You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રફાલ માટે HAL કરતાં અનિલ અંબાણીની કંપની ચઢિયાતી?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
'હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિડેટ' (એચએએલ - HAL)ના લગભગ 3000 કર્મચારીઓની નોકરી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે રફાલ વિમાનનો કૉન્ટ્રેક્ટ અનિલ અંબાણીની કંપની રિલાયન્સને આપવાનો નિર્ણય કર્યો છે.
કેટલાકનો રોજગાર જશે તે અંગે જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે. એક આંકડો કંપનીમાં હાલ કામ કરી રહેલા લોકો આપી રહ્યા છે, જ્યારે બીજો આંકડો ટ્રૅડ-યુનિયનના નેતા આપી રહ્યા છે.
આનંદ પદ્મનભા એચએએલ કંપનીમાં કામ કરતા હતા અને વર્કર યુનિયનના સચિવ પણ રહી ચૂક્યા છે.
પદ્મનભાએ બીબીસીને જણાવ્યું, "કંપની બંધ નહીં થશે. કેમ કે આવું થશે તો ભારતીય વાયુ સેનાની કરોડરજ્જુ તૂટી જશે. જો કૉન્ટ્રેક્ટ કંપનીને મળ્યો હોત તો તેના ભવિષ્ય માટે તે સારું રહ્યું હોત."
જો કે, હાલ જે લોકો કંપનીમાં કામ કરી રહ્યા છે તેઓ કંપનીના સર્ક્યુલરના કારણે પરેશાન છે. આથી નામ નહીં પ્રકાશિત કરવાની શરત પર બોલી રહ્યા છે.
કેમ કે, કંપનીએ એક સર્ક્યુલર જારી કર્યો છે, જેમાં કર્મચારીઓને કંપની વિશે જાહેરમાં કંઈ પણ ન બોલવા કહેવાયું છે.
કંપની વિશેના કોઈ પણ નિવેદનને કર્મચારી આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કંપનીના કર્મચારીઓ સાથે મુલાકાત કરવાના હતા તેના 48 કલાક પહેલાં જ આ સર્ક્યુલર પસાર કરવામાં આવ્યો હતો.
શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીએ કહ્યું કે સરકાર 'આધુનિક ભારતના મંદિરોને તોડી રહી છે' અને સમગ્ર દેશ 'HALનો ઋણી' છે.
કર્મચારીઓની દલીલ શું છે?
પૂર્વ ટ્રૅડ-યુનિયન નેતા મીનાક્ષી સુંદરમે કહ્યું,"એક ખાનગી કંપનીને રફાલનો કૉન્ટ્રેક્ટ આપવો જેને વિમાન બનાવવા વિશેનો કોઈ અનુભવ નથી એવું કરવાથી દાયકાઓ બાદ વિકસિત થયેલા સ્વદેશી કૌશલને નુકસાન પહોંચાડવાની વાત છે."
"આનાથી કંપનીના કારોબાર અને ક્ષમતાને અસર થશે."
ઓળખ છતી ન કરવાની શરત પર એક કર્મચારીએ કહ્યું,"જે પ્રતિભા આ ક્ષેત્રમાં ઉપલબ્ધ છે તેની પર ગ્રહણ લાગી જશે."
પૂર્વ અને વર્તમાન કર્મચારીઓની દલીલ પણ એવી જ છે જેવી કંપનીના પૂર્વ અધ્યક્ષ ટી. સુવર્ણા રાજૂએ કહ્યું હતું. તેમણે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થતી વખતે આ વાત કરી હતી.
ત્રણ સપ્તાહ પહેલા હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એકમાત્ર ઇન્ટર્વ્યૂમાં રાજૂએ કહ્યું હતું,"જ્યારે એચએએલ 25 ટન સુખોઈ-30નું નિર્માણ થઈ શકે જે એક ફૉર્થ જનરેશનનું યુદ્ધ વિમાન છે. જેની સંપૂર્ણ બનાવટ સ્વદેશી છે. તો પછી રફાલની શું વાત છે? અમે નિશ્ચિતરૂપે આ કામ કરી શક્યો હોત."
બીબીસી દ્વારા ઘણા પ્રયાસો છતાં ટી. સુવર્ણા રાજૂએ વાત ન કરી. અખબારને આપેલા એક ઇન્ટર્વ્યૂ બાદ તેઓ કોઈ સાથે આ મામલે વાતચીત નથી કરી રહ્યા. પરંતુ તેમણે ઇન્ટર્વ્યૂ મામલે ઇન્કાર પણ ન કર્યો.
રફાલ ડીલ મુદ્દે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને કોંગ્રેસ અને અન્ય તરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
યુપીએ સરકારના સમયે એચએએલ કંપનીએ 108 વિમાન બનાવવાના હતા., જ્યારે 18 વિમાન દસો એવિએશન કંપની ડિલિવર કરવાની હતી.
રાજૂએ આ ઇન્ટર્વ્યૂમાં એવું પણ કહ્યું હતું: "દસો અને એચએએલએ પરસ્પર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને સરકારને સોંપ્યો હતો. તમે સરકારને ફાઇલ્સ જાહેર કરવા કેમ નથી કહેતા? ફાઇલ તમને બધું જ બતાવશે. જો હું વિમાન બનાવીશ તો હું તેમને ગૅરન્ટી આપું."
એક અન્ય કાર્યકર્તાએ નામ ન ઉજાગર કરવાની શરતે જણાવ્યું,"આખો મુદ્દો વિવાદાસ્પદ થઈ ગયો છે. તમે કહી શકો છો કે રાજનૈતિક મુદ્દો બની ગયો છે. પરંતુ એચએએલ રફાલ બનાવવામાં અસમર્થ છે એવું રક્ષા મંત્રીનું નિવેદન અયોગ્ય છે."
ઑલ ઇન્ડિયા ટ્રૅડ-યુનિયન કોંગ્રેસ (એઆઈટીયૂસી)ના કાર્યકારી અધ્યક્ષ એચ. મહાદેવને કહ્યું,"રફાલ બનાવવા અંગે એચએએલની ક્ષમતા પર સવાલ ઉઠાવવાના નિવેદનને કોઈ પણ કર્મચારી સહન કરવા તૈયાર નથી."
રફાલ વિવાદે એચએએલ કંપનીએ બનાવેલા તેજસ યુદ્ધવિમાનની ડિલિવરીમાં થયેલા વિલંબ વિસે પણ સવાલ ઉઠાવ્યા છે. ભારતીય વાયુસેનાના સેવાનિવૃત્ત અધિકારીએ વિલંબ મામલે ટીકા કરતા કરી છે અને કહ્યું કે ભારતીય વાયુસેના જૂના થઈ ગયેલા યુદ્ધ વિમાનોની સમસ્યાનો સામનો કરી રહી છે.
એચએએલ કરતાં વધુ ક્ષમતા કોની પાસે?
પરંતુ એચએએલના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર સી. જી. કૃષ્ણનાયર પાસે લડાકૂ વિમાનના નિર્માણના મુદ્દે એક અલગ મત છે.
તેમણે બીબીસી હિંદીને જણાવ્યું,"ભારતમાં એવી કોઈ કંપની નથી જેની પાસે એચએએલની જેમ વિમાન બનાવવાની ક્ષમતા હોય. એચએએલ પાસે હવે આગળ વધવાનો માર્ગ પબ્લિક-પ્રાઇવેટ મૉડલનો છે."
"એચએએલ હોય કે અન્ય કોઈ પબ્લિક સૅક્ટર કંપની હોય. વિકલ્પ ખાનગી ક્ષેત્રની સાથે સાથે મધ્યમ અથવા નાના સૅક્ટર સાથે કરવાનો છે."
"જ્યારે કોઈ મોટો ઑર્ડર મળે, ત્યારે એચએએલ આ જ રીતે સહયોગથી કામ કરે છે. તેને ખાનગી ક્ષેત્ર સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવે છે."
ડૉક્ટર નાયર કહે છે કે એ કહેવું ભૂલ ભરેલું છે કે કોઈ અન્ય આ કામ નથી કરી શકતું.
સરળ શબ્દોમાં કહીએ તો ડૉક્ટર નાયરના નિવેદનથી અનુમાન લગાવી શકાય છે કે રિલાયન્સ પાસે માત્ર નિર્માણ ક્ષમતા સંબંધિત કૉન્ટ્રેક્ટ ન હોવાથી તે એચએએલ સાથે નિર્માણ માટે સમજૂતી કરી શકે છે.
સાથે વિમાનોના રખરખાવનો કરાર થઈ શકે છે, મિરાજ 2000 વિમાનના સોદા દરમિયાન આ રીતે જ કર સાથે કરવામાં આવ્યું હતું. આ વિમાન પણ દસો એવિએશન દ્વારા જ બનાવવામાં આવ્યા હતા.
અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન બાદ યુદ્ધ વિમાનના નિર્માણ કરનારો ભારત વિશ્વનો પાંચનો દેશ છે અને દેશમાં આ ક્ષમતા એચએએલ કંપની પાસે જ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો