You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રિયંકા ગાંધી જેવાં નેતાઓની સુંદરતા તેમની દુશ્મન કેમ છે? : બ્લૉગ
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
આપણી ચારેય તરફ હંમેશાં સુંદર ચહેરાના વખાણ, સુંદર ન હોવાની હીન ભાવના અને સુંદરતા નિખારવાની રીતનું પ્રદર્શન. એટલે કે ગમે તેટલી શિક્ષિત હોય અને પોતાનાં કામમાં તે પણ થોડી વધારે સુંદર હોત તો વધારે સારું હોત.
સુંદરતાની આ શ્રેષ્ઠતા સાથે હું સંમતી ધરાવતી નથી પણ દુનિયા રાખે છે અને એ માટે જ હું આશ્ચર્યમાં પડી જઉં છું જ્યારે જોઉં છું કે કેવી રીતે સુંદરતા જ બોજ સમાન બની જાય છે.
ચહેરાથી સુંદર છે તો મગજથી નબળી ચોક્કસ હશે. તક પણ એ માટે આપવામાં આવી કેમ કે તે સુંદર છે. અને કામ કંઈ ખાસ કરી શકશે નહીં કેમ કે આવડતનાં નામે સુંદરતા જ તો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પ્રિયંકા અને માયાવતી પર નેતાઓની ટિપ્પણી
આ બમણાં માપદંડો ફરી એક વખત જોવાં મળ્યાં, જ્યારે પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસનાં મહાસચિવ બનાવવામાં આવ્યાં.
ત્યારે ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓની ટિપ્પણીઓ કંઈક આ રીતે હતી.
"લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ચૉકલેટ જેવા ચહેરા સામે લાવી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેનાંથી ઉત્તર પ્રદેશમાં એકમાત્ર ફાયદો એ થશે કે કૉંગ્રેસની ચૂંટણી સભાઓમાં ખુરશીઓ ખાલી નહીં રહે."
"મત ચહેરાની સુંદરતાની મદદથી જીતી શકાતા નથી."
પરંતુ એવું પણ નથી કે મહિલા નેતા 'સુંદર'ની પરિભાષામાં ફિટ ન હોય તો તેને સન્માન મળી જ જાય.
બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના પ્રમુખ માયાવતી માટે સમાજવાદી પાર્ટી (સપા) નેતા મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું, "શું માયાવતી એટલાં સુંદર છે કે કોઈ તેમનો બળાત્કાર કરવા ઇચ્છશે?"
રાજ્યસભા સાંસદ શરદ યાદવે રાજસ્થાનમાં કહ્યું હતું કે પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયા જાડાં થઈ ગયાં છે, તેમને આરામ કરવા દેવો જોઈએ.
એટલે કોઈ ફેર પડતો નથી, વાત બસ એટલી છે કે પાર્ટી કોઈ પણ હોય, એવા પુરુષો ઓછા નથી કે જેઓ એમ માને છે કે રાજકારણમાં મહિલાઓ પુરુષોની બરોબરી કરી શકતી નથી અને તેનાં માટે તેઓ કોઈ પણ તર્ક રાખી શકે છે.
રાજકારણમાં મહિલાઓ
કોઈ જગ્યાએ તમારું અપમાન કરવામાં આવે, તમારા શરીર મામલે કોઈ ખરાબ વાત હોય અને તમારાં કામને એ જ ખરાબ વાતને ધ્યાનમાં રાખીને નીચું બતાવવામાં આવે તો તમે શું એ તરફ પાછા વળશો?
કદાચ ના. પણ આ મહિલાઓને જુઓ, તેઓ એ રસ્તે ચાલી જ રહી નથી, પરંતુ મક્કમ પણ છે. ચામડી શ્વેત હોય કે અશ્વેત, જાડી ચોક્કસ કરી લીધી છે.
આવી મહિલાઓની સંખ્યા અત્યારે ખૂબ ઓછી છે. પહેલી લોકસભા ચૂંટણીમાં 4%થી વધીને 16મી લોકસભામાં 12% મહિલા સાંસદ છે.
પાડોશી દેશોમાં જોઈએ તો નેપાળની સંસદમાં 38%, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં 20% મહિલાઓ છે.
એ પહેલાં કે તમે કહો કે સપનાં જોવાનું છોડી દો, તો એ જણાવી દઉં કે આફ્રિકી દેશ રવાંડાએ શક્યતાની મર્યાદા એટલી ઊંચી કરી દીધી છે કે ચાહતને વધારે પાંખો મળી ગઈ છે.
રવાંડાની સંસદમાં 63 ટકા મહિલાઓ છે.
ભારતમાં મહિલાઓને ટિકિટ આપવામાં ખચકાટ
ભારતમાં મહિલાઓને મત આપવાનો અધિકાર ઘણા દાયકા પહેલાં, સ્વતંત્રતાની સાથે મળી ગયો હતો. પણ તેની સાથે રાજકારણનાં શક્તિશાળી પદો પર તેમની ભાગીદારી નક્કી થઈ નથી.
રાજકીય પાર્ટીઓ પુરુષ કેન્દ્રિત રહી અને મહિલાઓને ટિકિટ આપવા અંગે ખચકાટ રહ્યો, પછી ભલે તે ધારાસભ્યનું પદ હોય કે સાંસદનું.
2014ની લોકસભા ચૂંટણીમાં આશરે 7,500 ઉમેદવાર મેદાને હતા, તેમાંથી માત્ર આઠ ટકા એટલે કે આશરે 500 મહિલાઓ હતી.
સંશોધન સંસ્થા 'ઍસોસિયેશન ઑફ ડેમૉક્રેટિક રિફૉર્મસ'ના વિશ્લેષણના આધારે આ મહિલાઓમાંથી એક તૃતિયાંશ કોઈ પાર્ટીમાંથી લડી ન હતી, તેઓ સ્વતંત્ર ઉમેદવાર હતાં.
પાર્ટીઓમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધારે 59, કૉંગ્રેસે 60 અને ભાજપે 38 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી હતી.
સૌથી સારું પ્રદર્શન રહ્યું મમતા બેનરજીની તૃણમુલ કૉંગ્રેસનું કે જેમણે એક તૃતિયાંશ બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી.
એ વાતને નકારી શકાતી નથી કે પાર્ટી કોઈ ઉમેદવારને ટિકિટ આપતા પહેલાં તેમની જીતવાની આવડતને આંકે છે.
જાણવા જેવી વાત એ છે કે સામાન્ય સમજથી એકદમ વિપરિત, તેમાં મહિલાઓ પુરુષો કરતાં ઉત્તમ છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારીના આધારે 2014ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓનો જીતવાનો દર (9%) પુરુષ (6%)થી ઘણો સારો છે.
તે છતાં રાજકારણમાં પુરુષોનું વર્ચસ્વ હોવાના કારણે મહિલા ઉમેદવાર માટે બમણો પડકાર છે.
બદલાવ લાવવા માટે પાર્ટીઓની નિયતને બદલાય એ ખૂબ જરુરી છે.
નિયત ન બદલાઈ તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતી બેઠક રાખવા વાળું બિલ ક્યારેય પાસ થશે નહીં. અને જો બિલ પાસ થઈ પણ ગયું તો તે લાગૂ નહીં થાય.
વિઘ્ન માટે દુઃખ છે
સવાલ એ પણ છે કે શું અનામત જ સાચો રસ્તો છે?
મહિલાઓ માટે પંચાયત સ્તર પર પહેલા એક તૃતિયાંશ અને પછી 50% અનામત લાવવામાં આવી અને તેનાંથી તેમનું પ્રતિનિધિત્વ પણ વધ્યું છે.
પણ નિયત ન બદલાવાના કારણે હજુ પણ મોટાભાગનાં મહિલા સરપંચ નામ ખાતર પોતાનાં પદ પર છે. કામ તેમના પતિ, સસરા, પિતા અથવા તો બીજા કોઈ પ્રભાવશાળી પુરુષ જ કરી રહ્યા છે.
કારણ એ જ છે કે તેમની આવડતને ઓછી આંકવામાં આવે છે અને ક્ષમતા હોય તો પણ તેને નિખારવા, શીખવા, કે આગળ વધવાની તક આપવામાં આવતી નથી.
પણ કેટલીક મહિલાઓ છે કે જેઓ બધી અડચણ છતાં ખેદ વ્યક્ત કરવાના બદલે પોતાની જગ્યા બનાવી રહી છે.
તે સુંદર પણ છે, અશ્વેત પણ છે, જાડી પણ છે. તે મહિલા હોવા સિવાય પછાત સમજાતી જ્ઞાતિ સાથે પણ સંબંધ ધરાવે છે, આદિવાસી છે, ગરીબ છે અથવા તો મધ્યમવર્ગીય પરિવારથી છે.
પણ તેમણે લીડર થવાનું પસંદ કર્યું છે, નીડર હોવાનું પસંદ કર્યું છે. તે એ જાણી ગઈ છે કે ટોણા મારતી કૉમેન્ટ તેમને નહીં, એવી વાતો કરવા વાળા લોકોને નીચા બતાવે છે.
અને તેઓ જાણે છે કે નિયત બદલવાની રાહ હાથ પર હાથ ધરીને નહીં પણ પોતાના અવાજને મજાકના ઘોંઘાટથી બુલંદ કરવાથી થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો