અનામત : મહિલાઓની અવગણના કરવી ભારતીયોની ટેવ!- દૃષ્ટિકોણ

મહિલાઓ

ઇમેજ સ્રોત, AFP

    • લેેખક, મૃણાલ પાંડે
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

રહીમ કહી ગયા કે 'સચ બોલો તો જગ રૂઢતા હૈ ઔર જૂઠ કહો તો રામ.'

આ પંક્તિનાં લેખિકાએ રામ નામનો સહારો લઈને અનામતની વાતનું કેટલુંક અણગમતું સત્ય એવી રીતે સામે રાખ્યું છે કે જેને સાચી રીતે સમજવું મીડિયા અને તેના કરોડો દર્શકો-વાચકો માટે સારું રહેશે. અહીં ભૂલચૂક લેવીદેવી.

બિન અનામત વર્ગ માટે 10 ટકા અનામતના નવીન વ્યંગ્ય પર તમામ પક્ષના પુરુષો (તેમજ થોડી મહિલાઓ) વચ્ચે એક વિસ્મયકારી એકતાના દર્શન થયા.

બધાને ખબર છે કે ચૂંટણી પહેલાં નોટિસ વગર, અન્ય પક્ષો સાથે ચર્ચા કર્યા વગર અને ગેરબંધારણીય હોવા છતાં આ બ્રહ્માશસ્ત્રનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો?

પણ ચૂંટણી નજીક છે અને કોઈ પણ પક્ષ પોતાના અનામતનો વિરોધી ઠેરવીને બદનામી વહોરી લેવા નથી માગતો.

રાજકીય પક્ષો મહિલાઓને તેમની કુલ સંખ્યાની સરેરાશ કરતાં પણ ઓછી સંખ્યા એટલે કે માત્ર 33 ટકા અનામત આપતું બિલ વર્ષોથી સંસદમાં લટકેલું છે.

સંસદો ગૃહ બહાર તો આ બિલને લઈને સકારાત્મક વલણ અપનાવતા હોય પણ ગૃહની અંદર પગ મૂકતાં જ એક મૂક સહમતી સાથે એને આગળ વધારવાનું ટાળી દે છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
અનામતની માગ કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

દેશની 50 ટકા મહિલા વસતિ માટે 33 ટકા અનામતના આ 'વેતાલ'ને રાજકીય વૃક્ષ પરથી ઉતારીને લાવવાનું સાહસ 56 ઈંચની છાતી ધરાવતા વડા પ્રધાનજીએ પણ બતાવ્યું નથી.

કેમ ભાઈ? જ્યારે મહિલા સશક્તિકરણ પર સતત ચર્ચાઓ થાય છે ત્યારે તો શબ્દોના ધની વડા પ્રધાન સતત માતાઓ-બહેનોના સશક્તિકરણ માટે પોતાની સરકારના વાયદા- ઇરાદાની બાબતે કસીદા પઢતા રહે છે.

પણ આ વખતે જ્યારે અનામતની મર્યાદા વધારવાનો સમય આવ્યો તો રાજા દુષ્યંતની જેમ તેમને પોતાના વાયદા જ યાદ રહ્યા નથી, એ શું પરમ આશ્ચર્યનો વિષય નથી?

મહિલા અનામતની માગ

ઇમેજ સ્રોત, Getty Images

એ 10 ટકા અનામત પર સંસદમાં ચાલી રહેલી ચર્ચામાં બે વાતો દરેક સમજદાર મહિલાને ખટકી છે.

પહેલી વાત એ એ આ આયોજન લગભગ સંપૂર્ણ રીતે પુરુષો દ્વારા જ યુવા પુરુષોને નોકરી અપાવવા, સવર્ણ ગરીબની આબરૂ સલામત રાખવાના પુરુષોની કોર્ટમાં અપાયેલા તર્કોનું પ્રસ્તુતીકરણ માત્ર હતું.

સરકારી નોકરીઓ કે કૉલેજ સુધી કુલ મહિલાઓની સાત આઠ ટકા કરતાં વધારે હાજરી નથી એટલે સ્પષ્ટ છે કે તેનાથી તેમને કોઈ ઉલ્લેખનીય ફાયદો મળવાનો નથી.

આશ્ચર્યની વાત તો એ છે કે પડછંદ, બહાદુર પુરુષો કરતા શારીરિક રીતે વધુ જોખમોનો સામનો કરી સત્તા સાથે બાથ ભીડનારી, જોખમી મોરચાના સમાચારો જનતા સુધી પહોંચાડનારી વરિષ્ઠ મહિલા પત્રકારો પણ ટીવી ચર્ચામાં આ મુદ્દો ભૂલી ગઈ. જાણે કે દેશમાં 10 ટકા અનામત કરતાં કોઈ વધુ મહત્ત્વનો મુદ્દો જ ના હોય એમ.

આ વિષય પર પોતાના વિચાર રેખાંકિત કરવાનો વિચાર પુરુષ ઍન્કરોને તો ભલે ન આવ્યો પણ મહિલા ઍન્કરોને પણ ન આવ્યો તે વાત ધ્યાન આપવા લાયક છે.

સંસદથી રસ્તા સુધી, લગ્ન સમારોહ કે રસોઈને છોડી દો તો ખેડી, નોકરી કે પછી અન્ય કૌશલ્ય ધરાવતા ધંધાઓમાં મહિલાઓની અવગણના કરવાની ભારતીયોને નિખાલસ ટેવી પડી ગઈ છે. એટલે જ તો ખેડૂત આંદોલનના કવરેજમાં પણ આપણે મહિલાઓની ગેરહાજરી જોઈ ચૂક્યા છીએ.

મહિલાઓ આપણા સમાચારોમાં આત્મહત્યા કે પોલીસની ગોળીથી મૃત્યુ પામેલા લોકોની વિધવા કે માતાના રૂપમાં જ પડદા નજરે પડે છે.

લાઇન
લાઇન
અનામતની માગ કરતી મહિલા કાર્યકરો

ઇમેજ સ્રોત, Getty Images

બીજી વાત. 10 ટકા અનામતને પાછળના રસ્તે આ રીતે ઉતાવળમાં લાવવું ખરેખર દુર્ભાગ્યપૂર્ણ જ છે, પરંતુ શું કારણ છે કે સંસદમાં અનામતનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓએ સરકાર દ્વારા સરકારી જાહેરાતનો ભાવ 25 ટકા વધારવાના સમાચાર તો સતત ચલાવ્યા.

પણ મહિલાઓ તેમજ બાળકીઓના શોષણનો કોઈ ઉલ્લેખ ન કર્યો જે સીધી તેમની પોલીસ, વહીવટીતંત્ર અને રાજકારણ સુધી પહોંચ ન હોવા સાથે જોડાયેલા છે.

મી ટૂ બાદ જે પ્રકારના શોષણની ઘટનાઓ મીડિયાની જમાતની વચ્ચેથી નીકળી, એ જોતાં મીડિયા મહિલાકર્મીઓ માટે પણ આ જ્વલંત મુદ્દાનું એટલું મહત્ત્વ નહોતું બન્યું, જેટલું સવર્ણ અનામત નામના દમ વગરના વ્યંગ્યનું બન્યું.

મહિલા અનામતની માગ

ઇમેજ સ્રોત, Getty Images

ઘણી વખત આપણે વરિષ્ઠ મીડિયાકર્મી આ બધુ જોઈ- સાંભળીને દુવિધામાં આવી જઈએ છીએ. એક પક્ષ સામાન્ય અનામતને લઈને એક સ્પષ્ટીકરણ આપે છે, બીજો પક્ષ કંઈક બીજું.

પણ બન્ને દાયકાઓથી લંબિત મહિલા અનામત મુદ્દા પર રાજ સમાજની નૈતિકતાનો ઉલ્લંઘન થતું રહે છે.

અહીં આવીને સંસદ કે મીડિયામાં મહિલા અનામત મુદ્દા પર ચુસ્ત અને જિદથી ધ્રુજાવી દેતાં પ્રવક્તાઓનો શૂન્ય પણ ઉજાગર થાય છે.

લાઇન
લાઇન

આ તરફ મીડિયાનો ઝડપથી વિસ્તાર હોવાની સાથે તેમના માલિકોની શક્તિ અને તેમના દ્વારા ઘડવામાં આવેલું વ્યવસાયીકરણનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે.

નવી કંપનીની માલિકી અને તેના કૉર્પોરેટ આર્થિક સ્રોત પણ મહિલાકર્મીઓના પગાર, સુરક્ષા અને પ્રસૂતિ સુવિધા જેવા મામલે આર્થિક અને નૈતિક રેખાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવાના દોષી રહ્યા છે.

યોગ્ય કાયદા વગર આ અન્યાયનું નિરાકરણ અશક્ય છે. પરંતુ કાયદો સંસદ બનાવે છે જ્યાં મહિલાઓની સંખ્યા 10 ટકા પણ નથી. આ વિડંબનાને સમજો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો