મસ્જિદમાં નમાજ પઢવી એ ઇસ્લામનું અભિન્ન અંગ નથી : સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ સંબંધિત એક કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે નમાજ પઢવીએ ઇસ્લામનો ભાગ છે, પરંતુ માત્ર મસ્જિદમાં જ નમાજ પઢવામાં આવે તે જરૂરી નથી.
સર્વોચ્ચ અદાલતે ઇસ્માઇલ ફારુકી કેસને બંધારણીય ખંડપીઠ પાસે નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 2-1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો અને ઠેરવ્યું હતું કે ઇસ્માઇલ ફારુકી કેસને વ્યાપક સુનાવણી કે બંધારણીય બેન્ચ સમક્ષ સુનાવણીની જરૂર નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે 1994માં તેમના ચુકાદામાં ઠેરવ્યું હતું કે મસ્જિદમાં નમાજ પઢવીએ ઇસ્લામમાં અનિવાર્ય નથી.
ત્રણ જજોમાંથી મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ દીપક મિશ્રા તથા જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે આ કેસ રામ મંદિર તથા બાબરી મસ્જિદથી અલગ છે તથા મુખ્ય કેસ પર તેની કોઈ અસર નહીં થાય.

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજા જજ જસ્ટિસ અબ્દુલ નજીરે સાથી જજો સાથે અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે આ કેસ વધુ વ્યાપક બેન્ચને સોંપવાની જરૂર છે.
જજોએ અનેક ચુકાદાને ટાંક્યા હતા. કોર્ટે રામજન્મ ભૂમિ તથા બાબરી મસ્જિદના જમીન વિવાદ અંગે કહ્યું કે માલિકી વિવાદને આસ્થા સાથે જોડવામાં ન આવે અને અલગ રીતે જોવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટે સ્પષ્ટ રીતે ઠેરવ્યું હતું કે તેને જમીન વિવાદ તરીકે જોવામાં આવશે. સાથે જ ઉમેર્યું હતું કે 1994નો વિવાદ જમીન અધિગ્રહણ સંદર્ભે હતો. મંદિર, મસ્જિદ, ચર્ચ એમ તમામ ધાર્મિક સ્થળો સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મુખ્ય કેસની સુનાવણીનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. કોર્ટે ઠેરવ્યું છે કે તારીખ 29 ઑક્ટોબરથી મુખ્ય કેસની સુનાવણી શરૂ થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













