You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું યોગી આદિત્યનાથ કુંભમાં ડૂબકી લગાવનારા યૂપીના પ્રથમ CM છે?
- લેેખક, ફૅક્ટ-ચેક ટીમ
- પદ, બીબીસી
ડાબેરી વલણ ધરાવતાં સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની કુંભમાં ડૂબકી લગાવતી તસવીરો એ દાવા સાથે શૅર કરાઈ રહી છે કે તેઓ કુંભમાં ડૂબકી લગાવનારા ઉત્તર પ્રદેશના પ્રથમ સીએમ છે.
ઘણા લોકોએ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને હિંદુઓની શાન ગણાવતા કહ્યું છે કે આજ સુધી પ્રદેશના કોઈ મુખ્ય મંત્રીએ આવું કાર્ય કર્યું નથી.
ઘણાં ફેસબુક ગ્રૂપ્સમાં આ તસવીર વારંવાર આ જ દાવા સાથે શૅર કરવામાં આવી છે.
મંગળવારના રોજ યોગી આદિત્યનાથે કુંભ મેળામાં યૂપી સરકારના મંત્રી પરિષદના સભ્યો સાથે પવિત્ર ગણાતા સંગમતટે સ્નાન કર્યું હતું અને ત્યારબાદ કેટલાક સાધુ સંતો સાથે મળીને એમણે ગંગાની આરતી પણ કરી હતી.
યોગી આદિત્યનાથના સત્તાવાર ટ્વીટ અનુસાર તેમણે મંગળવારે સંગમ તટ પર આવેલા 'અક્ષયવટ' ના પણ દર્શન કર્યા હતા.
સીએમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર દાવો (યોગી કુંભમાં ડૂબકી લગાવનાર પ્રથમ સીએમ) ખોટો છે.
2007નો કુંભમેળો
અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે યોગી આદિત્યનાથ પહેલાં પણ ઉત્તર પ્રદેશના સીએમ મુલાયમ સિંહ યાદવ અલાહાબાદના અર્ધકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.
મુલાયમ સિંહ યાદવે સીએમ તરીકેના પોતાના ત્રીજા કાર્યકાળમાં 2007ના અલાહાબાદના અર્ધકુંભ મેળામાં સ્નાન કર્યું હતું. એ દિવસે શનિવાર હતો અને તારીખ હતી 20 જાન્યુઆરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક જૂના મીડિયા અહેવાલ અનુસાર મુલાયમ સિંહ યાદવ પોતાના ખાસ વિમાનમાં અલાહાબાદ પહોંચ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
અર્ધકુંભનું નિરીક્ષણ કરવા માટેની મુખ્યમંત્રીની આ મુલાકાત હતી.
આ દરમિયાન મુલાયમ સિંહ યાદવે તમામ 13 અખાડાની એકસાથે સાંકળી રાખનારી સમિતિ,અખિલ ભારતીય અખાડા પરિષદના એ વખતના અધ્યક્ષ મહંત જ્ઞાનદાસ સાથે મુલાકાત પણ કરી હતી.
ત્યારબાદ ગંગા, યમુના અને કલ્પિત સરસ્વતી નદીના સંગમ પર આવેલા વીઆઈપી ઘાટ ખાતે મુલાયમ સિંહ યાદવે સ્નાન પણ કર્યું હતું.
'આ ટ્રૅન્ડ નવો નથી'
પ્રયાગરાજ (અલાહાબાદ) સાથે સબંધ ધરાવતા કેટલાક અગ્રણી પત્રકારોના જણાવ્યા અનુસાર વર્ષ 2001માં ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી રાજનાથ સિંહે પણ અલાહાબાદના મહાકુંભમાં સ્નાન કર્યું હતું.
જો કે એ વખતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો આટલો બધો વ્યાપ નહોતો એટલે આ વેળાનો કોઈ અહેવાલ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી.
અગ્રણી પત્રકાર રામદત્ત ત્રિપાઠીના જણાવ્યા અનુસાર અલાહાબાદમાં યોજાતા કુંભમાં સ્નાન કરવાની પ્રથા કોઈ નવી વાત નથી.
એમણે જણાવ્યું, "એવા જૂના આર્કાઇવ વીડિયો છે જેમાં સંયુક્ત પ્રાંત(સંયુક્ત ઉત્તર પ્રદેશ)ના પહેલા મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને પણ મહાકુંભ મેળાનું નિરિક્ષણ કરતા અને સ્નાન કરતા જોવા મળે છે. પણ હવે આને રાજકારણના ધોરણે પ્રચાર વધી ગયો છે."
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલાં રવિવાર 27 જાન્યુઆરીના રોજ પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ કુંભમાં સ્નાન કરી ચૂક્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની કુંભ સ્નાનની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ હતી.
સમાચાર એજન્સી આઈએનએસના જણાવ્યા અનુસાર કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ 4 ફેબ્રુઆરીના રોજ કુંભમાં સ્નાન કરશે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો