You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડિયન ઍરફોર્સે પાકિસ્તાની F-16 વિમાનને તોડી પાડ્યાની રડાર તસવીરો જાહેર કરી
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની વાયુસેનાના એફ-16 વિમાનને તોડી પાડ્યાના વિવાદમાં આજે રડાર થકી લેવાયેલી તસવીરો જાહેર કરી છે.
ભારતે આ તસવીરોના માધ્યમથી પાકિસ્તાનના એ દાવાનો જવાબ આપ્યો છે, જેમાં તેણે કહેલું કે 27 ફ્રેબુઆરીએ તેનું કોઈ પણ એફ-16 લડાકુ વિમાન નષ્ટ થયું નથી.
ભારતીય વાયુસેનાએ ત્યારે કહ્યું હતું કે તેણે પાકિસ્તાનનું એફ-16 લડાકુ વિમાન તોડી પાડ્યું છે.
ઇન્ડિયન ઍરફોર્સ એટલે કે આઈએએફે કહ્યું કે તેની પાસે પૂરતા પુરાવા છે કે ભારતે પાકિસ્તાનનું એફ-16 લડાકુ વિમાન તોડી પાડ્યું હતું.
જોકે ઍર વાઇસ-માર્શલ આરજીવી કપૂરે કહ્યું કે આઈએએફ વધુ માહિતી સાર્વજનિક નહીં કરે, કેમ કે તેનાથી સુરક્ષા અને ગોપનીયતા જેવી શરતોનું ઉલ્લંઘન થશે.
રડારની તસવીર
ઍર વાઇસ-માર્શલે કહ્યું કે રડારથી લેવાયેલી તસવીરોથી સ્પષ્ટ થાય છે કે નિયંત્રણરેખાની પશ્ચિમમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનો સામનો પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાન સાથે થયો હતો.
બીજી તસવીર પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાન ગાયબ થયા બાદ દસ સેકન્ડ બાદ લેવાઈ હતી. આમ પાકિસ્તાને એફ-16 લડાકુ વિમાન ગુમાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે અમેરિકન ન્યૂઝ પ્રકાશન ફૉરેન પૉલિસીએ અમેરિકાના સુરક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનને જેટલાં એફ-16 વિમાનો વેચ્યાં છે તે તમામ સલામત છે અને એકેય ગાયબ નથી. આ રિપોર્ટ પછી વિવાદ વધી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાઇસ-માર્શલ કપૂરે કહ્યુ કે 27 ફ્રેબ્રુઆરીએ પાકિસ્તાનના એક એફ-16 વિમાનને મિગ-21 બાયસને તોડી પાડ્યુ હતું. કપૂરે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે 27 ફેબ્રુઆરીએ બે વિમાનો પડ્યાં હતાં, જેમાં એક ભારતીય વાયુસેનાનું મિગ બાયસન હતું અને અન્ય પાકિસ્તાનની વાયુસેનાનું એફ-16 હતું.
આ વિશે વધુ વાંચો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો