Chandrayaan2 : ઈસરોએ ચંદ્રયાન-2નું લૉન્ચિંગ ટેકનિકલ કારણસર ટાળ્યું

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, Twitter/ISRO

ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો)એ ટેકનિકલ કારણોસર ચંદ્રયાન-2નું લૉન્ચિંગ ટાળી દીધું છે.

પૂર્વાયોજન પ્રમાણે સોમવારે રાત્રે બે વાગ્યે અને 51 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ચંદ્રયાન-2નું લૉન્ચિંગ થવાનું હતું.

ઈસરોએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સાવચેતીના પગલાંરુપે લૉન્ચિંગ અટકાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ચંદ્રયાન-1ની સફળતા બાદ ઈસરોએ ચંદ્રયાન-2નો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ મિશન દ્વારા ઈસરો ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઊતરશે, જ્યાં આજદિવસ સુધી વિશ્વનો કોઈ દેશ પહોંચ્યો નથી.

ભારતના અવકાશ મિશનમાં ચંદ્રયાન-2નું અનેરું મહત્ત્વ રહેલું છે. તેને ધ્યાને લઈને લૉન્ચિંગ સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ શ્રીહરિકોટા ખાતે હાજર હતા.

આ મિશન માટે ઈસરોનું કહેવું છે કે તેનું લક્ષ્યાંક ચંદ્રની સપાટીને સમજવાનું તથા ભારત તેમજ સમગ્ર માનવજાત માટે સંશોધન કરવાનું છે.

line

કઈ રીતે લૉન્ચિંગ થવાનું હતું?

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, Twitter/ISRO

3.8 ટન વજનનું ચંદ્રયાન-2 લગભગ 640 ટન વજન ધરાવતા જીએસએલવી માર્ક-3 રૉકેટ દ્વારા અંતરીક્ષમાં મોકલવામાં આવનાર હતું.

આ રૉકેટને 'બાહુબલી' એવું ઉપનામ આપવામાં આવ્યું છે. આ રૉકેટ ભારતનું સૌથી તાકતવર રૉકેટ છે તથા તે લગભગ 15 માળ ઊંચું છે. મિશન ચંદ્રયાન-2માં ત્રીજી વખત આ રૉકેટનો ઉપયોગ થશે.

ચંદ્રયાન-2 મિશનનો હેતુ ચંદ્રની સપાટી ઉપર પાણીને શોધવાનો છે. લૉન્ચિંગના લગભગ બે મહિના બાદ ત્રણ લાખ 84 હજાર કિલોમિટરની યાત્રા પૂર્ણ કરીને ચંદ્રયાન-2 ચંદ્ર ઉપર પહોંચશે.

line

'મેડ ઇન ઇંડિયા' ચંદ્રયાન-2

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, Getty Images

ચંદ્રયાન-2માં ઑર્બિટર, લૅન્ડર તથા રૉવર છે અને આ ત્રણેયનું નિર્માણ ભારતમાં જ થયું છે.

જો ભારતનું મિશન સફળ થાય તો ચંદ્રની સપાટી ઉપર સૉફ્ટ લૅન્ડિંગ કરાવનારા દેશો અમેરિકા, રશિયા તથા ચીનની યાદીમાં સામેલ થઈ જશે.

ચંદ્રયાન-2ના રૉવરને 'પ્રજ્ઞાન' એવું નામ આપવામાં આવ્યું છે. તે પૃથ્વીના સમય પ્રમાણે, 14 દિવસ સુધી જરૂરી પ્રયોગો કરશે.

ચંદ્રયાન-2 બાદ ભારતનું બીજું મહત્ત્વાકાંક્ષી મિશન 'ગગનયાન' છે, જે હેઠળ વર્ષ 2022માં માનવને અંતરીક્ષમાં મોકલવાનો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો