#NidarLeader: રાજકારણની જમીન પર મજબૂતીથી ઊભેલી મહિલાઓ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઘર હોય કે ઑફિસ, રાજકારણ હોય કે દેશ, જ્યારે અને જ્યાં મહિલાઓને સશક્ત બનાવવા, તેમના હાથ મજબૂત કરવા બાબતની ચર્ચા થાય છે, ત્યારે મોટાભાગે વાત જ થતી હોય છે, કોઈ ખાસ પ્રયત્ન નથી હોતો.

પરંતુ એવું નથી કે કરવા વાળા લોકો પોતાના સ્તરે પ્રયાસ નથી કરી રહ્યાં કે સફળતા નથી મેળવી રહ્યાં.

જે દેશની સંસદમાં મહિલાઓ હજુ સુધી 33 ટકા અનામત માટે સંઘર્ષ કરી રહી છે, એ જ દેશના બીજા ખુણાઓમાં એવી પણ મહિલાઓ છે, જે પોતાના ભાગનો સંઘર્ષ કરીને નાની મોટી રાજકીય સફળતા સુધી પહોંચી રહી છે.

વાત હવે ગામના સરપંચ અથવા કોઈ વિસ્તારના ધારાસભ્ય બનવા સુધી સીમિત નહીં રહે પણ લોકસભા ક્ષેત્રના સાંસદ, મંત્રી અને રાજ્યનાં મુખ્યમંત્રી બનવા સુધી પહોંચી ગઈ છે.

બીબીસી હિંદીએ આ સફળતાનો ઉત્સવ મનાવવાની સાથેસાથે રાજકારણમાં મહિલાઓના પડકારો ઉપર ચર્ચા કરવાં માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું.

'લીડર ભી, નીડર ભી...' નાના પરંતુ અસરકારક શીર્ષકથી અંદાજ મળે છે કે મહિલા નેતાઓ હજુ પહેલાંની જેમ પુરુષોના પડછાયામાં દબાઈને નથી રહી, પણ તેનાંથી બહાર પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, દિશા ચીંધી રહ્યાં છે. એ પણ ડર્યાં વગર, ગભરાયા વગર.

આ કાર્યક્રમમાં માત્ર રાષ્ટ્રીય રાજકારણમાં હાજરી નોંધાવનાર મહિલા નેતાઓ સાથે નહીં પણ એ મહિલાઓનાં સંઘર્ષ અને સફળતા પર પણ ચર્ચા કરવામાં આવી, કે જેઓ ગામડાંથી શહેર સુધી રાજકારણનો મુશ્કેલ રસ્તો હિંમત સાથે પાર કરી રહ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કુમારી શૈલજાની સાથે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે જે મહિલાઓ મોટાં દળોમાં સ્થાન મેળવવામાં સફળ થાય છે, તેમના માટે પાર્ટીમાં ઉચ્ચ સ્થાન સુધી પહોંચવાનો રસ્તો કેટલો મુશ્કેલ હોય છે?

કાર્યક્રમમાં નવી પેઢીના લોકો પણ સામેલ થયાં જેમણે એ ચિત્ર સ્પષ્ટ કર્યું કે આ પેઢી દેશનાં રાજકારણ અને નેતાઓ પાસે શું અપેક્ષા રાખે છે, શું આશા રાખે છે.

નવી પેઢીની મહિલાઓ અને તેમની રાજકીય યાત્રામાં આવનારી મુશ્કેલીઓ અને પડકારોની પણ ચર્ચા કરવામાં આવી.

આ મુદ્દે ચર્ચા કરવા માટે બીબીસીની સાથે આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા આતિશી અને હાલમાં મહિલા કૉંગ્રેસનાં મહાસચિવ બનાવવામાં આવેલાં અપ્સરા રેડ્ડી પણ જોડાયાં.

મુદ્દા, મુશ્કેલીઓ અને પરિણામ પર વાત

આપણું ધ્યાન ઘણીવાર એ મહિલા નેતાઓ પર જાય છે, જે સામાન્ય રીતે મીડિયાની નજરમાં રહે છે. પરંતુ ઘણાં મહિલા નેતા એવાં છે, જેઓ પ્રાથમિક સ્તરે સંઘર્ષ કરી રહ્યાં છે.

તેમના શું મુદ્દા છે, તેમની યાત્રા કેટલી મુશ્કેલ છે, તેઓ કેટલું આગળ વધી શકે છે, તેની ઉપર સીપીઆઈ(એમએલ)નાં પોલિટ બ્યૂરોનાં સભ્ય કવિતા કૃષ્ણન, આમ આદમી પાર્ટીનાં નેતા સોની સોરી, હરિયાણા અને રાજસ્થાનનાં ગામોમાં સરપંચ બનેલાં સીમા દેવી અને શહેનાઝ ખાન સાથે ચર્ચા કરવામાં આવી.

સમય જે ઝડપથી બદલાઈ રહ્યો છે, એટલી જ ઝડપથી દેશની રાજનીતિ બદલાઈ રહી છે.

મોટા ચહેરાઓની આસપાસ ફરતી હાલના સમયની રાજનીતિની રીત-ભાત અને વલણમાં મહિલા નેતા કેટલી હદે ગોઠવાય છે અને શું તેઓ એને બદલી શકે છે, આ સવાલનો જવાબ આપવા માટે હાજર રહ્યાં ભાજપાનાં ભૂતપૂર્વ નેતા અને સાંસદ સાવિત્રીબાઈ ફૂલે અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી સ્વાતિ સિંહ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો