આધાર કોના માટે જરૂરી, કોના માટે નહીં?

આધાર

ઇમેજ સ્રોત, AFP

આધારની અનિવાર્યતા અને તેનાથી વ્યક્તિની પ્રાઇવસીના ઉલ્લંઘન વિશે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે બહુમતના આધારે જણાવ્યું હતું કે આધાર બંધારણીય રીતે માન્ય છે.

જોકે, જસ્ટિસ ચંદ્રચૂડે તેમનાથી અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને આધારને ગેરબંધારણીય ગણાવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

જો કે, પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આધાર ઉપર સર્વસહમતીથી આ ચુકાદાની સુનાવણી કરી નથી.

જસ્ટિસ ચંદ્રચૂડે આધાર નંબરને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવ્યો છે.

line

આધાર અનિવાર્ય નથી

વીડિયો કૅપ્શન, ધંધા-પાણી
  • બાળકોના ઍડમિશન માટે આધાર જરૂરી નથી.
  • મોબાઇલ નંબર સાથે આધારને જોડવાનું અનિવાર્ય નથી.
  • બાળકોના લાભાર્થે ચાલતી સરકારી યોજનાઓ માટે આધાર અનિવાર્ય નથી.
  • બૅન્કમાં ખાતું ખોલાવવા અને બૅન્કિંગ સેવાઓ માટે આધાર જરૂરી નથી.
  • સીબીએસઈ, નીટ, યુજીસીની પ્રવેશ પરીક્ષાઓ માટે આધાર અનિવાર્ય નથી.
  • ટેલીકૉમ કંપનીઓ અને મોબાઇલ વૉલેટ સહીત કોઈ પણ ખાનગી કંપની આધારની માંગણી કરી શકે નહીં.

આધાર ક્યાં જરૂરી?

આધાર

ઇમેજ સ્રોત, Getty Images

  • આધારનું પાન કાર્ડ (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) સાથે જોડણ અનિવાર્ય
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો