રફાલ સોદો: 'રાહુલ ગાંધીની આક્રમકતા યોગ્ય છે, પરંતુ નવા તથ્યોનો અભાવ છે' - દૃષ્ટિકોણ

    • લેેખક, શેખર અય્યર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

જ્યારથી રાહુલ ગાંધીએ કૉંગ્રેસની ધુરા સંભાળી છે, તેમની પાસે સંસદમાં પોતાના ઉપર અભિમાન કરવા માટેના યોગ્ય કારણો ઉપલબ્ધ છે.

કારણ કે તેમના નેતૃત્વમાં હાલમાં વિધાનસભા ચૂંટણીમાં હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપને સત્તામાંથી બહારનો જવાનો રસ્તો જોવાનો વારો આવ્યો છે.

આ જીતથી તેમનામાં એવા આત્મવિશ્વાસમાં વધારો થયો છે, જે થકી તેઓ નરેન્દ્ર મોદીને લોકસભામાં સત્તામાંથી હટાવી શકે અને કૉંગ્રેસને સત્તાની નિકટ લાવી શકે.

આ આત્મવિશ્વાસને પગલે રાહુલમાં એક નવા પ્રકારની આક્રમકતાનો પણ જન્મ થયો છે.

તેઓ જાણે છે (અને દરેક સમક્ષ પુરવાર કર્યું છે) કે તેમને 'પપ્પુ' કહીને હળવાશથી લઈ શકાય એમ નથી.

હવે તેઓ વર્તમાન સરકાર સામે ટક્કર લેવા માટે વિપક્ષની આગેવાની કરનારાઓમાં સહુથી પસંદગીના નેતા બની ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રફાલ સોદો અને રાહુલની રણનીતિ

હકીકતનાં તથ્યો સહીત વખાણ કરવાને બદલે તેઓ મોદી ઉપર નિશાન તાકવામાં તેઓ ઘણીવાર નિંદનીય અભિયાન ચલાવે છે, એ સિવાય રાહુલની વ્યૂહરચનામાં કંઈ પણ ખોટું નથી, કેટલાંક લોકોનું માનવું છે.

તમે જનસભાઓમાં મોટી-મોટી વાતો અને માહિતીને ખોટી રીતે રજુ કરી શકો છો.

પરંતુ જો તમને લાંબા ગાળા સુધી ગંભીરતા સાથે નેતૃત્વ કરવું હોય, તો તમારે સંસદના મોરચા ઉપર પોતાના વિરોધીઓને હરાવવાની વિદ્યા આવડવી જોઈએ.

દુર્ભાગ્યવશ, રાહુલ આ અવસરનો ઉપયોગ ના કરી શક્યા.

રફાલ સોદા ઉપર મોદી વિરુદ્ધ કોઈ નવું તથ્ય પસ્તુત કર્યા વગર, રાહુલ સંસદની જગ્યાનો ઉપયોગ તેમણે ફક્ત ભ્રષ્ટ, ધૃણિત, તાનાશાહ સાબિત કરવા માટે અને તેમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરવા માટે કરી રહ્યા છે.

એટલે સુધી કે ગોવાના એક મંત્રીની ઑડિયો ટેપ સંભળાવવાનો તેમનો પ્રયત્ન પણ એક નિમ્ન સ્તરનો પુરાવો બનીને રહ્યો.

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રફાલ સોદા મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી મનોહર પારિકર બ્લેકમેલ કરી રહ્યા છે.

(જ્યારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને તેમને ટેપની વિશ્વસનીયતા સાબિત કરવાનું કહ્યું તો તેઓ બેસી ગયા.)

રાહુલનું વલણ તેમના ચાહકોને ઉત્સાહમાં લાવી શકે છે અથવા મીડિયામાં મોટા સમાચાર બની શકે છે.

ગત વર્ષે જુલાઈમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ચર્ચા બાદ વડા પ્રધાન મોદીને ભેટી પડવું અને પછી આંખ મારીને બદનામી વહોરી લેવાની ઘટના બની હતી.

પરંતુ ભારતના વડા પ્રધાન બનવાની મહેચ્છા રાખનારા એક નેતા માટે આ સારી વાત નથી.

જો તેઓ ઇચ્છતા હોય કે સંસદીય ઈતિહાસમાં તેઓ પોતાની વિશિષ્ટ છાપ છોડે, જેવી તેમના દાદી ઇંદિરા ગાંધી અને તેમના પરનાના જવાહર લાલ નહેરૂ છોડી ગયા છે તો રાહુલ સંસદીય નિયમોને નિશાને ના રાખી શકે.

કેમ રાહુલની વાતો ખુંચે છે?

સરકારને હલકી બતાવવા માટે કોઈ પણ ટૂંકો રસ્તો અપનાવવો રાહુલ અથવા કૉંગ્રેસની મદદ નહીં કરે, જો તેઓ એ વાતના મજબૂત પુરાવાઓ રજુ નહીં કરે કે મોદી અથવા તેમની સરકારે નાણાકીય લાભ માટે આ પગલાં ઉઠાવ્યા હતાં.

રાહુલની સામે મોટી સમસ્યા એ છે કે ભારતીય વાયુ સેનાને રફાલ યુદ્ધ વિમાનોના બે સ્ક્વૉડ્રન ઉપલબ્ધ કરાવવા અને તેની ફ્લીટને સંપૂર્ણપણે આધુનિક બનાવવા માટેના મોદી સરકારના પગલાંમાં સુપ્રીમ કોર્ટને કોઈ દોષ નજરે પડ્યો નહીં.

રાહુલ જ્યાં સુધી કોઈ નવાં તથ્ય અથવા પુરાવા રજુ ન કરે, ત્યાં સુધી એ માનવું અનહદ મુશ્કેલ છે કે રાહુલ પાસે કોઈ નવાં હથિયાર છે.

અત્યાર સુધી રાહુલ ગાંધીએ રફાલ મુદ્દા ઉપર ફક્ત વ્યાખ્યાનનો આશરો લીધો છે, જેમાં વડા પ્રધાનને ઘૃણિત કરવાનું અભિયાન ચલાવનારા 'ચોર' કહ્યા છે.

આ ભાષાએ સંસદની ગરિમાની તમામ પરંપરાઓ તોડી નાખી છે.

જોકે, તેમના વ્યાખ્યાનમાં નક્કર તથ્યોનો સમાવેશ હોત તો કદાચ આ વાત વધુ ખૂંચી ના હોત.

હાલમાં જ આપણે જોયું કે રાહુલ સતત રક્ષામંત્રી, નાણાં મંત્રી, વડા પ્રધાન, દસોના સીઈઓ અને એટલે સુધી કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રૉંને ખોટા જણાવતા રહ્યા.

તેમણે વાયુ સેના પ્રમુખ સુદ્ધાને પણ ખોટા જણાવવા માટે કૉંગ્રેસને દુષ્પ્રેરિત કરી, અને રફાલ ઉપર સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ ટીકા કરી કારણ કે તે તેમની ધારણા મુજબનો નહોતો.

ટૂંકમાં કહેવામાં આવે તો એવું લાગ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષ સિવાય રફાલ મુદ્દા ઉપર તમામ લોકો જુઠ્ઠું બોલી રહ્યા હતા.

સહુથી ખરાબ દૃશ્ય એ વખતે હતું, જ્યારે નાણાં મંત્રી અરુણ જેટલી રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપી રહ્યા હતા એ વખતે કૉંગ્રેસ નેતા સંસદમાં કાગળનાં બનાવેલા વિમાન ઉડાડી રહ્યા હતા.

એક ગંભીર મુદ્દા ઉપર દલીલની વિપક્ષની માંગ કૉલેજના વર્ગ જેવી મજાક ના બની શકે.

રાહુલે એ પત્રકારની ટીકાથી પણ બચવું જોઈતું હતું, જેમણે હાલમાં જ મોદીની મુલાકાત લીધી હતી.

રાહુલ ઇન્ટરવ્યૂની ટીકા કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ મુલાકાત લેનારની દાનત અને તેમની વ્યવસાયિક કાબેલિયત ઉપર સવાલ ઉભો કરવો લોકતંત્રની મર્યાદાને અનુરૂપ નથી.

સ્પષ્ટ પણે એવું નથી દેખાતું કે તેઓ પ્રેસનું સન્માન કરે છે.

એનો અર્થ એ જ થશે કે, જો પ્રેસ તેમનો પક્ષ ના લે તો જેની, જેની ઉપર તેઓ પત્રકારત્વના અપમાનનો આરોપ મુકતા આવ્યા છે, રાહુલ પણ એવા જ તાનાશાહ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો