You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લોગ : શું 'વીરે દી વેડિંગ' ફિલ્મ અને તેની વીરો નારીવાદી છે?
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
કેવી હોય છે ફેમિનિસ્ટ મહિલાઓ? તેના બે જવાબ હોય છે.
સામાન્ય રીતે સમજ એવી હોય છે કે આ એવી મહિલાઓ છે જે ટૂંકા વસ્ત્રો પહેરે છે અને દારૂ-સિગારેટનું સેવન કરીને રાત્રે પાર્ટી કરે છે. જેઓ ઉપલબ્ધ હોય છે.
જેમની સાથે જવાબદારી વગરના શારીરિક સંબંધો બાંધવામાં કોઈ પરેશાની નહીં હોય અને જે પુરૂષોને તેમનાથી ઊતરતા સમજતી હોય.
જે બરાબરીના નામ પર એ બધું જ કરવાની જીદ કરતી હોય જે મર્દ કરે છે. એટલે કે ગાળો બોલવી અને અન્યોને 'સેક્સ' કરવાની વસ્તુ તરીકે જોવાં.
ફેમિનિસ્ટ મહિલાઓ વિશેની અસલ સમજણ કેવી હોય છે? તેનો જવાબ પછી.
સામાન્ય સમજ વધુ પ્રચલિત છે અને એટલા માટે મહિલાઓ અને પુરૂષો ફેમિનિસ્ટ તરીકે ઓળખવાથી અળગાં રહે છે.
'વીરે દી વેડિંગ'ની અભિનેત્રીઓ પણ મીડિયા સાથેની વાતચીતમાં એવું જ કહી રહી હતી કે ફિલ્મ ચાર આઝાદ મહિલાઓની કહાણી છે. પણ તે ફેમિનિસ્ટ નથી.
એનું કારણ એ હોઈ શકે કે સામાન્ય સમજમાં ફેમિનિસ્ટ હોવું ખરાબ વાત છે, કંઈક અસહજ, આધુનિક અથવા પશ્ચિમનું એ સ્વરૂપ જે કદરૂપું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
એ વાત અલગ છે કે ફિલ્મમાં અભિનેત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે. દારૂ-સિગરેટનું સેવન કરે છે અને રાતે પાર્ટી કરે છે.
તેમાંથી એક અભિનેત્રીને એક મર્દ અવેલેબલ એટલે ઉપલબ્ધ માને છે. દારૂના નશામાં બન્ને શારીરિક સંબંધ પણ બાંધે છે.
ત્યાર પછી પણ તે અભિનેત્રી આ વ્યક્તિને તેનાથી ઊતરતો માને છે.
ફિલ્મમાં ગાળોનો પ્રયોગ
ફિલ્મમાં ગાળો તો દુઆ-સલામની જેમ વેરાયેલી છે. અને આ સંવાદ ચારેય અભિનેત્રીઓનાં જ છે.
એક અભિનેત્રી તેના પતિના વખાણ તેના સેક્સ કરવાની કુશળતા પર કરે છે.
આથી સામાન્ય સમજ મુજબ તો તેઓ ફેમિનિસ્ટ છે.
ફિલ્મ ચાર સખીઓની છે. બોલીવૂડમાં પહેલી વખત પુરૂષોની મિત્રતાથી હટીને મહિલાઓની મિત્રતાને કેન્દ્રમાં રાખીને તેમને મુખ્ય હીરો બનાવી ફિલ્મ બનાવવામાં આવી છે.
તેની આસપાસ જ ફિલ્મની કહાણી રચવામાં આવી છે.
જ્યારે હું ફિલ્મ જોવા ગઈ તો, વિચાર્યું કે બદલાતા વિશ્વની બદલાતી મહિલાઓની કહાણી હશે.
જે માત્ર પુરૂષોની આસપાસ નથી. જેને પ્રેમની સાથે સાથે પોતાના અસ્તિત્વ અને ઓળખ પણ જોઈએ છે.
જે કહાણીનું મકસદ માત્ર લગ્ન નથી. જેમાં લગ્ન તેની જગ્યાએ અને બાકી બધા સંબંધો તેની જગ્યાએ.
જેમાં સખીઓની ગાઢ સમજ છે જે મહિલાઓ પુરૂષોની જેમ જ બનાવી લે છે.
હસ્તમૈથુનની વાત
અલગઅલગ જીવનને ગૂંથતી એ ઓળખ જે આપણો સમાજ આપણી જાતિને આપે છે.
મહિલાઓમાં ઘણી વાર લગ્ન કરવાનું દબાણ, કારકિર્દી બનાવવાની ઇચ્છા અથવા બાળકો મોડેથી પેદા કરવાની લડાઈ જોવા મળે છે.
કહાણીમાં આ બધું જ હોઈ શકતું હતું પણ તે સપાટી પર જ સમેટાઈ ગયું. કેટલીક હદે મોટા પરદે સામાન્ય સમજ મુજબની ફેમિનિસ્ટ મહિલાઓ જ જોવા મળી.
તેમણે હસ્તમૈથુનની વાત પણ કરી. અપના હાથ જગન્નાથ કહેતાં તેમની જીભ જરા પણ અટકી નહીં.
સેક્સની જરૂરિયાત વિશે બિન્ધાસ્ત થઈને તેઓ બોલી અને એક તો હસ્તમૈથુન કરતી જોવા પણ મળી.
આ કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ પણ થઈ. પણ ફિલ્મ સામાન્યમાંથી અસલ સમજ સુધી પહોંચી શકી ન હતી.
ફિલ્મે એક પગલું આગળ વધાર્યા તો ત્રણ પગલાં પાછળ ખેંચી લીધા.
આઝાદ વિચાર ધરાવતી ફેમિનિસ્ટ મહિલા
આઝાદ વિચાર ધરાવતી ફેમિનિસ્ટ મહિલા દારૂ-સિગરેટ-ગાળો વગર પણ તેની વાત નિડરતાથી કહી શકે છે.
તેને પુરૂષોને મળતી દરેક છૂટ અધિકાર તરીકે જોઈએ છે ચોક્કસ, પણ માત્ર આ બધું કરવું જ આઝાદીનો માપદંડ નથી.
ફેમિનિસ્ટ હોવું ઘણું સુંદર છે. પુરૂષોને ઊતરતા દરજ્જાવાળા દર્શાવવા અથવા તેમના વિરુદ્ધ થવું નહીં પણ તેમની સાથે ચાલવું છે.
એ સુંદરતા હોટેલમાં બિલના નાણાં ચૂકવવાની નાની જીદમાં છે, નોકરી કરવામાં છે અથવા ઘર સંભાળવાની આઝાદીમાં છે.
અને આ જાણવા છતાં પણ આવારાગર્દી કરવામાં છે જ્યારે દિલમાં એ સુકૂન હોય કે મને સેક્સની વસ્તુની જેમ નથી જોવામાં આવતી.
આ વેડિંગની વીરાએ સાચું કહ્યું હતું કે તેમની ફિલ્મ ફેમિનિસ્ટ નથી.
પ્રતિક્ષા રહેશે એવી ફિલ્મ માટે જેને નારીવાદની અસલ સમજથી બનાવવામાં આવી હોય અને તેને બનાવનારોઓને પોતાને ફેમિનિસ્ટ કહેવામાં કોઈ શરમ ન આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો