AADHAR SPECIAL: શું આધાર નંબર વડે અંગત માહિતી ચોરાઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રશાંતો રોય
- પદ, બીબીસી ગુજરાતી માટે
જો કોઈની પાસે મારો આધાર નંબર હોય તો તે મારી કઈ કઈ માહિતી મેળવી શકે?
સરકારના દાવા મુજબ, તમારા આધાર કાર્ડના નંબર દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારી કોઈ પણ પ્રકારની માહિતી મેળવી નહીં શકે.
જો સરકાર અને તમારા સિવાય કોઈ પાસે તમારો આધાર નંબર, નામ અને ફિંગરપ્રિન્ટ હોય તો આધારના ડેટાબેઝ દ્વારા તે તમારી નોટરી કરાવી શકે છે.
સરકારના કહેવા મુજબ, આ પ્રકારના સવાલો પૂછવામાં આવે, ત્યારે આંકડાઓ મેચ થાય છે કે નહીં તેના વિશે સિસ્ટમ 'હા' કે 'ના' નહીં કહે.
બીજા શબ્દોમાં કહીએ તો થર્ડ પાર્ટી એટલે કે સરકાર કે તમારા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ પાસે તમારો આધાર નંબર, નામ હોય તો UIDAI (યૂનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઓફ ઇન્ડિયા તેને ફક્ત સાચું કે ખોટું કહી શકે છે.)

KYCની જરૂરિયાત

ઇમેજ સ્રોત, Getty Images
આધારના માધ્યમથી 'ઑથેન્ટિફિકેશન પ્લસ' નામની એક સેવા પણ આપવામાં આવે છે, જેમાં કોઈ વ્યક્તિનું નામ, ઉંમર અને સરનામાની જાણકારી નોંધવામાં આવે છે.
આ જાણકારીને સેવા આપનારી કંપની અથવા તપાસ કરનાર એજન્સી મેળવી શકે છે.
હકીકતે કાયદેસર બૅન્કિંગ સેવાઓ અથવા તો અન્ય સેવાઓ આપતી કંપનીઓને KYC એટલે કે પોતાના ગ્રાહકોને ઓળખવા ફરજિયાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
UIDAIએ આધારના માધ્યમથી e-KYC એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી વૅરિફિકેશનની કરવાની સુવિધા પણ શરૂ કરી છે.

ડેટાબેઝ ડિજિટલ વૅરિફિકેશનથી તૈયાર થાય છે

ઇમેજ સ્રોત, Getty Images
વેબસાઇટ મુજબ, આ સેવા વેપાર જગત માટે છે, જેમાં કોઈ પણ વ્યક્તિના કાગળો ચકાસ્યા વગર તાત્કાલિક તપાસ થઈ શકે છે.
જેમ કે, કોઈ પણ મોબાઇલ કંપની તાત્કાલિક પોતાના ગ્રાહકોની જાણકારી મેળવીને વૅરિફિકેશનની પ્રક્રિયા પુરી કરી શકે છે.
લોકોએ અગાઉ કાગળો તપાસવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું.
હવે તમારા આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ દ્વારા UIDAIના ડેટાબેઝથી તમારા વિશે અન્ય માહિતી તાત્કાલિક મેળવી શકાય છે.
અન્ય કંપનીઓ આધાર દ્વારા મળેલી માહિતીના આધારે વ્યક્તિગત ડેટાબેઝ પણ બનાવી શકે છે અને તમારી ઓળખને અન્ય માહિતી સાથે જોડી શકે છે.

UIDAIનો ડેટાબેઝ

કોઈ પણ કંપની આધાર દ્વારા મળેલી માહિતીના માધ્યમથી તમારી અન્ય માહિતી જેવી કે નામ ઉંમર સાથે જોડીને વૅરિફિકેશન કરી શકે છે.
ઈ-કૉમર્સ કંપનીઓ પર તમે જે લેણદેણ કરો છો તેના દ્વારા તમારી વિસ્તૃત પ્રોફાઇલ તૈયારી કરી શકાય છે.
આ ડેટાબેઝ UIDAIના નિયંત્રણની બહાર હશે, પરંતુ તમે આધાર નંબર દ્વારા તેને મેળવી શકો છો.
ડિજિટલ અધિકારો માટે લડત ચલાવી રહેલા નિખિલ પાહવા કહે છે "આધાર નંબર દ્વારા અન્ય માહિતી મેળવી શકાય છે."

પૈસા ટ્રાન્સફરની ઠગાઈ

પાહવા એક ઉદાહરણ આપતા કહે છે કે ડિસેમ્બરમાં UIDAIએ એક નંબર ટ્વીટ કર્યો હતો.
જ્યારે તમે આ નંબર પર કોઈ આધાર નંબર એમએમએસ તરીકે મોકલો છો તો જે બૅન્ક ખાતા સાથે તે નંબર લિંક થયેલો છે તે બૅન્કનું નામ આવી જશે.
જોકે, બૅન્ક ખાતાનો નંબર જાણવા મળતો નથી.
નિખિલ પાહવા કહે છે "આ નંબર ટ્વીટ થયા બાદ અનેક લોકોને ફોન કોલ આવવા મંડ્યા હતા કે સામેની વ્યક્તિ એવું કહેતી કે તે કોઈ બૅન્કના કર્મચારી છે અને એવું કહેતા કે તેમણે કોઈ ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) નંબર મોકલ્યો છે."
"અનેક લોકોને ઓટીપી નંબર પૂછીને લોકોના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાની ઠગાઈ કરવામાં આવી હતી."
જો કોઈ પાસે મારો અડધો આધાર નંબર હોય તો પણ એ મારી જાણકારી મેળવી શકે?

માહિતી લીક થવી

ઇમેજ સ્રોત, Getty Images
માહિતીનું લીક થવું એ વાત પર આધારિત છે કે કોઈ વ્યક્તિ પાસે તમારા આધારના કેટલા આંકડા છે. તેઓ થોડાક આંકડાઓથી તો જાણકારી પ્રાપ્ત કરી શકશે નહીં.
પરંતુ તે ચોક્કસપણે એવો પ્રયાસ કરી શકે કે તેમાં અણધાર્યા આંકડા જોડીને તમારો આધાર નંબર મેચ કરી શકાય.
જો કોઈ વ્યક્તિ આવું કરી શકે તો તે આધારમાં નોંધાયેલી તમારી માહિતીઓ મેળવી શકશે.
જો કોઈ પાસે મારો આધાર નંબર છે અથવા તો લીક થઈ જાય તો આનો દુરુપયોગ થઈ શકે?
જો ફક્ત આધાર નંબર લીક થાય તો તેનો દુરુપયોગ થઈ શકે નહીં.

બાયૉમેટ્રિક ડેટા

ઇમેજ સ્રોત, Huw Evans picture agency
જો આ માહિતી લીક થઈ જાય તો તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે તેનાથી તમારી પ્રાઇવસીને જોખમ છે.
તમારી સાથે જોડાયેલી માહિતીના આધારે નાગરિકોની મોટી પ્રૉફાઇલ તૈયાર થઈ શકે છે જે બીજી કંપનીઓને વેચી શકાય છે.
નાગરીકોની માહિતી ગુનેગારોના હાથમાં પણ જઈ શકે છે જે અમીર લોકોને નિશાન બનાવવાની રાહ જોઈને બેઠા હોય.

આધાર સાથે અનેક સેવાઓ જોડાવાનું જોખમ

ઇમેજ સ્રોત, UIDAI
કોઈ પણ સિસ્ટમનો દુરઉપયોગ થઈ શકે છે. જેમ કે તમારી ઓળખ માટે આધારા કાર્ડની ફોટોકોપી માંગનાર કોઈ પણ સેવામાંથી તમારી માહિતી લીક થઈ શકે છે.
નિખિલ પાહવા કહે છે "આધાર નંબર તમારી કાયમી ઓળખ છે. જેમ-જેમ તે બીજી સેવાઓ સાથે જોડાઈ રહી છે તેમ-તેમ તેના પર જોખમ વધી રહ્યું છે."
"કોઈ પણ એક જગ્યાએ જો ડેટાની ચોરી થઈ તો તમારી પ્રાઇવસીમાં ઘોચ લાગશે. કારણ કે કોઈના હાથે તમારો નંબર આવ્યો તો તેને તમારા ફિંગરપ્રિન્ટ અથવા તો ઓટીપીની જ જરૂર પડશે. તેના દ્વારા એ તમારા બૅન્કના ખાતા અથવા તો અન્ય વ્યક્તિગત માહિતીઓ મેળવી શકે છે."
જોકે,સરકારે કાયમ એવું જ કહ્યું છે કે દરેક વ્યક્તિના આધાર સાથે જોડાયેલા બાયૉમેટ્રિક ડેટા ઇનક્રિપ્ટેડ છે અને ખૂબ જ સુરક્ષિત છે.
આ ડેટા લીક કરનાર અથવા ચોરી કરનાર કોઈ પણ વ્યક્તિને જેલ સાથે દંડની જોગવાઈ છે.

ઓનલાઇન કંપનીઓ અને રિટેલ સ્ટોર સાથે આધારને જોડવાનું કેટલું સુરક્ષિત?

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
ધીરે-ધીરે તમામ ઑનલાઇન કંપનીઓ તમારી સરળતાથી ઓળખાણ થઈ શકે તેના માટે આધાર નંબર માંગી રહી છે.
એ વાતનું પણ જોખમ છે કે તમામ કંપનીઓ જ્યારે તમારા આધાર નંબરના આધારે તમારી સાથે જોડાયેલી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કરી શકે છે.
જો આ કંપનીઓ પે નોંધાયેલી તમારી માહિતી લીક થઈ તો અન્ય કંપનીઓ વગર આધાર નંબરે તમારા મોબાઇલ નંબર સાથે તમારી માહિતીઓ જોડીને નવી પ્રૉફાઇલ તૈયાર કરી શકશે.
જેમ કે ટૅક્સી સેવા આપાનારી કંપનીઓ અને મોબાઇલ અથવા વીજ કંપનીઓ.

પ્રાઇવસીનું જોખમ

ઇમેજ સ્રોત, RAVI PRAKASH
જો આવું થાય તો તમારી પ્રાઇવસીને જોખમ છે. સામાન્ય રીતે મોટી કંપનીઓ આ પ્રકારના ડેટાની ચોરી કરતી નથી તેમ છતાં આવી ઘટનાઓ ઘટી છે.
જેમ કે, પાછલા વર્ષે ડિસેમ્બર મહિનામાં એરટેલ બૅન્ક પર આધાર સાથે જોડાયેલી માહિતીના દુરઉપયોગનો આક્ષેપ થયો હતો.
ત્યાર બાદ UIDAIએ એરટેલ પેમેન્ટ બૅન્કની આધાર સાથે જોડાયેલી e-KYC સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘટના બાદ સંસ્થાના સીઇઓ શશિ અરોરાએ રાજીનામું આપવું પડ્યું હતું.
નિખિલ પાહવાના જણાવ્યા મુજબ "તમે આધાર સાથે જેટલી સેવાઓ જોડશો એટલું જ વધારે જોખમ તમારી માહિતી લીક થવાનું છે."
જોકે, UIDAIનો દાવો છે કે તેમનો ડેટાબેઝ અન્ય કોઈ પણ ડેટાબેઝ સાથે જોડાયેલો નથી અને તેમાં નોંધાયેલી માહિતી અન્ય કોઈ પણ ડેટાબેઝ સાથે મેળવવામાં આવી નથી.

જો હું વિદેશી નાગરિક હોવ તો આધાર જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
જો તમે ભારતમાં કામ કરી રહેલા વિદેશી નાગરિક છો તો સરળતાથી કેટલીક સેવાઓ મેળવવા માટે તમારા માટે આધાર નંબર જરૂરી છે.
કારણ કે, કેટલીક સેવાઓ મેળવવા માટે આધાર હોવું ફરજિયાત કરી દેવાયું છે. જોકે, આનો અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં જ આવશે.
જેમ કે, મોબાઈલ નંબર અથવા સિમ કાર્ડ માટે આધાર જોઈએ કે નહીં અથવા તો બૅન્ક કે ક્રેડિટ કાર્ડ મેળવવા માટે આઘાર જોઈએ કે નહીં.
આ તમામ બાબતો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આધારિત છે. પરંતુ સુપ્રીમે આરને તમામ સેવાઓ સાથે જોડવાની અવધી અચોક્કસ સમય સુધી વધારી દીધી છે.
અપ્રવાસી ભારતીય અને વિદેશ મૂળના લોકો માટે આધાર કેટલું જરૂરી?
નિખિલ પાહવા કહે છે "આધાર નાગરીકનું ઓળખપત્ર નથી પરંતુ, ભારતમાં રહેનારા લોકોનો નંબર છે. વિદેશમાં વસતા ભારતીયો, આધાર નંબર લઈ શકે નહીં. આધાર લેવા માટે તેમનું પાછલા વર્ષમાં ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહેવું જરૂરી છે."
એનો મતલબ એ છે કે તેમણે બૅન્ક વૅરિફિકેશન માટે આધાર આપવાની જરૂરિયાત નથી. તેમણે પોતાના સિમ કાર્ડ અને પેન કાર્ડને આધાર સાથે જોડવાની જરુર નથી.

ડિજિટલ લેણદેણ

ઇમેજ સ્રોત, Getty Images
પાહવા કહે છે "સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ અનેક ખાનગી કંપનીઓ આધારને જોડવાની અથવા તો તેની સાથે જોડાયેલી માહિતી માંગતાં શરમાતી નથી. પરંતુ તમે આ જાણકારી આપવાનો ઇન્કાર કરી શકો છો."
"મૂળ વાત એ છે કે અત્યારે કોઈ તમારી પાસે આધાર નંબર અથવા તો બાયૉમેટ્રિક ડેટા માગે તો તમે આ જાણકારી આપવાનો ઇન્કાર કરી શકો છો. પરંતુ તેનું એવું પરિણામ પણ આવી શકે છે કે કોઈ બૅન્ક અથવા તો કંપની તેની સેવાઓ આપવાથી ઇન્કાર કરી દે."
જોકે હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને આધાર મોબાઇલ અને બૅન્ક ખાતા માટે ફરજિયાત
અનેક વાર મોબાઇલ નંબર લોકોની ઓળખ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલીક ડિજિટલ લેણદેણ માટે અને મોબાઇલ વૉલેટ માટે પણ તે જરૂરી છે.

આધાર સાથે જોડવાની શરતો

ઇમેજ સ્રોત, AFP
સરકારે ડિજિટલ સેવાઓ માટે વૅરિફિકેશન અને મોબાઇલ નંબરને આધારથી જોડવાની શરતો રાખી છે.
નિખિલ પાહવા કહે છે "મારા મતે આધાર સ્વૈચ્છિક હોવું જોઈએ. તેની સાથે જોડાયેલી જાણકારી બદલવાનો વિકલ્પ પણ હોવો જોઈએ.
આધારને લોકોની બાયૉમેટ્રિક ઓળખ અને ફિંગરપ્રિન્ટ વગેરે સાથે જોડવું જોઈએ નહીં. લોકોને એવો અધિકારી મળવો જોઈએ કે તેઓ ઇચ્છે તો પોતાનું આધાર રદ કરી શકે."
"UIDAIની વેબસાઇટ મુજબ વર્તમાન સમયમાં આધાર કાર્ડ રદ કરવાની કોઈ નીતિ નથી જેની પાસે આધાર છે તે પોતાના બાયૉમેટ્રિકને UIDAI વેબસાઇટ પર લૉક કે અનલૉક કરીને જાહેર અથવા તો ખાનગી કરી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













