કોકા-કોલાનો એ ઇતિહાસ જે રાહુલ ગાંધી નથી જાણતા

ઇમેજ સ્રોત, FACEBOOK/RAHULGANDHI/BBC
દેશની રાજધાની ખાતે પાર્ટીના અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના કાર્યકરોને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું, જેનાં કારણે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયા.
રાહુલ ગાંધીએ ભાષણ આપતા કહ્યું, "તમે મને જણાવો કે કોકા-કોલા કંપની કોણે શરૂ કરી? કોઈ જાણે છે? હું તમને જણાવીશ કે તેઓ કોણ હતા? "
"કોકા-કોલા કંપની શરૂ કરનાર શિકંજી વેચતા હતા. તેઓ પાણીમાં ખાંડ ભેળવી, પીણું બનાવી વેંચતા હતા. તેમના અનુભવ અને આવડતની કદર થઈ અને કોકા-કોલા કંપની બની ગઈ."
"મેકડોનાલ્ડ કંપની કોણે શરૂ કરી કોઈ જણાવી શકે છે? તેઓ ઢાબો ચલાવતા હતા. તમે મને હિન્દુસ્તાનમાં એ ઢાબાવાળો બતાવો જેણે કોકા-કોલા કંપની બનાવી હોય, તેઓ ક્યાં છે?"

ઇમેજ સ્રોત, PA
રાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાહુલ ગાંધીનું કોક-કોલા કંપનીનું નિવેદન ખોટો ઇતિહાસ રજૂ કરે છે.
કોકા-કોલા કંપની કોઈ શિકંજી વેંચનાર નહીં, પરંતુ એટલાન્ટાના એક ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટને શરૂ કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
કેવી રીતે બની કોકા-કોલા?

કોકા-કોલાની સત્તાવાર વેબસાઇટ પર નજર કરીએ તો જાણવા મળે છે કે કંપનીનું ઉત્પાદન વર્ષ 1886માં શરૂ થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક દિવસ બપોરે જ્હોન પેમ્બર્ટને પોતાની લેબમાં એક પ્રવાહી પદાર્થ તૈયાર કર્યો, જેને બાદમાં વેચાણ અર્થે મૂક્યો.
આ પદાર્થમાં સોડાવાળું પાણી ભળેલું હતું. જ્હોન પેમ્બર્ટને આ પીણાને થોડા લોકોને ચાખવા માટે આપ્યું. બધાને આ પીણું પસંદ પણ આવ્યું.
આ ડ્રિંકના એક ગ્લાસને તેઓ પાંચ સેન્ટમાં વેચતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પેમ્બર્ટનના ખાતાકીય હિસાબ રાખનાર ફ્રેન્ક રૉબિન્સને આ મિશ્રણને 'કોકા-કોલા' નામ આપ્યું. ત્યારથી લઈને આજ દિવસ સુધી આ 132 વર્ષ જૂનું મિશ્રણ 'કોકા-કોલા'ના નામથી જ ઓળખાય છે.
રૉબિન્સનનું માનવું હતું કે નામમાં બે 'C' હોવાથી કંપનીને ફાયદો થશે.
કોકા-કોલાના નિર્માણના પહેલાં વર્ષમાં માત્ર નવ ગ્લાસ વેચાયા હતા, પરંતુ આજે દુનિયાભરમાં દરરોજ કોકા-કોલાની લગભગ બે અરબ બોટલો વેચાય છે.
વિશ્વ યુદ્ધમાં કામ આવી કોકા-કોલા

ઇમેજ સ્રોત, ISTOCK
1900ના દાયકામાં કંપનીએ એશિયા અને યુરોપમાં બોટલિંગનું કામ શરૂ કર્યું હતું.
વર્ષ 2012માં બીબીસીના એક રિપોર્ટ અનુસાર, કોકા-કોલા કંપનીને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખૂબ જ ફાયદો થયો, એ સમયે વિદેશોમાં તહેનાત અમેરિકી સૈનિકોને કોકા-કોલા આપવામાં આવતી હતી.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોકા-કોલાના 60 મિલિટરી બોટલિંગ પ્લાન્ટ હતા. આનો ફાયદો સ્થાનિક લોકોને પણ મળ્યો.
માનવામાં આવતું હતું કે યુરોપમાં સહયોગી સેનાના સુપ્રીમ કમાન્ડર ડ્વિટ આઇઝનહૉવર કોકા-કોલાના મોટા ફેન હતા. તેમણે એ સુનિશ્ચિત કર્યું કે ઉત્તર આફ્રિકામાં પણ કોકા-કોલાનો પુરવઠો ઉપલબ્ધ રહે.
'અ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ ઇન સિક્સ ગ્લાસિઝ'ના લેખક ટૉમ સ્ટેન્ડેઝનું કહેવું છે કે કોકા-કોલાને અમેરિકાની દેશભક્તિના પ્રતીક રીતે જોવામાં આવતું હતુ.
યુદ્ધ દરમિયાન તેને એટલું મહત્ત્વનું માનવામાં આવ્યું કે રાશનની દુકાન પર તેની બનાવટ માટે ખાંડની છૂટ આપી દેવામાં આવી.

કોકા-કોલાનો વિરોધ?

ઇમેજ સ્રોત, EPA
ઘણાં દેશોમાં કોકા-કોલાનો વિરોધ થયો. તેમાં એવી અફવાઓ પણ સામેલ રહી કોકા-કોલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
સૌથી પહેલાં ફ્રાન્સે 1950ના દાયકામાં 'કોકા કોલોનાઇઝેશન'નું નામ આપવામાં આવ્યું હતું, ત્યારે કોકા-કોલાના ટ્રક પલટાવી દેવાયા અને બોટલો પણ ફોડવામાં આવી હતી.
વર્ષ 2012માં બીબીસીના રિપોર્ટ મુજબ, સ્ટેન્ડેઝે જણાવ્યું, "પ્રદર્શનકારીઓ કોકા-કોલાને ફ્રાન્સના સમાજ માટે ખતરો માનવા લાગ્યા હતા."
સ્ટેન્ડેઝ કહ્યું, "પૂર્વ સોવિયત સંઘમાં આનો પ્રચાર એવા માટે ના કરવામાં આવ્યો, કારણ કે એવી આશંકા હતી કે તેનો લાભ કમ્યુનિસ્ટ સરકારને થશે."
તમે આ વાંચ્યું કે નહીં?
આ કમીને 'પેપ્સી'એ પૂરી કરી અને અહીં તેનો ખૂબ વેપાર પણ થયો.
વર્ષ 1989માં જ્યારે બર્લિનની દિવાલ ધરાશાયી થઈ, તો પૂર્વ જર્મનીમાં રહેતા ઘણાં લોકો મોટી માત્રામાં કોકા-કોલા લઈને આવ્યા.
સ્ટેન્ડેઝ કહે છે, "કોકા-કોલા પીવું આઝાદીનું પ્રતીક બની ગયું."
પૂર્વ સોવિયત સંઘ સિવાય મધ્ય-પૂર્વમાં કોકા-કોલાએ સંઘર્ષ કરવો પડ્યો હતો. અહીં અરબ લીગ તેનો વિરોધ કરી રહ્યાં હતા કારણ કે ઇઝરાયલમાં તેનું વેચાણ થતું હતું.
આ કારણે મધ્ય-પૂર્વમાં 'પેપ્સી'નું ખૂબ વેચાણ થયું.
વર્ષ 2003માં ઇરાક પર અમેરિકાની કાર્યવાહીના વિરોધમાં થાઇલૅન્ડમાં લોકોએ રસ્તાઓ પર કોકા-કોલા ઢોળી હતી અને વિરોધ કર્યો હતો.
ઇરાનના પૂર્વ રાષ્ટ્રપિત મહમૂદ અહમદીનેઝાદે પણ કોકા-કોલા પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














