ફૅક્ટ ચેક : ફોટો પડાવતી વખતે રવિ શાસ્ત્રીની ખુરશી નીચે દારૂની બૉટલ હતી?

ઇમેજ સ્રોત, Social Media
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયામાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીની એક તસવીર શૅર કરાઈ રહી છે, જેમાં તેમની ખુરશી નીચે એક દારૂની બૉટલ રાખેલી જોવા મળે છે.
આ તસવીરમાં રવિ શાસ્ત્રીની ડાબી બાજુ કૅપ્ટન વિરાટ કોહલી બેઠા છે અને તેમની પાછળ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ઊભા છે.
સોશિયલ મીડિયામાં વીસ હજારથી વધુ વાર શૅર કરાયેલી આ તસવીર સાથે લોકોએ ટિપ્પણી કરી છે કે 'જ્યારે એક કોચ પોતાની ટીમ સાથે ફોટો ખેંચાવવા આવે ત્યારે તેણે કોઈ નિયમનું પાલન કરવું જોઈએ કે નહીં? બીસીસીઆઈએ શાસ્ત્રી પાસેથી જવાબ માગવો જોઈએ.'


ઇમેજ સ્રોત, SM Viral Post Grab
મંગળવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે શરૂ થયેલી પહેલી સેમિફાઇનલ મૅચ વરસાદને કારણે પૂરી નહોતી થઈ શકી.
મૅચ રોકાયા બાદ રવિ શાસ્ત્રીનો ફોટો સોશિયલ મીડિયામાં શૅર થવા લાગ્યો હતો.
રિવર્સ ઇમેજ સર્ચની મદદથી એ જાણવા મળ્યું છે કે આ તસવીર સાથે ચેડાં કરવામાં આવ્યાં છે અને જે દાવા કરાઈ રહ્યા છે એ ખોટા છે.

તસવીરનું સત્ય

ઇમેજ સ્રોત, SM Viral Post Grab
સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલી રવિ શાસ્ત્રીની આ તસવીર 6 જુલાઈ, 2019ની છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 6 જુલાઈએ રમાયેલી લીગ મૅચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમનો આ ફોટો ખેંચવામાં આવ્યો હતો, જેમાં હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત ટીમનો આખો સ્ટાફ સામેલ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર ભારત અને શ્રીલંકાની મૅચ પહેલાં આ તસવીર ટ્વીટ કરી હતી અને સાથે લખ્યું હતું, "એક ટીમ, એક દેશ, એક ઉમંગ".
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કોઈએ રવિ શાસ્ત્રીને ટાર્ગેટ કરવા માટે આ તસવીર ઍડિટ કરી અને તેમની ખુરશી નીચે દારૂની બોટલ રાખી દીધી.
હવે આ નકલી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરાઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












