You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS: આંતરરાષ્ટ્રીય રૅકેટ, ગુજરાતીએ 300 બાળકોને અમેરિકામાં વેચી દીધાં
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળક તસ્કરીનું રૅકેટ ઝડપી પાડ્યું છે.
આ રૅકેટના છેડા ગુજરાતના રાજુભાઈ ગમલેવાલા સુધી પહોંચે છે જેમણે વર્ષ 2007માં આ રૅકેટની શરૂઆત કરી હતી.
ગમલેવાલા પર આરોપ હતો કે તે બાળકોનું અપહરણ કરી તેની વિદેશમાં વેચી નાખતો હતો.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ગમલેવાલાએ અત્યારસુધીમાં 300 બાળકોનાં અપહરણ કરી તેમને વેંચી દીધાં છે.
તે દરેક બાળક માટે અમેરિકન નાગરિકો પાસેથી 45 લાખ રૂપિયાની કિંમત વસૂલતો હતો.
મુંબઈ પોલીસના એક અધિકારીને ટાંકતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે ગુજરાતમાં રહેતા 11થી 16 વર્ષનાં ગરીબ બાળકો જેમનું ભરણપોષણ તેમનાં માતાપિતા નથી કરી શકતાં, ગમલેવાલા એવા પરિવાર પાસેથી બાળકો ખરીદી લેતો હતો.
ગમલેવાલા અને તેની ટોળકી એવા પરિવારોને પણ શોધતા જે તેમનાં બાળકોના પાસપોર્ટને ભાડે આપવા તૈયાર હોય.
ત્યારબાદ તેઓ ગરીબ બાળકોને પાસપોર્ટમાં દર્શાવેલા બાળક જેવો મેકઅપ કરી અમેરિકા મોકલી દેતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે જણાવ્યું કે આ બધી ક્રિયામાં તેઓ ઍરપૉર્ટ પર ઇમિગ્રેશની કાર્યવાહી કેવી રીતે કરતો તે અંગે કોઈ માહિતી નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
કેરળમાં પૂરથી 67 લોકનાં મૃત્યુ
'ઇન્ડિય એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ અનુસાર કેરળમાં પૂરને કારણે અત્યારસુધીમાં 67 લોકોનાં મૃત્યુ થયાં છે.
રાજ્યમાં પૂરની ગંભીર પરિસ્થિને પગલે 1.5 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
કેરળના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે કે ભારે વરસાદને કારણે રાજ્યના 39માંથી 35 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોય.
આ સ્થિતિને કારણે ઘણાં શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.
રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને ટાંકતા સમાચારપત્ર લખે છે કે આગામી દિવસોમાં ભારે વરસાદની ભીતિ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
એટલું જ નહીં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પણ ખૂબ પ્રભાવિત થયા છે.
હાલમાં એનડીઆરએફ સહિત બચાવ ટુકડીઓ રાજ્યમાં બચાવ કામગીરી કરી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
નિંદા કરવી સહેલી છે: ચિફ જસ્ટિસ દિપક મિશ્રા
'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ ન્યાપાલિકાની અંદર અને બહારથી ઊઠતા સવાલો અંગે નિવેદન આપતા જણાવ્યું કે નિંદા કરવી સહેલી છે પરંતુ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ અને ફરિયાદોને અલગ કરીને એક સંસ્થાને મજબૂત બનાવવી અઘરી બાબત છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મિશ્રાએ કહ્યું હતું કે સુધારાઓ પ્રત્યે સકારાત્મક વિચાર સાથે રચનાત્મક પગલાંઓ પણ લેવાની જરૂર છે.
આ કાર્યક્રમ એ સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરે દેશની ન્યાયપાલિકાઓને વધુ સારી બનાવવા માટે સરકાર દ્વારા અપાતા ઓછાં ભંડોળ પર નારાજગી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ મિશ્રાએ આધાર અંગે ટીપ્પણી કરતા જણાવ્યું કે નાગરિકોની ઓળખ માટે માનવીય આધાર અનિવાર્ય છે.
લંડને ભારતને બુદ્ધની પ્રાચીન પ્રતિમા પરત કરી
ભારતના સ્વાતંત્ર્ય દિન સમારોહ નિમિત્તે લંડન પોલીસે બિહારના નાલંદાના એક સંગ્રહાલયમાંથી 60 વર્ષ પહેલાં ચોરાયેલી બુદ્ધની મૂર્તિ ભારતને પરત કરી છે.
કાંસાની આ મૂર્તિ 12મી સદીની હોવાનું માનવામાં આવે છે.
વર્ષ 1961માં નાલંદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થાનના એક સંગ્રહાલયમાંથી ચોરાયેલી 14 મૂર્તિઓમાંની આ એક મૂર્તિ હતી.
આ વર્ષે માર્ચ મહિનામાં એક વેપાર સંમેલન દરમિયાન ઍસોસિયેશન ફૉર રિસર્ચ ઇન્ટુ ક્રાઇમનાં લિંડા અલ્બર્ટસ અને ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટના વિજય કુમારની આ પ્રતિમા પર નજર પડી હતી.
તેમણે આ મૂર્તિની જાણ પોલીસને કરી. ત્યારબાદ બ્રિટન સ્થિત ભારતના રાજદૂત વાઈ. કે. સિંહને આ મૂર્તિ અંગે જાણ કરાઈ અને સોંપવામાં આવી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો