જો મોદી સહિતના નેતાઓ #10YearChallengeમાં ભાગ લે, તો કેવા ફોટો શેર કરે?

જો તમે ફેસબુક કે ટ્વિટરનો ઉપયોગ કરો છો તો તમને #10YearChallenge વિશે ખ્યાલ હશે.

કદાચ તમે પણ આ ટ્રૅન્ડને અનુસરીને પોતાની 10 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરી હશે.

આ ટ્રૅન્ડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે.

સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકો આ ટ્રૅન્ડનો ભાગ બની રહ્યા છે.

ત્યારે જો ભારતના રાજકારણીઓ જો આ ટ્રૅન્ડમાં જોડાય તો કેવા ફોટોઝ પોસ્ટ કરે?

તો ચાલો કેટલાક નેતાઓની હાલની તસવીર અને આજથી 10 વર્ષ પહેલાંની તસવીરો પર નજર કરીએ.

નરેન્દ્ર મોદી

રાહુલ ગાંધી

અમિત શાહ

અખિલેશ યાદવ

એલ. કે. અડવાણી

અમિત શાહ અને નરેન્દ્ર મોદી

આ સિવાય કેટલીક મોટી કંપનીઓએ પણ આ ટ્રૅન્ડનો લાભ લઈને પોતાના મંતવ્યો ફોટોઝ દ્વારા રજૂ કર્યાં હતાં.

ઝોમેટોએ ટ્વિટર પર એક પિત્ઝાનો ફોટો ટ્વીટ કર્યો હતો.

સ્વિગીએ જૂના ટેલિફોન અને નવા સ્માર્ટ ફોનની સરખામણી કરતો ફોટો પોસ્ટ કર્યો હતો.

ફેવિકોલે જૂની ફેવિકોલના ડબ્બા પર બેઠેલા બાળક અને એક યુવાનનો ફોટો ટ્વીટ કર્યો હતો.

પેટીએમે 10 વર્ષ પછીની ભવિષ્યવાણી કરતો એક ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો