'મહિલાઓ અડધા મગજની હોય છે'

    • લેેખક, જૉર્જિના રનાર્ડન અને મોહમ્મદ શુકરી
    • પદ, બીબીસી ન્યૂઝ

સાઉદી અરેબિયાના એક ધાર્મિક નેતાએ કહ્યું છે કે મહિલાઓ ગાડી ન ચલાવી શકે. કારણ કે તેમની પાસે ચોથા ભાગનું જ મગજ હોય છે.

'દ ઇવિલ્સ ઓફ વિમન ડ્રાઇવિંગ' વિષય પર ભાષણ આપતા સાદ અલ-હિજરીએ કહ્યું કે મહિલાઓ પાસે માત્ર અડધું મગજ જ હોય છે.

તમને આ વાંચવું પણ ગમશે :

એમાં પણ એ જ્યારે શૉપિંગ કરવા જાય, ત્યારે અડધામાંથી પણ અડધું વપરાઈ જાય છે.

ધર્મગુરૂ પર નિયંત્રણ

આ નિવેદન બાદ સાઉદી અરેબિયાના અસિર પ્રાંતના ફતવા (કાયદાકીય અભિપ્રાય) પ્રમુખ સાદનાએ ધર્મગુરૂના ઉપદેશ આપવા તથા અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

સાઉદીમાં મહિલાઓના ગાડી ચલાવવા પર પ્રતિબંધ છે. આ અંગે વિરોધ પ્રદર્શન પણ થયા છે.

ધાર્મિક નેતાએ કરેલી ટિપ્પણીનો આ વીડિયો સાઉદી અરબમાં વાયરલ થવા લાગ્યો છે. એના પર સોશિઅલ મીડિયામાં ખાસી ચર્ચા થવા લાગી છે .

સોશિઅલ મીડિયા પર વિરોધ

મહિલાઓ પાસે માત્ર ચોથા ભાગનું જ મગજ હોય છે, તે એવા હૈશટેગનો અરબી ભાષામાં 24 કલાકમાં 1.19 લાખ વાર ઉપયોગ કરવામાં આવ્યો.

ઘણા લોકોએ તેમની આ ટિપ્પણીની ટીકા કરતા ટ્વિટ્સ કર્યાં.

જેમાંથી શિક નામના એક યૂઝરે લખ્યું, "હું ભગવાનના કસમ ખાઈને કહું છું કે તમે અને તમારા જેવા લોકો પાસે ચોથા ભાગનું મગજ હોય છે. જેઓ તમારા મંચ પરથી કટ્ટર વિચારો રજૂ કરે છે. મહિલા જ પુરુષને જન્મ આપે છે, એનો ઉછેર કરે છે અને એને સફળ બનાવે છે. "

નકા નામના એક યૂઝરે લખ્યું, "સાદ પર પ્રતિબંધ લગાવવાથી કંઈ નહીં મળે. બીજા પણ ઘણા કાળી દાઢીવાળા છે જેઓ ભડકાઉ ફતવા બહાર પાડે છે.

કેટલાકે કર્યું સમર્થન

બીજી તરફ કેટલાક લોકોએ સાદનો બચાવ કર્યો. 'સાદ મહિલાઓની સાથે છે, એમના વિરોધમાં નહીં' અરબી ભાષામાં આ હૈશટેગ સાથે 24 કલાકમાં 20 હજાર ટ્વીટ કરવામાં આવ્યા.

એક યૂઝર અબ્દુલ રહાને ટ્વીટ કર્યું, "અમારા શેખ સાદ અલ-હિજરી અમારી બહેન અને દીકરીઓની ચિંતા કરે છે. એમણે એવી કોઈ ભૂલ નથી કરી કે તેમને પદ પરથી હટાવવા પડે. અસિરના ગવર્નર ખુદાનો ખોફ કરો. બિનસાંપ્રદાયિકોનું ન માનો."

અસિર પ્રાંતના પ્રવક્તાએ કહ્યું કે મંચ પરથી જે કાંઈ પણ બોલવામાં આવે છે તેની સમાજના લોકો પર અસર પડે છે. સમાજમાં ગેરસમજ પેદા ના થાય અને વિવાદને રોકવા માટે સાદ પર પ્રતિબંધ લગાવવામાં આયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો