You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ-રાજસ્થાનમાં મોતની આંધી, આશરે 100 લોકોનાં મૃત્યુ
ઉત્તર ભારતમાં તોફાનના કારણે આશરે 100 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.
ઉત્તર પ્રદેશની સરકારે તોફાનનાં કારણે 64 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે રાજસ્થાનમાં મૃતકોની સંખ્યા આશરે 31 જણાવવામાં આવી છે.
આ તરફ ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાને કારણે ઘણી જગ્યાઓથી ભૂસ્ખલનના અહેવાલ છે, જેના કારણે વાહનવ્યવ્હારને અસર પહોંચી છે.
ગત અઠવાડિયે કેદારનાથ મંદિરનાં કપાટ ખુલ્યાં હતાં અને યાત્રાળુઓ ઉત્તરાંખડ પહોંચવા લાગ્યા હતા.
સરકારી સૂત્રોની માહિતી અનુસાર, ભારે વરસાદ અને તોફાનના કારણે ઉત્તરાખંડમાં વૃક્ષો તેમજ વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા. જેના કારણે ઘણાં શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
આગ્રામાં 43 લોકોનાં મૃત્યુ
ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે આગ્રામાં જ 43 લોકો તોફાન અને વરસાદને કારણે મૃત્યુ થયા છે.
આ તરફ રાજસ્થાનમાં તોફાનના કારણે કેટલાંક ઘરોમાં આગ પણ લાગી હતી. રાજસ્થાનનાં અલવરમાં સૌથી વધુ નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
રાજસ્થાન સરકારે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચાર લાખ રૂપિયા વળતરના રૂપમાં આપવામાં આવશે.
દિલ્હી સ્થિત ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કે. જે. રમેશે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે પશ્ચિમી સાગરમાંથી વહેતી હવાને કારણે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાયો અને મુશળધાર વરસાદ પડ્યો હતો.
તેમનું કહેવું છે કે રાજસ્થાનમાં સૂકી ઋતુ હતી એટલે ત્યાં રેતી સાથે પવન ફૂંકાયો હતો. પરંતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આર્દ્રતા અને બફારો હોવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલનું કહેવું છે કે આ મહિનામાં આ પ્રકારનું તોફાન અસ્વાભાવિક નથી.
તેઓ કહે છે, "જ્યારે ગરમીનો પારો ઊંચે ચઢવા લાગે છે ત્યારે પશ્ચિમ મહાસાગરમાંથી આવતી ઠંડી હવા ગરમીની લહેરનું કામ કરે છે. તે દરમિયાન તોફાન, ભારે વરસાદ અને વીજળી પડવા અથવા વાદળ ફાટવાની ઘટનાઓ ઉત્તર ભારતમાં સ્વાભાવિક છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો