દિલ્હીના 'અસલી બૉસ' કોણ, સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના અસલી બૉસ કોણ છે, આ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે.

જસ્ટિસ એ. કે. સીકરીએ કહ્યું કે પ્રશાસનના મામલા સાથે જોડાયેલા અધિકાર દિલ્હી સરકાર પાસે છે, જ્યારે કાયદો, પોલીસ અને જમીન સાથે જોડાયેલા મામલાઓમાં આ અધિકાર કેન્દ્ર પાસે છે.

જસ્ટિસ એ. કે. સીકરી અને અશોક ભૂષણની બૅન્ચે તમામ પક્ષોને સાંભળ્યા બાદ ગત વર્ષે નવેમ્બરમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સીકરીએ પોતાના ચુકાદામાં કહ્યું કે નિદેશક સ્તરની નિમણૂકો દિલ્હી સરકાર કરી શકે છે.

જ્યારે જસ્ટિસ ભૂષણનો ચુકાદો એથી ઉલટો છે.

તેમણે પોતાના ચુકાદામાં કહ્યું કે દિલ્હી સરકાર પાસે તમામ કાર્યકારી શક્તિઓ નથી. અધિકારીઓની બદલીના અધિકાર ઉપરાજ્યપાલ પાસે છે.

બે જજની પીઠના નિર્ણયમાં મતભેદ હોવાથી આ મામલો હવે ત્રણ જજોની બૅન્ચ પાસે જશે.

line

કેજરીવાલની સરકાર શા માટે સુપ્રીમ સુધી પહોંચી?

કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ગયા અઠવાડિયે દિલ્હી સરકારે પીઠ સમક્ષ રહેલા મામલામાં જલદી સુનાવણી કરવાનું કહ્યું હતું.

દિલ્હી સરકારનું કહેવું હતું કે તેમને વહીવટમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.

ગયા વર્ષે ઑગસ્ટમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ઉપરાજ્યપાલ જ દિલ્હીના વહીવટી અધ્યક્ષ છે.

કોર્ટે કહ્યું હતું કે ઉપરાજ્યપાલ માટે દિલ્હીના મંત્રીમંડળની તમામ સલાહો માનવી અનિવાર્ય નથી.

દિલ્હી સરકારે આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે વહીવટી નિર્ણયો પર મતભેદ રહ્યા છે.

સરકારનું કહેવું છે કે ઉપરાજ્યપાલ તેમના અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરે છે. જેથી સરકાર ચલાવવામાં મુશ્કેલીઓ નડી રહી છે.

વિવાદ નિમણૂકો અને બદલીઓને લઈને પણ છે, જેના પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે.

લાઇન
લાઇન

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સાર શું છે?

કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

  • ગ્રેડ વન અને ગ્રેડ ટુના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરશે.
  • ગ્રેડ ત્રણ અને ગ્રેડ ચારના કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગના અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે.
  • એન્ટિ-કરપ્શન બ્યૂરો કેન્દ્ર સરકાર પાસે રહેશે.
  • તપાસપંચ પણ કેન્દ્ર સરકાર પાસે રહેશે.
  • વીજળી બોર્ડના નિદેશક અને કર્મચારીઓ ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારી દિલ્હી સરકાર પાસે હશે.
  • જમીનના ભાવ દિલ્હી સરકાર નક્કી કરશે.
  • જો મતભેદની સ્થિતિ પેદા થશે તો ઉપરાજ્યપાલનો મત માનવામાં આવશે.
line

દિલ્હી પર હકની લડાઈ

હુમાયો ટોમ્બ

ઇમેજ સ્રોત, delhi tourism

અરવિંદ કેજરીવાલ પ્રથમ મુખ્ય મંત્રી નથી કે જેમણે આ મામલે કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય લીધો હોય.

આ પહેલાં વર્ષ 1952માં જ્યારે દિલ્હીની ગાદી પર કૉંગ્રેસ પાર્ટીના નેતા બ્રહ્મ પ્રકાશ મુખ્ય મંત્રી હતા.

એ સમયે પણ ચીફ કમિશનર આનંદ ડી. પંડિત સાથે એક લાંબા સમય સુધી તણાવનો માહોલ રહ્યો હતો.

જે બાદ મુખ્ય મંત્રીએ 1955માં રાજીનામું આપવું પડ્યું હતું. 1956માં દિલ્હીનો રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો.

આ બાદ દિલ્હીમાં સરકારો બનાવનારા ભાજપ, કૉંગ્રેસ અને આમ આમ આદમી પાર્ટી પોતપોતાના સમયમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ ઉઠાવતા રહ્યા છે.

એટલું જ નહીં 2003માં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે સંસદમાં સંશોધનનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

વાજપેયી સરકાર તરફથી તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ સંસદમાં સંશોધન પ્રસ્તાવ રાખ્યો હતો.

જેમાં પોલીસ અને કાયદાકીય વ્યવસ્થાને કેન્દ્ર હસ્તક રાખવાની વાત કહેવામાં આવી હતી.

જોકે, સંસદનો કાર્યકાળ પૂરો થવાની સાથે જ ખરડો આપોઆપ રદ થઈ ગયો હતો.

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અન ત્રણવાર દિલ્હીનાં મુખ્ય મંત્રી રહી ચૂકેલાં શીલા દીક્ષિતે પણ પોતાના સમયમાં આવી કોશિશ કરી હતી.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો