You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દલિત આંદોલન મામલે સરકારની 4 મોટી ભૂલો
- લેેખક, દિલીપ મંડલ
- પદ, વરિષ્ઠ પત્રકાર
એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં સોમવારે થયેલા આંદોલન મામલે એવું લાગે છે કે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા ચાર મુદ્દે ચૂક કરી ગઈ.
પ્રથમ ભૂલ
ખરેખર આ ભૂલ થઈ ગઈ કે ચૂક હતી તે જાણવાની કોઈ રીત નથી.
પણ એક નિરીક્ષક તરીકે જોઈએ તો લાગે છે કે પ્રથમ ચૂક ત્યારે થઈ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટમાં 'સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર અને અન્ય' કેસ રજૂ થયો.
આ કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી અને સરકારે વરિષ્ઠ કાનૂની અધિકારીની જગ્યાએ એડિશનલ સૉલિસિટર જનરલ મનિન્દર સિંહને પક્ષ રજૂ કરવા મોકલ્યા હતા.
તેમણે આ કેસમાં સરકારનો પક્ષ અથવા કાનૂનનો બચાવ કરવાની જગ્યાએ એક કેસનો સંદર્ભ આપીને કહ્યું કે આ પ્રકારના કેસમાં ઓગાતરા જામીન આપવામાં કંઈ વાંધો નથી.
આ વાત કાયદાની જોગવાઈની વિરુદ્ધમાં હતી. અહીં સરકારના પ્રતિનિધિએ કાયદાનો બચાવ કરવો જોઈતો હતો.
તેમણે એમ પણ કહ્યું કે આવા કેસમાં વ્યક્તિ દોષિત ઠરતી હોવાનો દર ઘણો ઓછો છે.
સરકારે ખરેખર આ કેસમાં એસસી-એસટીનો પક્ષ રજૂ કર્યો નહીં. દેશની કુલ વસતિમાં ચોથા ભાગની વસ્તી તેમની છે. તે લગભગ 26 કરોડ જેટલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કિસ્સામાં સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય કરવો પડ્યો કે આગોતરા જામીન મળશે અને સરકાર કહી ચૂકી છે કે બનાવટી કેસ પણ થાય છે, આથી આવા કેસમાં અદાલતે કહ્યું કે પ્રારંભિક તપાસ વગર ધરપકડ થશે નહીં.
બીજી ભૂલ
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આંદોલન પેદા થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયાથી લઈને અન્ય જગ્યાઓ પર ચર્ચા છેડાઈ હતી.
સરકારે તેના ત્રણ પ્રધાનો અને કેટલાક સાંસદે આ મામલે વડાપ્રધાનની મુલાકાત લીધી. જ્યારે વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી.
આ સમયે પણ સરકાર તરફથી કોઈ પહેલ નહીં કરવામાં આવી. પણ જે દિવસે આંદોલન હતું, એજ દિવસે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી.
આમ રાજધર્મ નિભાવવામાં સરકારની બીજી ચૂક થઈ.
ત્રીજી ચૂક
આ આંદોલન પૂર્વનિરધારિત હતું અને દરેકને ખબર હતી કે તે થશે.
પણ કદાચ સરકારને અંદાજ ન હતો કે તે આટલું બધું મોટું બનશે.
સરકારને લાગ્યું કે એસસી-એસટી પ્રમોશનના કેસની જેમ આ મામલો પણ દબાઈ જશે.
જોકે, આવું થયું નહીં અને અહીં તેમની ત્રીજી ચૂક થઈ જેને તેઓ સંભાળી શક્યા નહીં.
સરકારની સૌથી મોટી ભૂલ જે હજુ પણ તેઓ કરી રહ્યા છે તે આ મામલે રિવ્યૂ પિટિશન કરવાની ભૂલ છે.
સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર કોઇપણ રિવ્યૂ પિટિશન એ જ પીઠ પાસે જાય છે જે પીઠે સંબંધિત કેસનો નિર્ણય આપ્યો હોય છે.
સુપ્રીમ કોર્ટના દરેક ન્યાયમૂર્તિને સમાન ગણવામાં આવે છે. ન્યાયમૂર્તિના નિર્ણય માત્ર મોટી પીઠ કે ખંડપીઠ જ બદલી શકે છે. અથવા નિર્ણય આપનાર ન્યાયમૂર્તિ જ તેને બદલી શકે છે.
સરકારે દબાણમાં આવીને રિવ્યૂ પિટિશન કરી?
હવે સરકારે દબાણમાં આવીને રિવ્યૂ પિટિશન કરી છે. આથી બન્ને ન્યાયમૂર્તિ સામે બે વિકલ્પ છે - એક વિકલ્પ તેઓ નિર્ણય બદલે અથવા તેને યથાવત રાખે.
બન્ને સ્થિતિમાં સુપ્રીમ કોર્ટની વિશ્વનિયતા ખંડિત કરે છે. ન્યાયમૂર્તિને દુવિધામાં નાખી દીધા છે કે તેમણે યોગ્ય નિર્ણય લીધો છે કે નહીં.
આ સિવાય સરકાર પાસે એક અન્ય વિકલ્પ પણ હતો પણ ખબર નહીં તેને કેમ અજમાવ્યો નહી.
સરકાર આ મામલે વટહુકમ લાવી શકતી હતી અને ત્યારબાદ સંસદ મારફતે ઉકેલ લાવી શકતી હતી.
ત્યાં રાજકીય ચર્ચા હાથ ધરીને તમામ પક્ષને સાંભળીને એક સર્વસમંતિ સાધી શકાતી.
કાયદો બનાવવાનું કામ સંસદનું
એમ પણ ભારતીય સંવિધાન અનુસાર કાયદો બનાવવાનું કામ સંસદનું છે.
એસસી-એસટી એક્ટમાં વ્યવસ્થા છે કે તરત જ ધરપકડ થશે અને આગોતરા જામીન નહીં મળશે.
જો અદાલતે તેમાં ફેરફાર કર્યો છે તે પછી તેને ફરીથી જેવું હતું એવું કરવાનું કામ સંસદે તેમના હાથમાં લેવું જોઈએ.
અન્ય ભૂલ ઠીક નથી થઈ શકતી પણ હજુ પણ ચોથી ભૂલ સુધારી શકાય છે.
સરકાર વટહુકમ લાવી શકે છે. સુપ્રીમ કોર્ટ માટે આ આસાન નહીં હશે કે તેઓ તેમનો નિર્ણય બદલી નાખે.
ભાજપને શું નુકસાન થશે?
એવું નથી લાગતું કે આ આંદોલનના રાજકીય અસરથી સરકાર ડરી રહી છે.
કેમ કે જે લોકો આંદોલન કરી રહ્યા છે, તેઓ સામાન્ય રીતે ભાજપના મતદાતા નથી.
ભાજપના મુખ્ય મતદાતા આંદોલન નથી કરી રહ્યા. એ વાત જરૂર છે કે ભાજપે દલિત વચ્ચે જે કાર્યક્રમ ચલાવ્યો હતો જેમાં હિંદુ સમાજની સમરસતા હશે, વિરાટ હિંદુ એકતા બનશે, તે ક્યાંક પાછળ છૂટી ગયો છે.
જ્યાંથી એ લોકોએ શરૂઆત કરી હતી તેઓ ત્યાં જ પહોંચી ગયા. આથી સરકાર અથવા શાસક પક્ષ કે આરએસએસને આ મામલે નુકસાન થયું છે.
તેમણે દલિતોને પોતાની સાથે જોડવાનું જે અભિયાન બનાવ્યુ હતું, જેના અંતર્ગત તેઓ દલિતો સાથે ખાવાનું ખાઈ રહ્યા હતા અને આંબેડકરની મૂર્તિઓ લગાવડાવી રહ્યા હતા તે બધું સાંકેતિક હતું.
બાબા સાહેબના સૂત્રોચ્ચાર કરવામાં સફળ પણ..
પરંતુ તેમની સામે જે પહેલો મુખ્ય મુદ્દો સામે આવ્યો તેમાં જ તેઓ નિષ્ફળ ગયા.
મૂર્તિઓ અને તસવીરો લગાવવી અથવા બાબા સાહેબ જિંદાબાદના સૂત્રોચ્ચાર લગાવવામાં તેઓ સફળ રહ્યા પણ તેઓ એસસી-એસટીને સાથ આપવામાં અને તેમનો પક્ષ રાખવામાં ચૂક કરી ગયા.
ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેઓ આ એક્ટને ઠીક કરવા માટેનો વટહુકમ લાવવામાં ચૂક કરી ગયા.
તેમને જો કોઈ નુકસાન થયું હોય, તો તે એ કે તેઓ જે નવો ચહેરો બનાવવા માગતા હતા તેમાં ચૂક કરી ગયા.
એવું નથી કે તેમની મતબેંક ઘટી જશે, કેમકે જેઓ પ્રદર્શન કરી રહ્યા છે, તેઓ ભાજપની મુખ્ય મતબેંક નથી.
(બીબીસી સંવાદદાતા આદર્શ રાઠોડ સાથેની વાતચીત પર આધારિત)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો