બ્લોગ : તે સ્મિત સાથે બોલ્યો, "અમારો દેશ બદલાઈ રહ્યો છે"

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઇવિંગની પરવાનગીના એલાન સાથે જ મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા, પરંતુ બીજી તરફ દક્ષિણ એશિયાના 10 લાખ ડ્રાઇવરો માટે ખરાબ સમાચાર પણ આવ્યા.

આગામી વર્ષે જૂનથી જ્યારે મહિલાઓ પોતાની કાર ડ્રાઇવ કરવા લાગશે તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લાખો ડ્રાઇવરની નોકરી જતી રહેશે.

બીજા ક્ષેત્રોમાં પણ ભારત અને અન્ય દેશોમાંથી આવીને કામ કરવા વાળા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. સાઉદી સરકાર તેના નાગરિકોને નોકરીઓમાં પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

સાઉદી અરેબિયામાં પ્રશિક્ષિત અને કુશળ શ્રમિકોની એક મોટી સેના તૈયાર છે. એ લોકો જે પહેલા કામ કરવા માગતા ન હતા તેઓ હવે કરવા પર મજબૂર છે. પરિસ્થિતિ બદલાઈ રહી છે.

પરિવર્તનની ધીમી હવા

એક જમાનાથી પોતાની રૂઢીઓ અને સમાજ વ્યવસ્થાને વળગી રહેલા સાઉદી સમાજમાં પરિવર્તનની ધીમી હવા વહી રહી છે.

એ વાતનો અનુભવ મને હાલ જ એક સાઉદી યુવક સાથે મળીને થયો હતો. આ યુવાન સાથે મારી મુલાકાત લંડનના એક કેફેમાં થઈ હતી.

આ અજાણ્યો યુવક તેના રંગ રૂપ અને પહેરવેશથી પશ્ચિમી દેશનો એશિયાઈ લાગી રહ્યો હતો. મારી સાથે સારી અંગ્રેજી ભાષામાં વાત કરી રહ્યો હતો.

મેં વાતચિત દરમિયાન મનમાં જ તેની નાગરિકતા વિશે અંદાજો લગાવવાનું શરૂ કરી દીધું હતું. "આ વ્યક્તિ ભારતીય છે કે પાકિસ્તાની? લેબેનોનનો પણ હોઈ શકે છે."

આખરે મેં પૂછી જ લીધું કે તે ક્યાંથી આવ્યો છે અને જ્યારે તેણે સાઉદી અરેબિયા કહ્યું તો હું હેરાન થઈ ગયો.

એક સાઉદી નાગરિકની છબીથી અલગ તે ખુલ્લા મનનો માણસ લાગતો હતો. જાણે તે પશ્ચિમી સભ્યતાથી પ્રભાવિત હતો. મેં પૂછ્યું લંડનમાં શિક્ષા મેળવી રહ્યા છો તો તેણે કહ્યું કે તે લંડન શોપિંગ કરવા આવ્યો છે.

તેણે આગળ જણાવ્યું કે તે એક સિવિલ એન્જિનીયર છે અને સાઉદીમાં બિનલાદેન કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. તેણે કહ્યું તેણે શિક્ષા પોતાના દેશમાંથી મેળવી છે.

લૈંગિક સમાનતાની તરફદારી કરી

મારી હેરાનીને જોતા તેમણે સ્મિત આપ્યું અને કહ્યું કે ભાઈ હેરાન ન થશો. "અમારો દેશ બદલાઈ રહ્યો છે. હવે અમારા જેવા યુવાનો મેકડૉનાલ્ડ્સ અને કેએફસી જેવી જગ્યાએ કામ કરી રહ્યા છે."

"થોડા વર્ષો સુધી આ વાત વિચારવી પણ અઘરી હતી." મેં પૂછ્યું કે ભાઈ આટલી સરસ અંગ્રેજી બોલવાનું ક્યાંથી શીખ્યો, તો તે કહેવા લાગ્યો પોતાના દેશમાં.

"અંગ્રેજી ભાષા શીખવા માટે અમારે લંડન કે ન્યૂયોર્ક જવાની જરૂર નથી. અમે અહીં આવવાને બદલે અંગ્રેજીનાં શિક્ષકોને સારા પગાર પર અમારા દેશમાં જ બોલાવી લઇએ છીએ."

એ યુવાનનું નામ તો યાદ ન રહ્યું પરંતુ તેની કૂલ પર્સનાલિટી, તેનો આત્મવિશ્વાસ, લૈંગિક સમાનતા પર અમારી સાથે મળતા તેના વિચાર અને મનનાં ખુલ્લાપણાએ અમને ખૂબ પ્રભાવિત કર્યા.

તે સાઉદી અરેબિયામાં શરૂ થયેલા સામાજિક અને રાજકીય ફેરબદલનું એક હાલતું-ચાલતું ઉદાહરણ હતું.

તેના માટે જ્યારે ત્યાં મહિલાઓને વાહન ડ્રાઇવ કરવાની પરવાનગીથી માંડીને તેમને સ્ટેડિયમમાં જવા દેવાની પરવાનગી સુધીની ખબરો સાંભળી તો વધુ હેરાની થઈ.

એ સાઉદી યુવાને મને કહ્યું હતું કે તેના દેશનો સમાજ બદલાઈ રહ્યો છે.

બદલાવના રસ્તે મુશ્કેલીઓ પણ

જો તમે ગંભીરતાથી વિચારશો તો તમને બદલાવ કે પરિવર્તન એક શક્તિશાળી શબ્દ લાગશે. જો બદલાવ સકારાત્મક હોય તો તે કોઈ ક્રાંતિથી ઓછો નથી હોતો.

સાઉદી અરેબિયામાં મહિલાઓને આપવામાં આવતા અધિકારોને ત્યાંના સમાજના પરિપ્રેક્ષ્યમાં રાખશો ત્યારે જ તેનું મહત્વ સમજાશે.

સાઉદી સરકારના આ પગલાં પર ટિપ્પણી કરતા એક સ્થાનિક ધર્મગુરુએ કહ્યું છે કે મહિલાઓને આ અધિકાર ન આપવા જોઈએ કેમ કે તેમનું અડધું મગજ હોય છે.

આ નિવેદન પર સાઉદી સરકારે તેમની ટીકા કરી હતી. આ છે પરિવર્તનમાં આવતી મુશ્કેલીઓ.

પરિવર્તન એમ જ નથી થઈ રહ્યું, પણ બદલાવ લાવવામાં આવી રહ્યો છે અને તેનો શ્રેય સાઉદી અરેબિયાના 32 વર્ષીય રાજકુમાર મોહમ્મદ બિન સલમાનને જાય છે.

તેમણે થોડા દિવસો પહેલા જ એ વાયદો કર્યો હતો કે તેમનો દેશ હવે ઉદારવાદી ઇસ્લામને અપનાવશે.

પહેલાં કરતા વધારે સ્વતંત્રતા

પરિવર્તનનું સપનું તેમના 'વિઝન 2030'માં દાખલ છે. તેના આધારે સાઉદી અરેબિયાને એક આધુનિક દેશ બનાવાશે. સાઉદી અરેબિયાને એક વહાબી ઇસ્લામ વાળા સમાજથી ઉગ્ર ઇસ્લામ વાળા સમાજમાં બદલાશે.

આ દસ્તાવેજના આધારે સાઉદી અરેબિયાની તેલની નિર્યાત પર નિર્ભરતા ખતમ કરી દેવાશે. તેની અર્થવ્યવસ્થાને મજબૂત આર્થિક યોજનાઓથી મજબૂત કરાશે.

બદલાવ આવવામાં એક બે પેઢીનો સમય તો લાગશે. ભારતને તેનો અનુભવ છે. દેશમાં આર્થિક ઉદારીકરણ 1991માં શરૂ થયું હતું પરંતુ તેના પરિણામ આવતા આવતા વર્ષો લાગી ગયા.

આજે આપણો સમાજ વર્ષ 1970 અને 1980ના દાયકાથી કેટલો અલગ છે. મને ભારતના બન્ને સમાજમાં રહેવાનો અનુભવ છે. હું જૂના સમાજની માસૂમિયત અને સરળતાને ખૂબ યાદ કરું છું.

પરંતુ આજના વ્યસ્ત જીવનથી પણ હું પોતાને અલગ નથી કરી શકતો. પહેલા કરતાં આજે આપણી પાસે ઘણી વધારે સ્વતંત્રતા છે. આર્થિક રૂપે પણ આપણી પરિસ્થિતિ પહેલા કરતા સારી છે.

આપણે છેલ્લા 20 થી 25 વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નવી ઓળખ બનાવી છે. ભારતના આ પરિવર્તનને મેં ન માત્ર અનુભવ્યો છે પણ મારા પત્રકારત્વમાં તેની જગ્યા પણ બનાવી છે.

પરિવર્તન દરમિયાન સામાજિક અને રાજકીય ઉથલ પાથલ થવાનો ડર રહે છે. સાઉદી અરેબિયા 1931માં પોતાના જન્મથી જ વહાબી ઇસ્લામની ખૂબ નજીક રહ્યું છે.

જો વહાબી મૌલાનાઓએ સાથ આપ્યો તો સાઉદી સરકાર પરિવર્તન લાવવામાં સફળ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો