images
પુરુષ સ્વરૂપ એ માનસિક શક્તિ તથા મહિલા સ્વરૂપ એ ભૌતિક સંસાધનની દ્યોતક છે.
આથી પાર્વતીએ તમામ દેવતાઓની શક્તિઓને આહ્વાન કર્યું. આથી, તમામ દેવતાઓએ તેમનાં મહિલા સ્વરૂપને મોકલ્યાં, જેથી કરીને તેઓ જમીન પર પડે તે પહેલાં જ અંધકાનું લોહી પી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ યુદ્ધભૂમિ ઉપર તમામ પ્રકારના દેવતાઓનાં મહિલા સ્વરૂપ દેખાવાં લાગ્યાં.
ઇંદ્રની શક્તિ ઇંદ્રાણી, વિષ્ણુની શક્તિ વૈષ્ણવી અને બ્રહ્માની શક્તિ બ્રહ્માણી સ્વરૂપે રણ મેદાનમાં પહોંચી અને અંધકાનું લોહી પી લીધું. આ રીતે અંધકાનો સંહાર થયો.
મતસ્ય પુરાણ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તથા વન-દુર્ગા ઉપનિષદમાં ગણપતિના મહિલા સ્વરૂપનો ઉલ્લેખ જોવા મળે છે.
ગણપતિની શક્તિ સ્વરૂપે તસવીરો 16મી સદીના શરૂઆતના ભાગમાં જોવા મળવા લાગી.
કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ તસવીરો પાર્વતીનાં સખી માલિનીની હોય તેવી શક્યતા છે. એમનું મુખ પણ હાથી જેવું હતું.
પુરાણોમાં માલિનીનો ઉલ્લેખ ગણપતિની સંભાળ રાખનારાં મહિલા સ્વરૂપે જોવા મળે છે.

ગજમુખી વિનાયકી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગજમુખી દેવી ચાહે ગણેશનું શક્તિ સ્વરૂપ હોય કે પાર્વતીના સખી (દાસી) મલ્લિકા, તાંત્રિક વિદ્યામાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આ પ્રકારની સાધનામાં શક્તિને પુરુષના બદલે સ્ત્રી સ્વરૂપે જોવા પર ભાર મૂકવામાં આવે છે.
ગુપ્ત વિજ્ઞાનમાં મહિલા સ્વરૂપને પણ ઉત્પાદક શક્તિઓના સ્રોત તરીકે જોવામાં આવે છે, એટલે આવું થયું હોય તે શક્ય છે.
વાસ્તવમાં જીવનનું પ્રગટીકરણ પુરુષ સ્વરૂપે થાય છે, પરંતુ આ સ્વરૂપનું પાલન અને પોષણનું કામ મહિલા સ્વરૂપે થાય છે.
તેનું કારણ આધ્યાત્મિક પણ હોઈ શકે છે, કારણ કે મહિલા સ્વરૂપે ભૌતિક સંસાધનોમાં તે કોડની જેમ હતી.
ભારતના ઋષિઓએ હંમેશાં એ બાબત પર વિમર્શ કર્યો છે કે વિચારોની દુનિયા (માનસિક ક્ષમતા) કે ચીજોની દુનિયા (ભૌતિક સંસ્થાન)માંથી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ શું છે.

તંત્રમંત્રની દુનિયામાં વિનાયકી?

ઇમેજ સ્રોત, Getty Images
જે લોકોનો ઝુકાવ અમૂર્ત વિચારો તરફ હતો તેઓ વૈદિક પ્રથાઓ સાથે જોડાતા, જ્યારે મૂર્ત ચીજો તરફ ઢળનારા લોકો તાંત્રિક વિધિઓ સાથે જોડાતા હતા.
અમૂર્ત વિચારોવાળા લોકોએ પુરુષ સ્વરૂપના માધ્યમથી તેમના વિચારો ઉપર કામ કર્યું. બીજી બાજુ, મૂર્ત વિચારો તરફ ઝુકાવ ધરાવનારા લોકોએ તેમના વિચારોને ગણેશને મહિલા સ્વરૂપે સ્થાપિત કર્યાં.
આથી ગણેશને વિઘ્નહર્તા પુરુષ દેવતા સ્વરૂપે વેદોમાં લોકપ્રિયતા મળી. બીજી બાજુ, તાંત્રિકોમાં મહિલા સ્વરૂપ વિનાયકીને લોકપ્રિયતા મળી.
ત્યારે એવો પણ સવાલ ઊભો થાય કે વિનાયકી સંબંધિત અન્ય કથાઓ ક્યાં છે?
વાસ્તવમાં આપણે ક્યારેય આ કથાઓ વિશે નહીં જાણી શકીએ, કારણ કે મોટાભાગની કથાઓ 'શ્રુતિ-સ્મૃતિ' હતી.
જોકે, આપણે એ ચોક્કસથી જાણીએ છીએ કે પૂર્ણિમા પછીના ચોથા દિવસને વિનાયકી ચતુર્થી તરીકે ઓળખીએ છીએ.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)
(લેખક : દેવદત્ત પટનાયક આખ્યાન શાસ્ત્રના નિષ્ણાત છે, તેમણે પૌરાણિક કથાઓ ઉપર 40 પુસ્તક તથા અંદાજે 800 લેખ લખ્યા છે. તેમની વેબસાઇટ devdutt.com છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















