કર્ણાટક ધારાસભ્યોનાં રાજીનામાં : આઠ રાજીનામાં યોગ્ય ફૉર્મેટમાં નહોતાં - કર્ણાટક વિધાનસભા સ્પીકર

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકમાં ધારાસભ્યોનાં રાજીનામાંના ઘટનાક્રમ બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
કર્ણાટક વિધાનસભાના સ્પીકર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારશે કે નહીં એ અંગે રાજકીય વર્તુળમાં ચર્ચા છે.
સુપ્રીમ કોર્ટે તમામ બળવાખોર ધારાસભ્યોને છ વાગ્યા સુધીમાં વિધાનસભાના સ્પીકર સમક્ષ હાજર થવા કહ્યું હતું. તેમની મુલાકાત દરમિયાન જંગી સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે કહ્યું હતું કે રાજીનામાં પૈકી આઠ યોગ્ય ફૉર્મેટમાં નહોતાં.
અગાઉ સ્પીકર રમેશ કુમારે સમય વધારવાની માગ કરી હતી, પણ તે મંજૂર થઈ ન હતી.
કેટલાક ધારાસભ્યોએ સ્પીકર પર આક્ષેપ કર્યો હતો કે તેઓ જાણી જોઈને રાજીનામું સ્વીકાર્યું નથી.

હું રાજીનામું કેમ આપું? - કુમારસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીનું નિવેદન સામે આવ્યું છે.
કુમારસ્વામીએ કહ્યું કે તેમની સરકાર સંઘર્ષ કરશે અને તેમની પાર્ટી પાસે પૂરતા ધારાસભ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું કે મારે રાજીનામું આપવાની શું જરૂર?
કુમારસ્વામીએ કહ્યું, "2009-10માં જ્યારે યેદિયુરપ્પા મુખ્ય મંત્રી હતા ત્યારે 8 મંત્રીઓ સહિત 18 ધારાસભ્યો તેમના વિરોધમાં હતા, છેવટે શું થયું?"

શું છે સમગ્ર મામલો?
શનિવારે કૉંગ્રેસના 10 તથા જેડીએસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. 13માંથી 11 અસંતુષ્ટ ધારાસભ્યો રવિવારે મુંબઈ રવાના થઈ ગયા હતા. ગુરુવારે આ ધારાસભ્યો મુંબઈથી બેંગ્લોર આવ્યા હતા અને સ્પીકરને મળવા પહોંચ્યા હતા.
તાજેતરનાં રાજીનામાંને કારણે રાજ્યસભામાં યુતિની સભ્યસંખ્યા ઘટીને 105 રહી ગઈ હતી. બીજી બાજુ, કૉંગ્રેસ તથા જેડીએસે તેમના ધારાસભ્યોને મનાવવા માટે તજવીજ હાથ ધરી છે.
224 ધારાસભ્યોવાળી કર્ણાટકમાં બહુમત માટે 113 ધારાસભ્યોનાં સમર્થનની જરૂર હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












