You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલ્મ ‘સંજૂ’ના ટ્રેલરની ટીકા કેમ થઈ રહી છે? #Sanju
સંજય દત્તના જીવન પર બની રહેલી ફિલ્મની પહેલી ઝલક સામે આવી ગઈ. રાજકુમાર હિરાનીની આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.
પહેલા તો ફિલ્મના નામને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. જ્યારે ફિલ્મનો ‘ફર્સ્ટ લૂક’ બહાર આવ્યો તો એ સસ્પેન્સ પણ પૂરું થયું.
અભિનેતા રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. આ માટે તેમણે સંજય દત્તની વિવિધ રીતભાત શીખવા માટે ખાસ તાલીમ લીધી છે.
સંજૂના આ ટીઝરની એક તરફ પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ ટીકા. ફિલ્મના પોસ્ટર પર પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સંજૂ ટૉપ ટ્રેંડમાં
#SANJU મંગળવારથી જ ટૉપ ટ્રેન્ડમાં હતું. માત્ર ભારતમાં જ નહીં પડોશી દેશ પાકિસ્તાનમાં પણ સંજૂ હૈશટેગ સર્ચ થઈ રહ્યું હતું.
પકચિકપક રાજા બાબૂ નામના ટ્વિટર યૂઝરે સંજૂના પોસ્ટર સાથે ટ્વીટ કર્યું, ''જ્યારે એક્સ તમને બ્લોક કરી દે, તો એને જોવા માટે અલગઅલગ પ્રોફાઇલ આ રીતે બનાવી શકાય.''
માસ સિકંદર ટ્વિટર યૂઝરે લખ્યું, ''આ ફિલ્મનું પોસ્ટર છે કે કપડાંની જાહેરાત?''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ તો ટીઝર જોયા પછી ઘણા લોકોએ રણબીર કપૂરની એક્ટિંગના વખાણ કર્યા પરંતુ કેટલાકને રણબીરમાં રસ ના પડ્યો.
ઝીયા નામની યૂઝરે લખ્યું, ''સ્વૅગ એક પ્રાકૃતિક હોય છે, એને પરાણે બનાવી ન શકાય. સંજય દત્તમાં કુદરતી સ્વૅગ છે. રણબીરમાં એ નથી. એમનામાં સુસ્તી અને ઉદાસી દેખાય છે.''
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયા વખાણ
ઘણા ફિલ્મ વિશ્લેષકો અને ઇન્ડસ્ટ્રીના લોકોએ ટીઝરના વખાણ કર્યા. એમણે લખ્યું કે આ ટીઝર ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા પેદા કરે છે. સાથે જ રણબીર કપૂરે જે રીતે પોતાને સંજય દત્તના રુપમાં ઢાળી દીધો છે એની પણ લોકોએ પ્રશંસા કરી.
અભિનેતા રિતેશ દેશમુખે લખ્યું, ''સંજૂનું ટીઝર જોયું, ખૂબ જ સરસ ટીઝર છે. આ બાયોપિકની રાહ જોઈ રહ્યા છીએ. મને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં રણબીર કપૂર છે પણ મને તો એ દેખાયા જ નહીં...
ફિલ્મ આલોચક તરન આદર્શે ટ્વીટ કર્યું, ''મુન્નાભાઈ, 3 ઇડિયટ્સ અને પીકે જેવી ફિલ્મો બનાવનાર રાજકુમાર હિરાનીની નવી ફિલ્મ સંજય દત્તની બાયોપિકથી ઘણી આશાઓ છે. એમણે શાનદાર ટીઝર બનાવ્યું છે.''
'સંજૂ' ફિલ્મમાં સહકલાકાર સોનમ કપૂરે ટ્વીટ કર્યું, 'એક વ્યક્તિએ ઘણી જિંદગીઓ જીવી છે, એને પડદા પર દેખાડવાનો આનાથી સારો રસ્તો ન હોઈ શકે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો