You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: ખેડૂતો માટે ખુશ ખબર, આગામી ચોમાસું સારું રહેશે
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ વર્ષે ભારતમાં ચોમાસું સારું રહેશે.
હવામાન અંગે આગાહી કરનાર ખાનગી એજન્સી સ્કાયમેટ અનુસાર આવાનારું ચોમાસું નોર્મલ રહેશે.
જૂનથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ સારો પડવાની આગાહી સ્કાયમેટે કરી છે.
સામાન્ય ચોમાસું ત્યારે ગણાય જ્યારે લાંબા ગાળાની સરેરાશ મુજબ 96-104 ટકા વરસાદ થાય.
જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ભારતમાં ચોમાસાનો મોટાભાગનો વરસાદ પડતો હોય છે.
દલિત વિરોધ કેન્દ્રની નબળી નેતાગીરીનું પરીણામ: શિવસેના
દલિત આંદોલન મામલે એનડીના જ સાથી પક્ષ શિવસેનાએ કેન્દ્ર સરકારો પર પ્રહારો કર્યા છે.
SC/ST એક્ટની જોગવાઈઓને હળવી કરવાના વિરોધમાં થયેલું દલિત આંદોલન એ સ્વાર્થી અને નબળી નેતાગીરીનું પરિણામ છે.
આ મામલે તેમણે પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડને પણ યાદ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિવસેનાએ કેન્દ્ર પર પ્રહારો કરતાં કહ્યું કે હીરાના વેપારી નીરવ મોદીએ દેશને લૂંટયો જ્યારે વર્તમાન કેન્દ્ર સરકાર દેશને તોડી રહી છે.
શિવસેનાએ આક્ષેપ કરતાં કહ્યું કે એક વખત દેશના ધર્મના નામે ભાગલા થયા અને ફરીથી હવે જ્ઞાતિના નામે દેશ તૂટી રહ્યો છે.
સવાલ કરતાં શિવસેનાએ કહ્યું કે ક્યાં છે વડા પ્રધાન મોદી અને તેઓ શું કરી રહ્યા છે.
રાજસ્થાનમાં ટોળાંએ દલિત નેતાઓનાં ઘરો સળગાવ્યાં
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ દેશભરમાં વ્યાપક આંદોલન અને હિંસક અથડામણ બાદ મંગળવારે પણ કેટલાક વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી.
રાજસ્થાનના કરૌલીમાં બે દલિત નેતાઓનાં ઘરને આગ લગાવાઈ હતી.
ભાજપના દલિત ધારાસભ્ય રાજકુમારી જાટવ અને કોંગ્રેસના ભરોસીલાલ જાટવના ઘરનો ઘેરાવ કરાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણથી ચાર હજાર લોકો એકત્ર થયા હતા. જેમણે કથિત રીતે હુમલો કર્યો હતો. આ ઉપરાંત એક શોપિંગ મોલમાં પણ તોડફોડ કરી હતી.
આઈજીપીના જણાવ્યા અનુસાર 45 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત આ વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે.
ટોળાએ પ્રદર્શન દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
ધારાસભ્યોને પ્રશ્નો પૂછવાની મર્યાદા
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભામાં હવેથી કોઈપણ ધારાસભ્ય અઠવાડિયામાં ત્રણ જ અતારાંકીત પ્રશ્ન પૂછી શકશે. વિધાનસભા અધ્યક્ષે આ નિર્ણય કર્યો છે.
જોકે, અત્યાર સુધી કોઈપણ ધારાસભ્ય ગમે એટલા અતારાંકિત પ્રશ્નો પૂછી શકતા હતા. ગત બજેટ સત્રમાં 10 હજાર કરતા વધુ સવાલ પૂછવામાં આવ્યા હતા.
અધ્યક્ષ મુજબ અર્થ વગરના પ્રશ્નોને અટકાવવા અને વિભાગ ઉપર ભારણ વધતું હોવાથી આ નિર્ણય કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર જણાવ્યું કે ધારાસભ્યએ કેટલા સવાલ પૂછવા તે તેમનો નૈતિક અધિકાર છે. અધ્યક્ષે આ નિર્ણય પર ફેર વિચારણા કરવી જોઈએ.
અક્ષય કુમારની રિયલ લાઇફ 'ટોઇલેટ'
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ અક્ષય કુમારે મુંબઈના બીચ પર જ ટોઇલેટ બનાવ્યું છે. જેથી બીચ પર કોઈ ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે ના આવે.
ટ્વિંકલ ખન્નાએ ગયા વર્ષે એક વ્યક્તિનો ખુલ્લામાં શૌચ કરતો ફોટો ટ્વીટ કર્યો હતો. જે બાદ આ અક્ષય કુમારે શિવસેનાના લીડર આદિત્ય ઠાકરે સાથે મળીને જુહૂ બીચ પર ટોઇલેટ બનાવ્યું છે.
આ બાયો-ટોઇલેટ બનાવવા પાછળ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.
આ ટોઇલેટમાં છ સીટ હોવાનું અન્ય એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ઉપરાંત આ ટોઇલેટમાં બાયો-ડાઇજેસ્ટર પણ મૂકવામાં આવ્યા છે. જેથી દુર્ગંધ ન ફેલાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો