મીરાબાઈ ચાનૂ અને વિરાટ કોહલીને રાજીવ ખેલ રત્ન પુરસ્કાર

આ વર્ષના રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. મીરાબાઈ ચાનૂ તથા વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર વડે નવાજવામાં આવશે.

ખેલાડીઓના છેલ્લાં ચાર વર્ષના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે. તેમાં સન્માનપત્ર ઉપરાંત રોકડા સાડા સાત લાખ રૂપિયા આપવામાં આવે છે.

અર્જુન પુરસ્કાર માટે સતત ચાર વર્ષ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. આ પુરસ્કારના વિજેતાના એવોર્ડ ઉપરાંત પાંચ લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચંદ્રકો જીતી લાવનાર ખેલાડીઓને તૈયાર કરતા કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે.

આ વર્ષના વિવિધ પુરસ્કારોના વિજેતાઓની યાદી નીચે મુજબ છે.

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર,2018

  • એસ. મીરાબાઈ ચાનૂ (વેઈટલિફટિંગ)
  • વિરાટ કોહલી (ક્રિકેટ)

શું તમે આ વાંચ્યું?

ધ્યાનચંદ પુરસ્કાર, 2018

  • સુબેદાર ચેનંદા અચૈયા કુટપ્પા (બોક્સિંગ)
  • વિજય શર્મા (વેઈટ લિફટિંગ)
  • એ. શ્રીનિવાસ રાવ (ટેબલ ટેનિસ)
  • સુખદેવસિંહ પન્નુ (એથ્લેટિક્સ)
  • ક્લેરેન્સ લોબો (હોકી, લાઈફટાઈમ)
  • તારક સિન્હા (ક્રિકેટ, લાઈફટાઈમ)
  • જીવનકુમાર શર્મા (જૂડો, લાઈફટાઈમ)
  • વી. આર. બીડૂ (એથ્લેટિક્સ, લાઈફટાઈમ)

અર્જુન પુરસ્કાર, 2018

  • નીરજ ચોપડા (એથ્લેટિક્સ)
  • સુબેદાર જિન્સન જોન્સન (એથ્લેટિક્સ)
  • હિમા દાસ (એથ્લેટિક્સ)
  • નીલકુર્તિ સિક્કી રેડ્ડી (બેડમિંટન)
  • સુબેદાર સતીશકુમાર (બોક્સિંગ)
  • સ્મૃતિ મંધાના (ક્રિકેટ)
  • શુભંકર શર્મા (ગોલ્ફ)
  • મનપ્રીત સિંહ (હોકી)
  • સવિતા (હોકી)
  • કર્નલ રવિ રાઠૌર (પોલો)
  • રાહી સારનોબત (શૂટિંગ)
  • અંકુર મિત્તલ (શૂટિંગ)
  • શ્રેયસી સિંહ (શૂટિંગ)
  • મનિકા બત્રા (ટેબલ ટેનિસ)
  • જી. સાથિયાન (ટેબલ ટેનિસ)
  • સુમિત (કુસ્તી)
  • પૂજન કાદિયાન (વુશૂ)
  • અંકુર ધામા (પેરા-એથ્લેટિક્સ)
  • મનોજ સરકાર (પેરા-બેટમિંટન)

ધ્યાનચંદ પુરસ્કાર, 2018

  • સત્યદેવ પ્રસાદ (તીરંદાજી)
  • ભરતકુમાર છેત્રી (હોકી)
  • બોબી એલોન્સિસ (એથ્લેટિક્સ)
  • ચૌગુલ ધાતુ દત્તાત્રેય (કુસ્તી)

ધ્યાનચંદ પુરસ્કાર રમતગમતના ક્ષેત્રમાં લાંબા સમય સુધી કામ કરવા માટે અને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર રમતગમતના પ્રચાર-પ્રસાર તથા વિકાસમાં યોગદાન આપનારી સરકારી તેમજ ખાનગી કંપનીઓને આપવામાં આવે છે.

દ્રોણાચાર્ય તથા ધ્યાનચંદ પુરસ્કાર પામતા લોકોને સન્માનપત્ર સાથે પાંચ-પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે.

ઇન્ટર-યુનિવર્સિટી ટૂર્નામેન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરતી યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી અને 10 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે.

વર્તમાન વર્ષે આ ટ્રોફી અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીને આપવામાં આવી છે.

આ વર્ષની 25 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા સમારંભમાં રાષ્ટ્રપતિને હસ્તે વિજેતાઓને આ સન્માન આપવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો