You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેવાણીએ સુરક્ષા માગી છે ત્યારે 'X', 'Y', 'Z' કેટેગરીની સુરક્ષાનું A to Z
દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય માહોલ ગરમાયો છે. ધમકીને પગલે જિજ્ઞેશને 'Y' કક્ષાની સુરક્ષા આપવાની માગણી કરવામાં આવી છે.
ત્યારે એ સવાલ થાય કે સરકાર કેવી રીતી, કોને, શા માટે, અને કેટલા પ્રકારની સુરક્ષા આપે છે.
સુરક્ષા માટેની અરજી કર્યા બાદ સૌપ્રથમ સુરક્ષા એજન્સી અરજીને આધારે તપાસ કરે છે ત્યારબાદ આગળ કાર્યવાહી કરે છે.
સાથે જ ધમકીની ગંભીરતને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો, ઘટાડો, સુરક્ષા ચાલુ રાખવી કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે.
સુરક્ષા કક્ષાના પ્રકાર:
- 'X' કક્ષાની સુરક્ષા
- 'Y' કક્ષાની સુરક્ષા
- 'Y+' કક્ષાની સુરક્ષા
- 'Z' કક્ષાની સુરક્ષા
- 'Z+' કક્ષાની સુરક્ષા
'X' કક્ષાની સુરક્ષા
આ કેટેગરી અંતર્ગત અરજી કર્યા બાદ સામાન્ય રીતે એક હથિયારધારી પોલીસકર્મી આપવામાં આવે છે. જે 24 કલાક સુરક્ષા પૂરી પાડે છે.
આ કેટેગરી અંતર્ગત તમામ ખર્ચ અરજકર્તાએ ભોગવવ પડે છે અથવા તો સરકાર ઇચ્છે તો ભોગવી શકે છે.
ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર અમદાવાદ સુધીર સિન્હાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, " 'X' કક્ષામાં બે પર્સલન આસિસ્ટન્ટ ઑફિસર(પીએસઓ) અપાય છે.
આ નિર્ણય મુખ્ય મંત્રી, કેબિનેટ મિનિસ્ટ્રી દ્વારા લેવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
'Y' કક્ષાની સુરક્ષા
સામાન્ય રીતે આ કક્ષાની સુરક્ષા થોડા ગંભીર મામલામાં પૂરી પાડવામાં આવે છે. આ કેટેગરી અંતર્ગત કુલ આઠ સુરક્ષાગાર્ડ આપવામાં આવે છે જે 24 કલાક મૂવીંગ પ્રોસેસ હેઠળ કામ કરે છે.
આ સુરક્ષાકર્મીઓમાં ચાર પાસે લોંગ રેન્જ હથિયાર અને ચાર પાસે શોર્ટ રેન્જ હથિયાર હોય છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ વિભાગમાં દર વર્ષે પ્રોટેક્શન રિવ્યૂ મિટિંગ બોલાવવામાં આવે છે જેમાં નક્કી થાય છે કે જે-તે વ્યક્તિને આપેલી સુરક્ષા ચાલુ રાખવી કે નહીં, અને જો રાખવી તો તેનો ખર્ચ રાજ્ય સરકાર આપશે કે કેન્દ્ર સરકાર એ વિશે નિર્ણય લેવો.
સુધીર સિન્હા જણાવે છે, " 'Y' અને 'Y+' માટે મિનિસ્ટ્રી ઑફ ઇન્ટેલિજન્સ બ્યૂરો, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી, મુખ્યમંત્રી અને પોલીસની ભલામણને આધારે અપાય છે."
સાથે જ આ કેટેગરી અંતર્ગત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવે છે.
જો 'Y+' કક્ષાની વાત કરવામાં આવે તો ખૂબ જ સંવેદનશીલ કિસ્સામાં આ સુરક્ષા આપવામાં આવે છે. તેમાં ધમકીઓની ગંભીરતા નક્કી કર્યા બાદ નિર્ણય લેવાય છે કે આ સુરક્ષા આપવી કે નહીં.
સામાન્ય રીતે રાજ્ય સરકાર આ ખર્ચ ભોગવી હોય છે.
'Z' કક્ષાની સુરક્ષા
આ કેટેગરી અંતર્ગત મારી નાખવાની ધમકી અથવા આતંકી ધમકીઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.
આ સુરક્ષા હેઠળ એક એસકૉર્ટ ગાડી, બૂલેટ પ્રૂફ ગાડી, લોકલ પોલીસ અને સેન્ટ્રલ પોલીસના સુરક્ષાકર્મીઓ આપવામાં આવે છે.
આ સુરક્ષા 24 કલાક માટે રહેઠાણ સ્થળે અને કામ કરતા સ્થળે પણ સાથે રહે છે.
ખાસ કેસમાં આ સુરક્ષાનો ખર્ચ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર ભોગવતી હોય છે.
'Z+' સુરક્ષાની વાત કરીએ તો કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 'Z'માંથી આ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
'Z+' સુરક્ષા આપવી કે નહીં તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે.
ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું "અમારી પાસે જિજ્ઞેશ મેવાણીની સુરક્ષા સંબંધી ફરિયાદ આવી હતી. આ અંગે અમે ઇન્ટેલિજન્ટ બ્યૂરો (આઈબી)ને તપાસ સોંપી છે."
ઝાએ ઉમેર્યું, "આ પ્રકારની સુરક્ષા આપવા માટે આઈબીનો રિપોર્ટ લેવામાં આવે છે અને બાદમાં તે રાજ્ય સરકારને મોકલવામાં આવે છે. આઈબીના રિપોર્ટ બાદ અમે સરકારને આ અંગે માહિતગાર કરીશું અને પછી નિર્ણય લેવામાં આવશે."
બનાસકાંઠાના ઇન્ચાર્જ એસપી વી.એસ ચાવડાએ બીબીસીને જણાવ્યું, " જિજ્ઞેશ મેવાણીને ધમકી મળી હોવાની ફરિયાદ મળ્યા બાદ અમે તાત્કાલિક ધોરણે તેમને એક કમાન્ડો આપ્યો છે."
(આ સ્ટોરી માટે ભાર્ગવ રીખના ઇનપુટ્સ મળેલા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો