You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દારુલ ઉલુમ દેવબંદે તેમના વિદ્યાર્થીઓને 26 જાન્યુઆરીના રોજ બહાર ન નીકળવાની સલાહ આપી
દારુલ ઉલૂમ દેવબંદે પ્રજાસત્તાક દિવસ પર વિદ્યાર્થીઓને બહાર હરવા-ફરવા માટે મનાઈ કરી છે.
ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાને સર્ક્યુલર જારી કરીને બધા વિદ્યાર્થીઓને હૉસ્ટેલ પરિસરમાં જ રહેવાની અપીલ કરી છે.
જો કોઈ મહત્ત્વનું કામ આવે તો જ બહાર નીકળવાનું કહ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે છે.
અનેક જગ્યાએ ચેકિંગ થતું હશે જેના કારણે ડરનો માહોલ બની જાય છે.
દેવબંધ મદરેસાએ પોતાના વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે જો ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે.
સફર દરમિયાન સંયમ રાખે, કોઈની સાથે કોઈ પણ પ્રકારની દલીલો ના કરે અને કામ ખત્મ થતાની સાથે જ મદરેસામાં પરત આવી જાય.
ન્યૂ ઝિલૅન્ડ સામે વિરાટ કોહલી છેલ્લા બે મૅચ નહીં રમે
બુધવારે ન્યૂ ઝિલૅન્ડ સામે શ્રેણીની પ્રથમ મૅચ જીત્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી આ શ્રેણીના અંતિમ બે મૅચ નહીં રમે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુલ પાંચ મૅચની આ શ્રેણીમાં કોહલીને છેલ્લા બે મૅચ માટે આરામ આપવામાં આવ્યો છે.
કોહલીની જગ્યાએ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન હશે.
બીસીસીઆઈ જાહેર કરેલા એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે આગામી ઑસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ પહેલાં કોહલીને આરામ આપવો જરૂરી છે.
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સતત ક્રિકેટ શ્રેણીઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીયુષ ગોયલને અસ્વસ્થ જેટલીના નાણામંત્રાલયનો હવાલો
કેન્દ્ર સરકારે રેલવે મંત્રી પીયુષ ગોયલને નાણામંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલી હાલ તેમના નિયમિત ચેકઅપ માટે અમેરિકા ગયા છે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરવામાં આવેલી એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે, "અરુણ જેટલી અસ્વસ્થ હોવાને કારણે નાણામંત્રાલય અને કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયનો વધારાનો કાર્યભાર પીયુષ ગોયલ સંભાળશે."
"આ દરમિયાન અરુણ જેટલી મિનિસ્ટર વિથ આઉટ પોર્ટફૉલિયો હશે."
ગયા વર્ષે એપ્રિલમાં અરુણ જેટલી કિડનીની સમસ્યાને કારણે દિલ્હીની હૉસ્પિટલ એમ્સમાં ભરતી થયા હતા.
ચાર જૂને તેમણે પોતાના ટ્વિટર હૅન્ડલ પર કિડની ટ્રાન્સપ્લાન્ટની જાણકારી આપી હતી.
મોદીએ પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવવા મામલે શું કહ્યું?
બુધવારે રાહુલ ગાંધીએ પૂર્વ ઉત્તર પ્રદેશના મહાસચિવ તરીકે પ્રિયંકા ગાંધીની નિમણૂક કરી હતી.
આ મામલે મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ વારસાગત રાજકારણમાં માને છે.
મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરતા તેમણે એનસીપીના સુપ્રીમો શરદ પવારનાં વખાણ પણ કર્યાં હતાં.
શરદપવારના ગામ બારામતીમાં વીડિયો કૉન્ફરન્સ દ્વારા સંબોધન કરતા મોદીએ કૉંગ્રેસને પરિવારવાદી પાર્ટી ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે ભારતની મોટાભાગની પાર્ટીને પરિવાર ચલાવે છે. જ્યારે ભાજપ માટે પાર્ટી એજ પરિવાર છે.
વેનેઝુએલામાં વિપક્ષના નેતાને ટ્રમ્પે આપ્યું સમર્થન
વેનેઝુએલામાં સરકાર સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષના નેતા ખુઆન ગોઈદોને વચ્ચગાળાના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દીધી છે.
વેનેઝુએલામાં હજારો લોકો વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મડુરો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ખુઆન ગોઈદો આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે.
બુધવારે તેમને કરાકાસમાં ખુદે દેશના વચ્ચગાળાના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા હતા.
આ મહિનાની શરૂઆતામાં નિકોલસ મડુરોએ રાષ્ટ્રપતિ તરીકે પોતાના બીજા કાર્યકાળના શપથ ગ્રહણ કર્યા હતા.
હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીઓમાં તેમના પર ગેરરીતી આચરવાના આરોપો લાગ્યા હતા.
તેમના નેતૃત્વમાં વિતેલાં ઘણાં વર્ષોથી વેનેઝુએલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
વધતી કિંમતો, ખાણીપીણીની વસ્તુઓ અને દવાની કમીને કારણે લાખો લોકો વેનેઝુએલાથી ભાગી રહ્યા છે.
પ્રિયંકા ગાંધી ફેબ્રુઆરીમાં પૂર્વ ઉત્તર પ્રદેશનો ચાર્જ સંભાળી શકે
કૉંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી 2019ને ધ્યાને રાખતા પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશનો ચાર્જ સોંપ્યો છે.
તેમને ચૂંટણી પહેલાં પૂર્વ ઉત્તર પ્રદેશનાં મહાસચિવ તરીકે નિમવામાં આવ્યાં છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવી જવાબદારીનો ચાર્જ તેઓ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં સંભાળશે.
પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસમાં લાવવા માટે કાર્યકર્તાઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા.
સૌ પ્રથમ પ્રિયંકાએ 2004ની ચૂંટણીઓમાં સૌથી પહેલાં પ્રચાર કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો