જો આધાર ફરજિયાત થશે તો તમારી પ્રાઇવસી કેવી રીતે બચશે?

    • લેેખક, વિરાગ ગુપ્તા
    • પદ, ઍડ્વોકેટ, સુપ્રીમ કોર્ટ

આધારની અનિવાર્યતાને હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશે વર્ષ 2012માં પડકારી હતી. નવ ન્યાયાધીશોની બેન્ચે પાંચ વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં પ્રાઇવસી અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો પણ આધાર અંગે ફેંસલો આવવાનો બાકી છે.

સંવિધાનના અનુચ્છેદ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટના નિર્ણયને દેશનો કાયદો ગણવામાં આવે છે પણ પ્રાઇવસી અંગે નવો કાયદો બનાવવાની વાત થઈ રહી છે.

આધારની અનિવાર્યતા અને કાયદેસરતા અંગે પાંચ જજની બેન્ચે 38 દિવસ સુધી સુનાવણી કરી. હવે એના ચૂકાદાની આખો દેશ રાહ જોઈ રહ્યો છે.

ચેક રિપબ્લિકના બંધારણ પ્રમાણે કે ટી શાહે અને કે એમ મુનશીએ પ્રાઇવસીના અધિકાર માટે વર્ષ 1946માં બંધારણ સભામાં મુસદ્દો રજૂ કર્યો હતો.

શું તમે આ વાંચ્યું?

પણ સામૂહિક જવાબદારી પર ભાર મૂકતા ડૉ. ભીમરાવ આંબેડકરે માર્ચ 1947ના રોજ સંશોધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં બંધારણના મૂળભૂત અધિકારોના અધ્યાય ત્રણમાં પ્રાઇવસીને અલગથી માન્યતા મળી ન શકી.

નાગરિક અને રાજકીય અધિકારો માટે આંતરરાષ્ટ્રીય સંધિ પર ભારતે 1979માં જ હસ્તાક્ષર કરી દીધા હતા, જેમાં અનુચ્છેદ 17 અંતર્ગત પ્રાઇવસીના અધિકાર માટે ભારતે પ્રતિબદ્ધતા પ્રગટ કરી હતી.

સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ ચંદ્રચૂડે પ્રાઇવસીના ઐતિહાસિક ચુકાદામાં કહ્યું, "વ્યક્તિની પ્રાઇવસીનું રાજ્ય દ્વારા સન્માન, બંધારણની આધારશિલા છે."

ભારતના કાયદામાં પ્રાઇવસી-કૉમન લૉ (બ્રિટિશ કાયદા પ્રણાલી) અને અન્ય કાયદા અંતર્ગત પણ ભારતમાં પ્રાઇવસીને માન્યતા મળી છે. જે પ્રમાણે

  • આરટીઆઈ કાયદા અંતર્ગત અંગત જાણકારી ત્રીજી વ્યક્તિને આપી ન શકાય.
  • લોકોના ટેલિફોન ટેપ કરવા માટે તપાસ એજન્સીઓએ સર્વોચ્ચ સ્તરેથી પરવાનગી લેવી પડતી હોય છે.
  • સંદિગ્ધ અપરાધીઓનો ડીએનએ ટેસ્ટ કે બ્રેઇન મેપિંગ કરતા પહેલાં કોર્ટ પાસે પરવાનગી લેવી પડે છે.
  • કોઈના ઘર કે ઓફિસમાં દરોડા પાડતા પહેલાં પોલીસે ઉચ્ચ અધિકારીઓ અથવા અદાલત પાસેથી પરવાનગી લેવી પડે છે.
  • આઈપીસી અંતર્ગત લોકોનાં અંગત જીવનમાં ડોકિયું કરવું એ કાયદાની દૃષ્ટિએ ગુનો બને છે.

આધાર યોજનામાં કાયદકીય અસંગતિ

આધાર અંગે બે મુદ્દાઓ પર વિશેષ વિવાદ છે :

  • આધારને યોગ્ય ઠેરવવા માટે અમેરિકાના સોશિયલ સિક્યૉરિટી નંબર(એસએસએન)ની ઉદાહરણ આપવામાં આવે છે, પણ એમાં લોકોના બાયૉમૅટ્રિક્સ લેવાતા નથી.
  • અમેરિકન વ્યવસ્થામાં એસએસએન લોકોની ઇચ્છા પર આધારિત છે, સરકાર તરફથી અનિવાર્ય નથી. અમેરિકામાં એસએસએન માટે પહેલી વખત 1935માં કાયદો બનાવાયો હતો, જેમાં લોકોની પ્રાઇવસીની સુરક્ષા કરાઈ છે.
  • ભારતમાં 2006માં શરૂ થયેલી આધાર યોજના માટે 10 વર્ષ પછી 2016માં સંસદે મની બીલના ચોર દરવાજા થકી કાયદો બનાવ્યો, જેની બંધારણીયતા અંગે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો હજુ બાકી છે.
  • ભારતમાં આધારને ફરજિયાત કરવાની સાથેસાથે લોકોની અંગત માહિતી અને બાયૉમૅટ્રિકસ પણ લેવાઈ રહ્યા છે.
  • આધાર કાયદો, આઈટી એક્ટ અને 2011ના સામેલ નિયમો અંતર્ગત આધાર ડેટા ગુપ્તા રાખવો જરૂરી છે પણ યૂઆઈડીએઆઈ અને સરકાર આ અંગેની કાયદેસર જવાબદારી લેવા તૈયાર નથી.

આધાર યોજના વિરુદ્ધ હજારો ફરિયાદો છતાં ધોની જેવા એકાદ-બે મામલાઓમાં જ પોલીસ ફરિયાદ નોંધાવાય છે.

સંસદમાં પાસ કરાયેલા કાયદા પ્રમાણે યૂઆઈડીએઆઈને સંવેદનશીલ અંગત ડેટા લેવાનો અધિકાર છે પણ ખાનગી કંપનીઓ અને એજન્ટોને આ હક કેવી રીતે આપી શકાય?

યૂઆઈડીએઆઈને 125 રજિસ્ટ્રાર અને 556 એનરોલમેન્ટ એજન્સીઓ થકી કાર્યાન્વિત કરાઈ છે. પણ ખાનગી એજન્સીઓ દ્વારા ડેટા લીક માટે સરકારની જવાબદારી હોતી નથી.

ખાનગી કંપનીઓને આધારના ઑનલાઇન વેરિફિકેશનની સુવિધા આપવાથી ડેટા લીક થવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો પછી તેને ઑફલાઇન વેરિફિકેશન સુધી સીમિત કેમ નથી રાખતા?

આધારની અનિવાર્યતા અને નિરીક્ષણ તંત્ર

સરકારી યોજનાઓનો દુરુપયોગ રોકવા માટે અને ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે આધારની યોજના બની હતી, પણ તેને દરેક ક્ષેત્રમાં અનિવાર્ય કરવા અંગે સવાલ ઊઠી રહ્યા છે.

પાસપોર્ટ, બૅન્ક અકાઉન્ટ (જનધન સિવાય), ડ્રાઇવિંગ લાઇસન્સ, મોબાઇલ સહિત અનેક સુવિધાઓમાં સરકારી સબસિડીની સુવિધા ન મળે તો પછી તેને આધાર સાથે જોડવું કેમ જરૂરી છે? સરકારે આ અંગે કદાચ જ સ્પષ્ટીકરણ આપ્યું હોય.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના સોશિયલ મીડિયા હબના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે નિરસ્ત કરી દીધો તો પછી આધારના વધી રહેલા નિરીક્ષણ તંત્રને કંઈ રીતે યોગ્ય ઠેરવી શકાય.

તૈયારી વગર સરકારે લાગુ કર્યું

આધાર શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે. કૉન્ક્રીટની ઊંચી દિવાલોની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આધાર ડેટાને પૂર્ણ સુરક્ષિત ગણાવતા એટૉર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારા દાવા કર્યા.

બીજી તરફ 2500 રૂપિયામાં આધાર ડેટા હૅક કરવાના સૉફ્ટવૅર અંગેના સમાચારના કારણે પણ લોકોમાં ભય છે.

યૂઆઈડીએઆઈના 12 આંકડાના આધાર નંબરને ગુપ્ત રાખવા માટે 16 આંકડાની વર્ચ્યુઅલ આઈડી વ્યવસ્થા લાગુ કરાઈ છે.

બીજી તરફ ટ્રાઈના ચૅરમૅન આધાર નંબર સોશિયલ મીડિયા પર જાહેર કરે છે અને ડિજિટલ કુસ્તી શરૂ થઈ જાય છે.

આધારના યુગમાં રાઇટ ટૂ બી ફૉરગૉટન એટલે કે જીવનમાં અગાઉ ઘટેલી ઘટનાઓને ભૂલવાનો અધિકાર, ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલા કન્સલ્ટેશન પેપર અને જસ્ટિસ શ્રી કૃષ્ણા સમિતિના રિપોર્ટ છતા જનતાને પોતાના ડેટા પર અધિકાર મળ્યો નથી.

આધાર ડેટાલીક અને એનાથી નુકસાન અંગે જનતાને કેવી રીતે રાહત મળી શકે, આ અંગે પણ આધારના કાયદામાં સ્પષ્ટતા નથી.

પ્રસ્તાવિત ડેટા સુરક્ષા કાયદામાં યૂઆઈડીએઆઈ પર કાયદાકીય જવાબદારીના માધ્યમથી આધાર ડેટાની સુરક્ષા અને જવાબદારીનું કાયદેસર તંત્ર બનાવી શકાય છે.

યુરોપિયન યુનિયન થકી શ્રીકૃષ્ણા કમિટીએ રાઇટ ટૂ બી ફૉરગૉટન અંગે કાયદો બનાવવાની પણ ભલામણ કરી છે.

પ્રશ્ન એ છે કે સરકારી ઓફિસોમાં બંધ બાયૉમૅટ્રિક્સ સિસ્ટમ દેશના 120 કરોડ લોકોને ભૂલી જવાની પરવાનગી કેવી રીતે આપશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો