You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્લિપકાર્ટઃ સચિન- બિન્નીની મિત્રતાથી 21 અબજ ડોલરના સામ્રાજ્ય સુધીની કહાણી
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, નવી દિલ્હી
પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા દરેકનું સપનું હોઈ શકે છે પરંતુ કેટલાક મામલામાં તો ઓછા માર્ક્સ લાવવા ઇતિહાસ રચાવાનું કારણ બની જાય છે.
જો સચિન બંસલ અને બિન્ની બંસલને પરીક્ષામાં સારા માર્ક્સ મળ્યા હોત, તો તેઓ ક્યારેય મળ્યા ન હોત અને ફ્લિપકાર્ટ પણ બન્યું ન હોત.
શું થતું જો સચિન 1999માં આઈઆઈટી પ્રવેશ પરીક્ષામાં સફળ ન થયા બાદ પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાં ફિઝિક્સ કોર્સ કરવાનો નિર્ણય ન લેતા અને ક્યારેય આઈઆઈટી દિલ્હી આવતા જ નહીં.
શું થતું જો સચિન અને બિન્નીના બી.ટેક પ્રોજેક્ટના ફાઇનલ યરમાં સારા માર્ક્સ મળી જતા અને તેઓ દિલ્હી ન જતા, જ્યાં તેમની મુલાકાત થઈ.
યોર સ્ટોરીના આધારે આ વર્ષ 2005 હતું જ્યારે ચંદીગઢ સાથે સંબંધ ધરાવતા બન્ને બંસલની મુલાકાત આઈઆઈટી દિલ્હીની FPGA હાર્ડવેર લેબમાં થઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
સચિન- બિન્ની ભાઈ કે સંબંધીઓ નથી
વર્ષ 2007માં ફ્લિપકાર્ટ કંપની બની, પરંતુ એવી રીતે બની અને આગળ વધી કે આ બન્ને સિવાય સ્ટાર્ટ-અપ બનાવવા માટે સપનાં જોતા લોકોના સપનામાં પાંખો લાગી ગઈ.
બન્નેની અટક બંસલ હોવાના કારણે એવું લાગે છે કે સચિન અને બિન્ની બન્ને ભાઈ કે સંબંધીઓ છે, પરંતુ એવું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્સ પૂર્ણ કર્યા બાદ બન્ને બેંગલુરુ જતા રહ્યા પરંતુ અલગ અલગ નોકરી કરી.
રસપ્રદ વાત એ છે કે બિન્નીને ગૂગલે બે વખત પોતાના દરવાજા પરથી ખાલી હાથે પરત મોકલી દીધા.
તમે આ વાંચ્યું કે નહીં?
સચિને એમેઝોનમાં નોકરી કરી અને વર્ષ બાદ 2007માં બિન્ની પણ આ ટીમનો ભાગ બનવા પહોંચી ગયા.
આ એ જ ઑફિસ હતી કે જ્યાં બન્નેના મગજમાં સ્ટાર્ટ અપ ઊભું કરવાનો વિચાર આવ્યો.
એક વર્ષ કામ કર્યા બાદ બન્ને બંસલ અને અન્ય એક સાથી અમિત અગ્રવાલે કાગળ પર આ કંપની ઊભી કરવાની યોજના તૈયાર કરી અને મેદાનમાં ઊતરી ગયા.
કેવી રીતે ફ્લિપકાર્ટનો જન્મ થયો?
અમેરિકી કંપની એમેઝોન ભારતીય રિટેલ કારોબારમાં ઊતરવાથી છ વર્ષ દૂર ઊભી હતી.
તેવામાં બંસલ-અગ્રવાલની તિકડી પાસે ઇતિહાસ રચવાની તક હતી અને તેમણે આ જ તક ઝડપી પાડી.
2007માં જ્યારે ઑક્ટોબર મહિનામાં ઋતુ બદલી ત્યારે બેંગલુરૂના વિલ્સન ગાર્ડન વિસ્તારમાં ફ્લિપકાર્ટે જન્મ લીધો.
ફ્લિપકાર્ટ વેબસાઇટ માટે પ્રાથમિક કોડ સચિન અને બિન્નીએ લખ્યો.
તે સમયે ત્રણેયનો ઉદ્દેશ આ વેબસાઇટને માત્ર પુસ્તકો ખરીદવાની શ્રેષ્ઠ જગ્યા બનાવવાનો હતો.
સચિનને ટેકનૉલૉજી, પ્રોડક્ટ અને માર્કેટિંગ વિશે વધારે સમજ હતી, તો તેમણે તે જ સંભાળ્યું.
બિન્નીના ખભા પર બેક-એન્ડ, પુસ્તકોની કિંમત નક્કી કરવી અને બીજા ઑપરેશન્સની જવાબદારી આવી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ ફ્લિપકાર્ટ સાથે શરૂઆતમાં જોડાનારા એક વ્યક્તિના માધ્યમથી લખ્યું, "ફ્લિપકાર્ટ લૉન્ચ થયું તો સચિને ઉત્તમ સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશનની મદદથી સાઇટ સુધી ટ્રાફિક લાવવાની કમાલ કરીને બતાવી."
પુસ્તકોની કહાણી
તેનો મતલબ એ કે જ્યારે કોઈ પુસ્તક ખરીદવા માટે તેનું નામ સર્ચ એન્જિનમાં નાખતું તો ફ્લિપકાર્ટનું નામ સૌથી ઉપર આવતું અને તેના જ કારણે વેબસાઇટ પર આવતા લોકોની સંખ્યા વધતી ગઈ.
સાથે જ આ કારણોસર કંપનીને સાઇટ પર એડવર્ટાઇઝમેન્ટ મળવા લાગી અને તેનાથી જ દર મહિને 10-12 લાખ રૂપિયાની કમાણી થવા લાગી.
કંપનીને શરૂઆતના સમયે તેના પગ પર ઊભી કરવી અને તેને ચલાવવા માટે એટલી રકમ ઘણી હતી.
જૂન 2009 આવ્યું તો ફ્લિકાર્ટને પોતાની સફળતાનું અનુમાન ત્યારે લાગ્યું જ્યારે તેને 10 લાખ ડોલરની ફંડિંગ આપવાનો નિર્ણય સામે આવ્યો.
ફંડનો સમજદારીથી ઉપયોગ અને સતત કંપનીને આગળ વધારતા રહેવું તે મંત્ર હતો જેના આધારે 11 વર્ષમાં તેણે 6 અબજ ડોલરની કમાણી કરી.
સચિન અને બિન્નીને એ વાતની ક્રેડિટ પણ આપવામાં આવે છે કે તેમણે પોતાના બાદ સ્થાનિક ટેલેન્ટને ઓળખ આપી અને તેમને આગળ વધાર્યા. એ જ કારણ છે કે ફ્લિપકાર્ટ, દુનિયાની મોટી કંપનીઓ સામે ટકી શકી.
શરૂઆતના દિવસોમાં સચિને એ વાત સમજી કે ભારતીયો પુસ્તક બુક કરાવતા સમયે પૈસાની ચૂકવણી કરવાના બદલે પુસ્તક હાથમાં આવી ગયા બાદ પેમેન્ટ કરવાનું વધારે પસંદ કરે છે.
એ માટે તેમણે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ આપ્યો અને બજારનું રૂપ જ બદલી નાખ્યું.
કેવી રીતે બદલાઈ ફ્લિપકાર્ટની કિસ્મત?
પરિવારજનોના પૈસા, પોતાની બચતની મદદથી ઊભી કરેલી આ કંપની હવે અહીં સુધી આવી પહોંચી છે.
વર્ષ 2014 બાદ એમેઝોને ભારત પર ફોકસ કરવાનું શરૂ કર્યુ તો લાગ્યું કે ફ્લિપકાર્ટની કહાણીનો અંત આવી ગયો છે.
પરંતુ એમ ન થયું. તેણે પ્રતિયોગીને ટક્કર આપી અને પોતાને સંભાળી પણ લીધી.
ગત વર્ષે બધું જ બદલાઈ ગયું. વૉલમાર્ટે રસ બતાવ્યો ત્યારબાદથી એ સ્પષ્ટ થઈ ગયું કે ફ્લિપકાર્ટે ક્યાંથી ક્યાં સુધીનો પ્રવાસ નક્કી કર્યો છે.
અમેરિકાની મોટી રિટેઇલ કંપની વૉલમાર્ટે ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી 16 અબજ ડોલરમાં ખરીદીને ઇતિહાસ રચી નાખ્યો છે.
આ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિલય- અધિગ્રહણ સોદો છે. આ પહેલાં રશિયાની રોસનેફ્તે વર્ષ 2016માં એસ્સાર ઑઇલને 12.9 અબજ ડોલરમાં ખરીદીને રેકોર્ડ સર્જ્યો હતો.
સચિનનો નિર્ણય શું?
આ સોદાથી વૉલમાર્ટને ભારતીય બજારમાં ન માત્ર પગ મૂકવા, પણ મજબૂત સ્થિતિ સુધી પહોંચવાની તક પણ મળી છે.
બીજી તરફ ફ્લિપકાર્ટને વૉલમાર્ટના પૈસા, રિટેઇલમાં વિશેષજ્ઞતા, ગ્રોસરી, જનરલ મર્ચેંડાઇઝ સપ્લાઇ ચેનની જાણકારી મળશે.
વૉલમાર્ટે બહુમત ભાગીદારી ખરીદીને ઑનલાઇન ફેશન રિટેઇલર મિંત્રા અને જબોંગ, લૉજિસ્ટિક ફર્મ ઈ-કાર્ટ અને ડિજિટલ પેમેન્ટ ફર્મ ફોનપેને કાબુમાં કરી લીધા છે.
જ્યારે કોઈ સફળ કહાણીનો અંત આવે છે તો ખુશીની સાથે સાથે એક આંસૂ પણ રહી જાય છે. ફ્લિપકાર્ટની કહાણીમાં એ આંસૂ સચિનની વિદાય છે.
નવી સમજૂતી અંતર્ગત બિન્ની બંસલ ફ્લિપકાર્ટમાં ગ્રુપ સીઈઓના પદ પર યથાવત રહેશે પણ સચિને પોતાનો રસ્તો અલગ કરવાનું નક્કી કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો