બ્લોગ: શું કામ જોયો તમે આ છોકરીનો કપડાં ખેંચવાવાળો વીડિયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
તમારા ફોનમાં વ્હૉટ્સએપના કોઈ ગ્રુપમાં આ વીડિયો આવ્યો હશો. પરંતુ તમારા પરિવારવાળા ગ્રુપ કે જેમાં વડીલો છે તેમાં એ નહીં આવ્યો હોય.
કદાચ તમારા સ્કૂલ કે કોલેજના મિત્રોવાળા ગ્રુપમાં આવ્યો હશે. કોઈએ શેમ લખીને તે પોસ્ટ કર્યો હશે, કોઈએ તેના પર દુઃખ વ્યક્ત કર્યું હશે.
પરંતુ કોઈ મિત્રએ માત્ર પુરુષો કે મહિલાવાળા ગ્રુપમાં મોકલ્યો હશે તો એમ જ પોસ્ટ કરી દીધો હશે. જેવી રીતે પોર્ન વીડિયોની નાની ક્લિપ્સ મોકલવામાં આવે છે. એક, બે કે ક્યારેક માત્ર 30 સેકેન્ડની.
બિહારના સાત છોકરાઓએ મળીને એક છોકરીના કપડાં ફાડ્યાં હતાં. જબરદસ્તીથી તે છોકરીનાં કપડાં ફાડવામાં આવ્યાં હતાં. જેવી રીતે પોર્ન વીડિયોમાં થતું હોય એવી રીતે.
મોબાઇલની એક અલગ દુનિયા છે, જ્યાં આવા વીડિયોને સરળતાથી જોઈ શકાય છે. ચુપચાપ, ફટાફટ, નાનાં-મોટાં શહેરો, ગામડાં કે મહાનગરોમાં.

ઇન્ટરનેટ સસ્તુ થવાની અસરો

ઇમેજ સ્રોત, Getty Images
વિડૂલી નામની એક સંસ્થા ઇન્ટરનેટના માધ્યમથી મોકલવામાં આવતા વીડિયોની જાણકારી એકઠી કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે.
આ સંસ્થાના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં ભારતમાં મોબાઇલ ડેટાના ભાવમાં ઝડપથી ઘટાડો થયા બાદ પોર્ન વીડિયો જોવાની અને શેયર કરવાની ટકાવારીમાં 75 ટકાનો વધારો થયો છે.
સંસ્થાના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારના 80 ટકા વીડિયો નાના હોય છે અને તેને જોનારા 60 ટકા લોકો નાનાં શહેરો(ટિયર-2, ટિયર-3)માં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
હવે સ્માર્ટફોન સસ્તા થયા છે અને ઇન્ટરનેટમાં 3G અને 4Gના ભાવ પણ ઘટ્યા છે.
બિહારનાં જહાનાબાદમાં એકઠા થયેલા છોકરાઓ પાસે સ્માર્ટફોન પણ હતો અને ઇન્ટરનેટ પણ વીડિયો પોસ્ટ કરવા માટે મોબાઇલ ડેટા પણ હતો.
પરંતુ તેમણે મોકલેલો વીડિયો જોવાની અને તેને શેયર કરવાની તાકાત માત્ર આપણી પાસે હતી.

કઈ રીતે વાઇરલ થયો આ વીડિયો

ઇમેજ સ્રોત, Getty Images
હવે પ્રશ્ન એ થાય છે કે લોકોએ આ વીડિયો શા માટે જોયો અને શેયર કર્યો? એમાં તેમને શું મજા આવી?
છોકરીની બૂમો અને છોકરાઓના વિકૃત હાસ્ય અને કપડાં ફાડવાની એ વિકૃત પ્રવૃતિથી ક્યા પ્રકારનો રોમાંચ થાય છે?
સતત હલતાં દ્રશ્યો સાથેના ખરાબ ક્વૉલિટીના આ વીડિયોમાં આંખો શું શોધી રહી હતી?
શું શરીરનું કોઈ અંગ જોવાની લાલચ છે કે એ પ્રકારનું કુતૂહલ છે કે આ છોકરાઓ કઈ હદ સુધી જશે.
આ વીડિયોને હિંસક પોર્ન કહેવું ખોટું ગણાશે નહીં.

શું આ વીડિયો હિંસક પોર્ન છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે પોર્ન વીડિયોમાં સ્ત્રીની વિરુદ્ધ હિંસાને દર્શાવવામાં આવે છે. જેથી એવું લાગે કે સ્ત્રી તેને પસંદ કરી રહી છે.
પુરુષ તેને મારે છે, જબરદસ્તીથી તેને ચુંબન કરે છે, તેના પર થૂંકે છે, તેના વાળ ખેંચે છે પણ સ્ત્રી તેની સાથે ખુશીથી સેક્સ કરે છે.
ઘણા લોકોનું માનવું છે કે તેમાં કંઈ પણ ખોટું નથી અને મહિલાઓ ખરેખર આવા વર્તનને સેક્સી માને છે.
પરંતુ હિંસક પોર્ન અલગ હોય છે તેમાં જો અને તોને કોઈ સ્થાન નથી.

જહાનાબાદનો મામલો હિંસક પોર્ન કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
હિંસક કે રેપ પોર્ન એ વીડિયોને કહેવાય છે જ્યાં પુરુષ સ્ત્રીનો બળાત્કાર કરે છે.
પોર્નના નામે એવા વીડિયો પણ બનાવાય છે અને જોવાઈ પણ રહ્યા છે.
સર્ચ એન્જિન ગૂગલ પર રેપ પોર્ન શબ્દ નાખશો તો તમને કરોડો વિકલ્પો મળશે.
બાકી પોર્ન વીડિયોની જેમ જ રેપ પોર્ન વીડિયો અભિનેતાઓ સાથે ફિલ્મની જેમ બનાવવામાં આવે છે.
પણ હકીકતમાં થનારી યૌન હિંસાના વીડિયો બનાવીને શેયર કરાઈ રહ્યા છે. જે રીતે બિહારના જહાનાબાદનો વીડિયો શેયર થયો.
આ વીડિયો પર પોલીસ હરકતમાં આવી અને ચાર લોકોની ધરપકડ થઈ પણ મોટા ભાગના વીડિયો રોમાંચ પેદા કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પોર્ન વેબસાઇટ પોર્નહબ અનુસાર પોર્ન જોવા માટે કોમ્પ્યુટરને બદલે હવે લોકો મોબાઇલનો વધુ ઉપયોગ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વેબસાઇટના વાર્ષિક રિપોર્ટ અનુસાર વર્ષ 2013માં 45 ટકા લોકો પોર્નહબ ફોનમાં જોતા હતાં.
2017માં આ આંકડો 67 ટકાએ પહોંચ્યો છે. ભારત માટે આ આંકડો 87 ટકા છે.
રિપોર્ટ અનુસાર તેમની વેબસાઇટ પર કોઈ એક દેશમાંથી આવતા લોકોમાં 121 ટકા વધારો નોંધાયો છે.
આ દેશ ભારત છે, જ્યાં મોબાઇલ ડેટા સસ્તો થઈ ગયો છે.
પોર્ન સુંદર હોઈ શકે. કોઈ માટે યૌન સંબંધ અંગે સમજ કેળવવા માટેનો એક રસ્તો હોય શકે. કોઈ માટે એકલતાનો સહારો હોય શકે.
પણ હિંસાના વીડિયો, રેપ પોર્નની જેમ શેર કરીને જોવામાં આવે તો તેનાથી શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાભરની ઘણાં રિસર્ચ જણાવે છે કે સતત હિંસક પોર્ન જોનારાઓમાં બળાત્કાર, યૌન હિંસા અને સેડોમૈસોકિઝમની ઇચ્છા તીવ્ર બને છે.
લગ્ન કે અંગત સંબંધોમાં ઝઘડા, કંકાસ વધે છે અને યૌન સંબંધમાં ખુશી ઓછી થઈ જાય છે.
મારી પાસે પણ આવ્યો બિહારના જહાનાબાદનો વીડિયો. બે અલગ ગ્રુપમાં. સમજદાર લોકોના ફોનમાંથી મારા ફોનમાં.
ઘૃણા થઈ આવી મને એ જોઈને અને ગુસ્સો આવ્યો એ લોકો પર જેમણે મને આ મોકલ્યો. શું મળ્યું આ શેયર કરીને?
આ સવાલનો જવાબ તમે જાતે જ શોધો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














