ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવ કેમ વધ્યો છે?

ગુજરાતમાં દલિતોને સતાવવાની ફરીયાદો સતત વધી રહી છે. ગરબા જોવાથી લઈ મૂછો રાખવા સુધીના મુદ્દે દલિતોને મારવાના કિસ્સા સામે આવ્યા છે.

બીબીસી હિન્દીના રેડિયો કાર્યક્રમ 'ઇન્ડિયા બોલ'માં ભાજપ સાંસદ ઉદિત રાજે ચર્ચા દરમિયાન જાતિવાદને રાજકારણની સમસ્યા કહી છે.

તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષ નથી ઇચ્છતો જાતિવાદ કે નાત-જાતનો ભેદભાવ સમાજમાંથી દૂર થાય.

ઉદિત રાજે કહ્યું, "શું દલિતો માણસો નથી? બીજા દેશના લોકો આવી ઘટનાઓ પર શું વિચારતા હશે. શું આટલી મોટી સંખ્યાને અલગ કરી દેવી, તેમને અપમાનિત કરવા, તેમને વંચિત રાખવા એ યોગ્ય છે?"

તેમણે કહ્યું, "આભડછેટ રાખવી, ગરબા જોવા પર મારપીટ કરવી, આ રાષ્ટ્રવિરોધીઓનું કામ છે. ભૂતકાળમાં તો આનાથી પણ વધારે ખરાબ સ્થિતિ હતી."

જ્યાં સુધી પક્ષ અને સરકારથી ઉપર જઈ રાજકીય પક્ષો આ મુદ્દે કામ નહીં કરે, ત્યાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. પક્ષના રાજકારણને કારણે આ સમસ્યાની અવગણના થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

ક્યા કારણથી થાય છે ભેદભાવ?

એક સવાલના જવાબમાં ઉદિત રાજે કહ્યું, "દલિતો સાથે ભેદભાવ તેમની આર્થિક નહીં પણ માનસિક સ્થિતિને કારણે થાય છે. મોટા મોટા અધિકારીઓ જાતિ વ્યવસ્થાનો શિકાર છે."

તેમણે જણાવ્યા અનુસાર આ સમસ્યાને રાજનીતિના નામે સરકાર સાથે ન જોડવી જોઇએ. તેમણે કહ્યું કે ભારત સ્વચ્છ ત્યારે જ થઈ શકે જ્યારે નાત-જાતના ભેદભાવ ખતમ કરી દેવાય.

દરેક સમાજ અને જાતિના લોકો વચ્ચે એક્તા લાવવાના મુદ્દે તેમણે કહ્યું "કોઈપણ પક્ષ જાતિ વ્યવસ્થાને ખતમ કરવા નથી ઇચ્છતો."

તેમણે કહ્યું, “જે રીતે યૂરોપમાં લોકશાહી લાગુ છે એ જ રીતે આપણે ત્યાં પણ છે. આપણે ત્યાં યૂરોપ કરતાં અલગ સમાજ છે એટલે જાતિ વ્યવસ્થા તૂટી નથી."

ગુજરાતમાં દલિતો વિરુધ્ધની હિંસા મામલે ઉદિત રાજે કહ્યું કે નાની-મોટી ઘટનાઓ બનતી રહે છે.

તમને આ પણ વાંચવું ગમશે

'લોકો જાતે ભેદભાવ ઊભો કરે છે'

હિંસાની જવાબદારી સરકાર કેમ નથી લેતી? આ સવાલના જવાબમાં ભાજપના સાંસદે કહ્યું, “આ સામાજિક વિચાર છે. લોકો પોતે જ ભેદભાવ ઊભો કરે છે.”

તેમણે કહ્યું કે જાતિ વ્યવસ્થા કરવાનાં અભિયાનો શરુ થવાં જોઇએ. અત્યારે તો નાના-મોટા અભિયાન ચાલે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સવર્ણો આ અભિયાનમાં ભાગ નહીં લે ત્યાં સુધી ઊંચ-નીચનો ભેદભાવ બંધ નહીં થાય.

આ ચર્ચામાં લેખક સુનીલ વર્મા પણ હાજર હતા. તેમણે કહ્યું કે જાતિગત ભેદભાવને પૂરો કરવા સરકાર મોટા પગલા નથી લઈ શક્તી. જો સરકાર આવી પહેલ કરે તો આ કિસ્સાઓ રોકી શકાય છે.

આ મુદ્દા પર પરિવર્તન માટે રાજનૈતિક ભૂમિકાના સવાલ પર ભાજપ સાંસદે કહ્યું કે બધા જ રાજકીય પક્ષોએ આ વાત પર ક્યારેક તો વિચારવું જ પડશે.

સરકારે હસ્તક્ષેપ કરવો પડશે. રૂઢિવાદી પરંપરા તોડવી પડશે, જેનો ક્યારેય પ્રયાસ નથી થયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો