You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું આ ત્રણ કારણોને લીધે મોદી સીબીઆઈથી ડરે છે?
સીબીઆઈની આંતરિક તકરાર દિવસેને દિવસે વધુ તીવ્ર બની રહી છે. રાકેશ અસ્થાના બાદ આલોક વર્માને પણ રજા આપી દેવાતા આ મામલો વધારે ચર્ચામાં છે.
બીજી તરફ પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહા, અરુણ શૌરી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે રફાલ સોદા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને સીબીઆઈ પર આક્ષેપો પણ કર્યા છે.
'સીબીઆઈ પર ઘણું દબાણ છે અને એટલે જ તે નિષ્પક્ષ રીતે પોતાની જવાબદારી પૂર્ણ કરવા સક્ષમ નથી' એવો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
અરુણ શૌરીએ કહ્યું, "આ કેટલી ચોંકવનારી વાત છે કે જે નરેન્દ્ર મોદી બધાને સીબીઆઈના દંડાથી ડરાવતા હતા, એ જ નરેન્દ્ર મોદી આજે સીબીઆઈથી ડરે છે."
નરેન્દ્ર મોદી સીબીઆઈથી કેમ ડરે છે? એનાં કારણો અરુણ શૌરીએ જાતે જ આપેલાં છે. પત્રકારો સાથે વાતચીત કરતાં અરૂણ શૌરીએ આ કારણો આપ્યાં છે.
પહેલું કારણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીબીઆઈથી ડરે છે એના ત્રણ કારણો પૈકી સૌથી પહેલું કારણ એ છે કે સીબીઆઈમાં તેમના સૌથી ખાસ ગણાતા રાકેશ અસ્થાના પર જો વધારે દબાણ આવે તો તેઓ ઘણાં રહસ્યો ખોલી શકે છે.
રાહુલ ગાંધીએ અસ્થાનાને નરેન્દ્ર મોદીના 'બ્લૂ આઇડ બોય'( વહાલા) ગણાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ અસ્થાના સામે કાર્યવાહી શરૂ થઈ ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું, "વડા પ્રધાન મોદીના વ્હાલા અધિકારી અને ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી કે જેમણે ગોધરા કેસની તપાસ કરી હતી, તે રાકેશ અસ્થાના લાંચ લેતા પકડાયા છે."
બીજું કારણ
નેરેન્દ્ર મોદી સીબીઆઈથી હવે ડરે છે એનું બીજું કારણ એ છે કે સીબીઆઈનો જે રીતે તેઓ ઉપયોગ કરવા માગતા હતા, એ રીતે કરી નહોતા શકતા.
ત્રીજું કારણ
નરેન્દ્ર મોદીને ત્રીજો ડર એ છે કે આલોક વર્મા જેવા સ્વતંત્ર અધિકારી રફાલ મુદ્દે તપાસ કરી શકે એમ હતા. જો તેમણે આ અંગે તપાસ કરી હોત તો શું થયું હોત.
સીબીઆઈના ડિરેક્ટરને કોઈ તપાસ શરૂ કરવા માટે વડા પ્રધાન કે કોઈ અન્યની પરવાનગી લેવાની જરૂર પડતી નથી.
નરેન્દ્ર મોદીનો ચિંતા પણ હશે કે આલોક વર્મા જો રફાલ પર તપાસ શરૂ કરી દેશે તો તેમના માટે મુશ્કેલી સર્જાશે.
કદાચ એનું કારણ એ છે કે આલોક વર્મા ડરે કે દબાય એવા નથી.
અરુણ શૌરીએ એવું પણ કહ્યું કે આ બધાથી બચવા માટે આલોક વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
પણ એનાથી સરકારે પોતાના જ પગ પર કુહાડી મારી છે. ભવિષ્યમાં એનાં પરિણામો જોવા મળશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો